હાર્દિક પંડ્યા માંડશે પ્રભુતામાં પગલાં! આ વિદેશી એક્ટ્રેસની મમ્મી-પપ્પા સાથે કરાવી મુલાકાત

News18 Gujarati
Updated: October 22, 2019, 3:07 PM IST
હાર્દિક પંડ્યા માંડશે પ્રભુતામાં પગલાં! આ વિદેશી એક્ટ્રેસની મમ્મી-પપ્પા સાથે કરાવી મુલાકાત
હાર્દિક નતાશા સાથેના પોતાના સંબંધોને લઈ ખૂબ ગંભીર હોવાનું કહેવાય છે. (ફાઇલ તસવીર)

હાર્દિક પંડ્યા નતાશા સ્ટાનકોવિચ સાથેના પોતાના સંબંધોને લઈ ખૂબ ગંભીર હોવાનું કહેવાય છે

  • Share this:
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના સ્ટાર ઑલરાઉન્ડર હાર્કિક પંડ્યા (Hardik Pandya) મેદાનમાં હોય કે બહાર, તે સમાચારોમાં રહેવાનું કોઈને કોઈ કારણ શોધી જ લે છે. હાલમાં જ કમરની નીચેના ભાગની સર્જરી કરાવનારો હાર્દિક પંડ્યા હવે પોતાના અંગત જીવનને લઈ સમાચારોમાં છે. તેને લઈને એક અહેવાલ સામે આવી રહ્યો છે કે તે અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચ (Natasha Stankovic) સાથેના પોતાના સંબંધોને લઈ ખૂબ ગંભીર છે. જોકે, હાર્દિક પંડ્યાનું નામ પહેલા પણ અનેક બૉલિવૂડ એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે. જેમાં ઉર્વશી રૌતેલા, ઈશા ગુપ્તા પણ સામેલ છે. તેમાંથી કોઈ પણ સંબંધ આગળ નહોતો વધી શક્યો.

હાર્દિક પંડ્યા હવે નતાશા સાથે પોતાના સંબંધોને લઈ ખૂબ ગંભીર હોવાનું કહેવાય છે. અહેવાલોનું માનીએ તો હવે આ સંબંધમાં પોતાના પરિવારને પણ સામેલ કરી દીધો છે. સ્પૉટબૉયના રિપોર્ટ મુજબ, હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટાનકોવિચને આ વર્ષે મે મહિનામાં પોતાના ઘરે માતા-પિતા સાથે પણ મુલાકાત કરાવી હતી. આ પહેલો પ્રસંગ હતો જ્યારે નતાશા હાર્દિકના પૂરા પરિવારને મળી હતી. આ પ્રસંગે ખૂબ જ નજીકના લોકો જ સામેલ હતા. રિપોર્ટ મુજબ, હાર્દિકના પરિવારને બંનેના સંબંધ પર કોઈ આપત્તિ નથી અને તેઓએ તેના માટે પોતાની મંજૂરી પણ આપી દીધી છે.

નતાશા સ્ટાનકોવિચ સર્બિયાની એક્ટ્રેસ અને ડાન્સર છે જે મુંબઈમાં રહે છે. (ફાઇલ તસવીર)


કોણ છે નતાશા સ્ટાનકોવિચ?

નતાશા સ્ટાનકોવિચ સર્બિયાની એક્ટ્રેસ અને ડાન્સર છે જે મુંબઈમાં રહે છે. તેણે નિર્દેશક પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહથી બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેનું આઇટમ સોંગ હતું. બાદમાં તે ટીવી રિયલિટી શૉ બિગ બૉસની સીઝન 8માં પણ જોવા મળી હતી. જોકે, તેને સૌથી વધુ લોકપ્રિયતા ડીજે વાલે બાબૂ મેરા ગાના ચલા દે ગીતથી મળી હતી. નતાશાએ શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની ફિલ્મ ઝીરોમાં પણ નાનો રોલ કર્યો હતો. હાલના સમયમાં નતાશા નચ બલિએ સીઝન 8માં પોતાના એક્સ બૉયફ્રેન્ડ એલી ગોની સાથે ભાગ લઈ રહી છે. અહેવાલ છે કે હાર્દિક પંડ્યા અને નતાશા બાંદ્રામાં એક કૅફૅમાં જોવા મળ્યા હતા. બંને લોકો પંડ્યાના એક સંબંધીની પાર્ટીમાં સામલે થવા પહોંચ્યા હતા.

હાર્દિક પંડ્યા લાંબા સમયથી ક્રિકેટથી દૂરટીમ ઈન્ડિયા (Team India)ના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા છેલ્લા 4-5 મહિનાથી ક્રિકેટ મેદાનથી દૂર છે. તેણે હાલમાં જ લંડનમાં કમરના નીચેના ભાગની સર્જરી કરાવી છે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 બાદ હાર્દિકે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં પણ ભાગ નહોતો લીધો, જ્યારે દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ટી-20 સીરીઝમાં રમ્યા બાદ તે સર્જરી માટે લંડન જતો રહ્યો હતો.

આ પણ વાંચો,

દુનિયાના ડરથી છુપાવી રાખ્યો સંબંધ, હવે આ બે ક્રિકેટરે કરી સગાઈની જાહેરાત
50 તોલાની સોનાની ચેઈન પહેરી આ ક્રિકેટરે અપાવી વાસ્તવના સંજય દત્તની યાદ
First published: October 22, 2019
વધુ વાંચો
अगली ख़बर