RCB vs KKR: બેંગ્લોરની વધુ એક હાર, કોલકાતાની પાંચ વિકેટે જીત

News18 Gujarati
Updated: April 5, 2019, 11:51 PM IST
RCB vs KKR: બેંગ્લોરની વધુ એક હાર, કોલકાતાની પાંચ વિકેટે જીત
બેંગ્લોર અત્યાર સુધીમાં રમવામાં આવેલી ચાર મેચમાં હજુ સુધી એક પણ મેચ જીતી નથી શક્યું અને તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે 8માં નંબર પર છે

બેંગ્લોર અત્યાર સુધીમાં રમવામાં આવેલી ચાર મેચમાં હજુ સુધી એક પણ મેચ જીતી નથી શક્યું અને તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે 8માં નંબર પર છે

  • Share this:
ઈન્ડીયન પ્રિમીયર લીગની 12મી સિઝનમાં શરૂઆતની ચાર મેચમાં હાર સહન કર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આજે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેદાને જંગ માટે ઉતરી છે.  આ મેચ બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લઈ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું.  બેંગ્લોરે 20 ઓવરના અંતમાં વિરાટ કોહલીના 84 રન અને ડિવિલિયર્સના 63 રનની મદદથી  03 વિકેટના નુકશાને 205 રન બનાવ્યા. જેના જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ધુંવાધાર ઓલરાઉન્ડર આંદ્ર રસેલના 13 બોલમાં 48 રનની મદદથી 19.1 ઓવરમાં 05 વિકેટના નુકશાને 206 રન બનાવી શાનદાર રીતે 05 વિકેટે જીતી મેળવી છે.

બેંગ્લોર - કોણ કેટલા રન બનાવી કેવી રીતે થયું આઉટ

પાર્થિવ પટેલ 24 બોલમાં 25 રન બનાવી નિતીશ રાણાની ઓવરમાં એલબી ડબલ્યુ આઉટ

વિરાટ કોહલી 49 બોલમાં શાનદાર 84 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં થયો કેચ આઉટ

એબી ડિવિલિયર્સ 32 બોલમાં શાનદાર 63 રન બનાવી સુનિલ નરેનની ઓવરમાં શુબમન ગીલના હાથે કેચ આઉટ થયો

કોલકાતા - કોણે કેટલી વિકેટ લીધીપ્રસિદ્ધ ક્રિશ્નાએ 03 ઓવરમાં 41 રન આપી એક પણ વિકેટ ન લીધી

પિયુષ ચાવલાએ 04 ઓવરમાં 25 રન આપી એક પણ વિકેટ ન લીધી

સુનિલ નારેને 02 ઓવરમાં 12 રન આપી એક પણ વિકેટ ન લીધી

લોકી ફર્ગ્યૂસને 01 ઓવરમાં 13 રન આપી એક પણ વિકેટ ન લીધી

કુલદીપ યાદવે 02 ઓવરમાં 16 રન આપી એક પણ વિકેટ ન લીધી

નીતિશ રાણાએ 01 ઓવરમાં 04 રન આપી 01 વિકેટ લીધી

કોલકાતા - કોણ કેટલા રન બનાવી કેવી રીતે થયું આઉટ

સુનિલ નારેન 08 બોલમાં 10 રન બનાવી નવદીપ સૈનીની ઓવરમાં પવન નેગીના હાથે કેચ આઉટ થયો

રોબિન ઉથપ્પા 25 બોલમાં 33 રન આપી પવન નેગીની ઓવરમાં ટિમ સાઉદીના હાથે કેચ આઉટ

એબી ડિવિલિયર્સ 32 બોલમાં શાનદાર 63 રન બનાવી સુનિલ નરેનની ઓવરમાં શુબમન ગીલના હાથે કેચ આઉટ થયો

નીતિશ રાણા 23 બોલમાં 37 રન બનાવી હેનરિક ક્લાસેનના હાથે કેચ આઉટ થયો

દિનેશ કાર્તિક 15 બોલમાં 19 રન બનાવી નવદીપ સૈનીની ઓવરમાં યુજવેન્દ્ર ચહલના હાથે કેચ આઉટ થયો

જ્યારે આંદ્ર રસેલ 13 બોલમાં 48 રન અને સુબમન ગીલ 03 બોલમાં 03 રન બનાવી અણનમ રહ્યા હતા

બેંગ્લોર - કોણે કેટલી વિકેટ લીધી

ટીમ સાઉદીએ 04 ઓવરમાં 61 રન આપી એક પણ વિકેટ ન લીધી

નવદીપ સૈનીએ 04 ઓવરમાં 34 રન આપી 02 વિકેટ લીધી

યુજવેન્દ્ર ચહલે 04 ઓવરમાં 24 રન આપી 01 વિકેટ લીધી

મોહમ્મદ શિરાઝે 2.2 ઓવરમાં 36 રન આપી એક પણ વિકેટ ન લીધી

પવન નેગીએ 3.1 ઓવરમાં 21 રન આપી 02 વિકેટ લીધી

માર્ક્સ સ્ટોઈનિસે 1.4 ઓવરમાં 28 રન આપી એક પણ વિકેટ ન લીધી

 

બેંગ્લોર ટીમ
વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ, માર્ક્સ સ્ટોઈનિસ, શિમરોન હેટમેયર, શિવમ દૂબે, નાથન કુલ્ટર-નાઈલ, વોશિંગ્ટન સુંદર, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, હેનરિક ક્લાસેન, મોઈન અલી, કોલિન ડિ ગ્રેંડહોમ, પવન નેગી, ટિમ સાઉદી, અક્ષદીપ નાથ, મિલિંદ કુમાર, દેવદત્ત પડિક્કલ, ગુરકીરત સિંહ, પ્રાર્થના રે બર્મન, કુલવંત ખેજરોલિયા, નવદીપ સૈની, હિમ્મત સિંહ.

કોલકાતા ટીમ
દિનેશ કાર્તિક, સુનિલ નરેન ,આંદ્ર રસેલ, કાર્લોસ બ્રેંથવેટ, જો ડેનલી, ફર્ગ્યૂસન, ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, હેરી ગર્નલ, કુલદીપ યાદવ, પિયૂ, ચાલવા, નીતિશ રાણા, સંદિપ વોરિયર, કેસી કરિયપ્પા, શુમન ગિલ, શ્રીકાંત મુંઘે, નિખિલ નાઈક, પૃથ્વી રાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.
First published: April 5, 2019, 6:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading