Home /News /sport /

કોહલીની ટીમના ફેને કોમેન્ટરને આપી હત્યાની ધમકી, કહ્યું - ઓછુ બોલો

કોહલીની ટીમના ફેને કોમેન્ટરને આપી હત્યાની ધમકી, કહ્યું - ઓછુ બોલો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ

ફેસબુક મેસેન્જર પર જાનથી મારી નાખવાની ધમકી ભર્યો મેસેજ મળ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો ના માન્યો તો નિસંદેહ મરીશ.

આઈપીએલ 2019માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એક જ એવી ટીમ છે જેણે હજુ સુધી એક પણ મેચ જીતી નથી. વિરાટ કોહલીના નેતૃત્વવાળી આ ટીમે સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ચાર મેચ રમી છે, અને ચારે મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આરસીબીની સળંગ ચાર હારથી ફેન ઘણા નારાજ છે અને પરેશાન પણ છે. એવામાં એક ફને કોમેન્ટર અને ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર સાઈમન ડુલને સોશિયલ મીડિયા પર ધમકી આપી છે.

ફેને કહ્યું કે, ડુલ આરસીબી વિરુદ્ધ કઈં પણ કહેવાથી બચે. જોકે, એ ખબર નથી પડી શકી કે, ડુલે એવું શું કહ્યું કે ફેને તેને ધમકી આપવી પડી.

તેમને ફેસબુક મેસેન્જર પર જાનથી મારી નાખવાની ધમકી ભર્યો મેસેજ મળ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો ના માન્યો તો નિસંદેહ મરીશ.

સાઈમન ડૂલે ટ્વીટર દ્વારા આ વાતની જાણકારી આપી છે. આ મેસેજના સ્ક્રિન શોર્ટમાં ગાળનો ઉપોયગ કરી લખ્યું છે કે, 'અગામી સમયમાં જે પણ કહો તેનું ધ્યાન રાખો. આરસીબી એવી ટીમ નથી, જે હાર સ્વીકાર કરે છે, જેથી પોતાની હદમાં રહો. અગામી સમયમાં આવી કોમેન્ટ ના કરતા, જો કરી તો મરી જશો'.

ડુલે ફેનને કહ્યું કે, 'આટલું બધુ દિલ પર ના લો, આ માત્ર એક ટી-20 મેચ છે. તેમણે સ્ક્રિન શોર્ટ સાથે લખ્યું કે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ધર્મિસ મારાથી ખુશ નથી. ખબર નહી મે એવું શું કહ્યું. પરંતુ, જાનથી મારી નાખવાની ધમકી, સાચે જ? દોસ્ત આ માત્ર એક ક્રિકેટ મેચ જ છે, મસ્ત રહો'.

સાઈમન ડુલની ગણતરી સન્માનિત કોમેન્ટર્સમાં થાય છે. તે લાંબા સમયથી આ ફિલ્ડમાં છે અને કમેન્ટ્સ શ્રોતાઓ તથા દર્શકોને મેચ સાથે જોડી રાખે છે.
First published:

Tags: Death threat, Ipl 2019, ક્રિકેટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन