Home /News /sport /Rishabh Pantને અચાનક મુંબઈ કેમ શિફ્ટ કરવામાં આવ્યો? જાણો રવિન્દ્ર જાડેજા સાથે તેની ઈજાનું શું કનેક્શન છે
Rishabh Pantને અચાનક મુંબઈ કેમ શિફ્ટ કરવામાં આવ્યો? જાણો રવિન્દ્ર જાડેજા સાથે તેની ઈજાનું શું કનેક્શન છે
રિષભ પંતને અચાનક મુંબઈ શિફ્ટ કરાયા
Rishabh Pant Health Update: ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર ઋષભ પંત 30 ડિસેમ્બરના રોજ રોડ અકસ્માતમાં ઘાયલ થયો હતો. ત્યારથી તેમની સારવાર દેહરાદૂનની હોસ્પિટલમાં ચાલી રહી હતી. પરંતુ તેના ઘૂંટણના લિગામેન્ટ ફાટી ગયા હતા. આથી, સર્જરી કરવી જરૂરી હતી. તેથી જ BCCIએ તેને દેહરાદૂનથી મુંબઈ એરલિફ્ટ કરાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ગયા વર્ષે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની જેમ જ પંતનું લિગામેન્ટ ફાટી ગયું હતું.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર ઋષભ પંત, જે ગયા અઠવાડિયે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા, તેને દેહરાદૂનથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેના જમણા ઘૂંટણના લિગામેન્ટ ફાટી ગયા હતા, જેને તાત્કાલિક સર્જરીની જરૂર હતી. આ મુખ્ય કારણ છે કે, પંતને બુધવારે દેહરાદૂનથી એરલિફ્ટ કરીને મુંબઈ લાવવામાં આવ્યો હતો. પંતને જે પ્રકારની ઈજા થઈ છે, તેને સાજા થવામાં 4 મહિનાથી વધુ સમય લાગી શકે છે અને મેદાન પર તેની વાપસી 6 મહિના પહેલા નહીં થઈ શકે. એટલે કે પંત હવે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની સાથે IPL 2023માં પણ ભાગ લઈ શકશે નહીં.
ભારતીય ક્રિકેટ બોર્ડના તબીબી નિષ્ણાતોના સંપર્કમાં રહેલા BCCIના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, ઋષભ પંતનું લિગામેન્ટ ફાટી ગયું છે જે ગયા વર્ષે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથે પણ થયું હતું. જણાવી દઈએ કે, એશિયા કપ દરમિયાન જાડેજાને ઘૂંટણમાં ઈજા થઈ હતી, જે બાદ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. આ કારણે તે T20 વર્લ્ડ કપ રમી શક્યો નહોતો. સર્જરી બાદ તે સ્વસ્થ થઈ રહ્યો છે. તે આ મહિનાના અંતમાં ન્યૂઝીલેન્ડ સામેની હોમ સીરિઝથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.
BCCIના એક અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને પંતની ઈજા વિશે જણાવ્યું હતું કે, 'દરેક ખેલાડીનું શરીર અલગ હોય છે. પરંતુ તેના (પંત) રિપોર્ટ્સ જોઈને અમારા ડોક્ટર્સ કહે છે કે, લિગામેન્ટની ઈજા જાડેજા જેવી છે. દહેરાદૂનથી મળેલા અહેવાલો અનુસાર, અમને કહેવામાં આવ્યું હતું કે, પંતને વહેલી તકે સર્જરીની જરૂર પડશે. એવું લાગે છે કે, તેને સાજા થવામાં ચાર મહિનાથી વધુ સમય લાગશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જૂનમાં ઈંગ્લેન્ડમાં છે. જો ભારત આ માટે ક્વોલિફાય થાય છે, તો હકીકતમાં અમારું લક્ષ્ય એ છે કે, પંત ત્યાં સુધીમાં ફિટ થઈ જાય છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પછી ભારત હાલમાં બીજા સ્થાને છે.
પંતને મુંબઈ લાવવામાં આવ્યા
આ જ કારણસર પંતને મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યો હતો. કારણ કે BCCI ઈચ્છે છે કે, તેમની ડોકટરોની પેનલ વધુ ગૂંચવણોને નકારી કાઢવા માટે સાવચેતીના પગલા તરીકે આખા શરીરનું MRI સ્કેન કરાવે. આ પગલાનો ખુલાસો કરતા અધિકારીએ કહ્યું કે, "BCCI સેક્રેટરી જય શાહે ઋષભની માતા સાથે વાત કરી અને તેને સમજાવ્યું કે જો મુંબઈમાં BCCIની મેડિકલ ટીમ તેની સારવાર કરે તો તે તેના માટે શ્રેષ્ઠ રહેશે." એકવાર પરિવાર અમારી સાથે હતો, અમે તેને મુંબઈ લાવવા માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે.
BCCIના અન્ય એક અધિકારીએ પંતની સારવાર વિશે જણાવ્યું કે, પંતના ઘૂંટણ, અસ્થિબંધન, કરોડરજ્જુ અને માથાનું નવેસરથી MRI સ્કેન કરવામાં આવશે. પંત અંબાણી હૉસ્પિટલમાં સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડિસિન અને આર્થ્રોસ્કોપી અને શોલ્ડર સર્વિસિસના ડિરેક્ટર ડૉ. દિનશા પારડીવાલાની સીધી દેખરેખ હેઠળ રહેશે. પારડીવાલા પણ બીસીસીઆઈના ડોક્ટરોની પેનલમાં છે. ભારતીય બોર્ડના ફિઝિયોથેરાપિસ્ટ નીતિન પટેલ પણ પંતની સ્થિતિ પર નજર રાખશે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર