Home /News /sport /'જાડેજા વર્લ્ડ ક્લાસ, પરંતુ અમારી પાસે વિકલ્પ છે...': યજુવેન્દ્ર ચહલ, T20 વર્લ્ડ કપમાં ઓલરાઉન્ડરની જગ્યાએ કોણ આવશે?
'જાડેજા વર્લ્ડ ક્લાસ, પરંતુ અમારી પાસે વિકલ્પ છે...': યજુવેન્દ્ર ચહલ, T20 વર્લ્ડ કપમાં ઓલરાઉન્ડરની જગ્યાએ કોણ આવશે?
T20 વર્લ્ડ કપમાં ઓલરાઉન્ડરની જગ્યાએ કોણ આવશે?
T20 World Cup: ભારત 23 ઓક્ટોબરે મેલબોર્નમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મેચની શરૂઆત કરશે. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે વર્લ્ડ કપમાં બહાર થયા બાદ તેના સ્થાને કોણ હશે તેનો નિર્ણય હજુ લેવાનો બાકી છે, આ સાથે જ ભારતીય ટીમને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પણ ખોટ પડશે. જો કે આ મામલામાં યજુવેન્દ્ર ચહલે કહ્યું કે, જાડેજા વર્લ્ડ ક્લાસ છે, પરંતુ હવે અમારી પાસે એક વિકલ્પ છે જે T20 વર્લ્ડ કપમાં ઓલરાઉન્ડરની જગ્યા ભરી દેશે.
નવી દિલ્હી: 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ પહેલા ભારતને મોટો આંચકો લાગ્યો છે. ટીમનો મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે અને પગની ઘૂંટીમાં ઈજાગ્રસ્ત દીપક ચહર મેગા ઈવેન્ટ માટે ફિટ થશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. જો કે ચહર મુખ્ય ટીમનો ભાગ નથી, પરંતુ તેને વર્લ્ડ કપ માટે સ્ટેન્ડબાયની યાદીમાં રાખવામાં આવ્યો છે.
ટીમના અન્ય એક મુખ્ય સભ્ય જે વર્લ્ડ કપમાં ખૂબ જ મિસ થશે તે છે રવિન્દ્ર જાડેજા. ઓલરાઉન્ડર જાડેજાને એશિયા કપ દરમિયાન ઘૂંટણની ઈજા થઈ હતી અને તે હજુ પણ તેમાંથી ધીમે ધીમે સાજા થઈ રહ્યા છે. આ અંગે પોતાના મંતવ્યો શેર કરતા ભારતના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે, ઈજાઓ રમતનો એક ભાગ છે અને જાડેજાનું સ્થાન કોઈ લઈ શકે નહીં. જોકે, તેણે ઓલરાઉન્ડરની ગેરહાજરીમાં ટીમ માટે કામ કરવા માટે અક્ષર પટેલનું નામ લીધું છે.
ઈજાઓ રમતનો ભાગઃ ચહલ
ચહલે કહ્યું કે, “જાડેજા વર્લ્ડ ક્લાસ બોલર છે અને તે ખૂબ જ સારી બેટિંગ કરી રહ્યા છે. ઈજાઓ એ રમતનો એક ભાગ છે અને કોઈ પણ તેનું સ્થાન લઈ શકતું નથી, પરંતુ અક્ષર પટેલ જે રીતે બોલિંગ કરી રહ્યો છે, અમને એક વિકલ્પ મળ્યો છે. તેણે બતાવ્યું છે કે, તેઓ તે કરી શકશે."
અક્ષર જાડેજાનું સારું રિપ્લેસમેન્ટ બની શકે છે
જાડેજા માટે અક્ષર પટેલ આદર્શ સ્થાન છે, કારણ કે તે બેટિંગ ક્રમમાં તળિયે સારી બેટિંગ કરી શકે છે. અક્ષર દક્ષિણ આફ્રિકા સામેની T20Iનો ભાગ હતો, જેમાં ભારતે 2-1થી જીત મેળવી હતી. ત્રણ મેચોમાં, અક્ષરે કુલ 9 ઓવર નાંખી અને 9.11ની ઈકોનોમીમાં માત્ર બે જ વિકેટ લઈ શક્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર