Home /News /sport /

સીડનીમાં 'સર' જાડેજા! રવીન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી

સીડનીમાં 'સર' જાડેજા! રવીન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી

રવિન્દ્ર જાડેજાએ 18 ઓવરમાં 62 રન આપીને અગત્યની 4 વિકેટ ઝડપી અને સ્ટિવ સ્મિથને રન આઉટ કર્યો

રવિન્દ્ર જાડેજાએ 18 ઓવરમાં 62 રન આપીને અગત્યની 4 વિકેટ ઝડપી અને સ્ટિવ સ્મિથને રન આઉટ કર્યો

  શૈલેષ મકવાણા, અમદાવાદઃ ઓસ્ટ્રેલિયા (Australia)ની ઉછાળ લેતી વિકેટ પર કોઇ સ્પિનર ઓલરાઉન્ડર ક્રિકેટના તમામ પાસામાં શાનદાર દેખાવ કરે તો તેની ચર્ચા થવી સ્વાભાવિક છે. ઓસ્ટ્રેલિયા સામેની મેલબર્ન ટેસ્ટ બાદ ક્રિકેટ પંડીતો તરફથી આવા જ એક ઓલરાઉન્ડરને પ્રશંસાના પુષ્પો મળી રહ્યા છે. ચર્ચા છે રવીન્દ્ર જાડેજાની. આમ તો જાડેજા (Ravindra Jadeja)વર્ષોથી ટીમ ઇન્ડિયા (Team India) તરફથી રમી રહ્યો છે. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં એક જેન્યુન ઓલરાઉન્ડર તરીકે પોતાને સાબિત કર્યો છે. મેલબર્ન ટેસ્ટ તેનું તાજુ ઉદાહરણ છે. સામાન્ય રીતે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ કે સાઉથ આફ્રિકાના પ્રવાસે જાય ત્યારે એવા ઓલરાઉન્ડરને સાથે રાખે છે જે પેસ બોલિંગ કરી શકે અને લોઅર ઓર્ડરમાં રન પણ બનાવી શકે. એક સમયે હાર્દિક પંડ્યાને વિદેશની ધરતી પર ઓલરાઉન્ડર તરીકે સેટ કરવા ટીમ મેનેજમેન્ટ મથી રહ્યું હતું. પરંતુ સતત ઇજા અને ઉતાર-ચઢાવ ભર્યા પ્રદર્શનથી હાર્દિકે પોતાનું સ્થાન ગુમાવી દીધું. અને ટીમ મેનેજમેન્ટે ફરી રવીન્દ્ર જાડેજા તરફ નજર દોડાવી.

  ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડ અને મેલબર્ન ટેસ્ટમાં જાડેજાની હાજરી અને ગેરહાજરી વચ્ચેનો ફરક સ્પષ્ટ દેખાયો. પ્રથમ ટેસ્ટમાં જાડેજાને તક નહોતી મળી. જ્યારે મેલબર્ન ટેસ્ટમાં ભારતની જીતમાં જાડેજાનો સિંહ ફાળો રહ્યો. પ્રથમ ઇનિંગ્સમાં 57 રન અને એક વિકેટ, બીજી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાની 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપીને કાંગારૂઓનો વાવટો સમેટવામાં જાડેજાએ જલવો દેખાડ્યો. એટલું જ નહીં ટીમમાં જાડેજાની હાજરી માત્રથી ફિલ્ડિંગનું સ્તર વિશ્વસ્તરનું થઇ જાય છે. જાડેજાના કેટલાક અદભૂત કેચ અને રનઆઉટ ભારતીય ટીમ માટે બોનસથી કમ નથી હોતા.

  આ પણ વાંચો, માત્ર 3 દિવસનો સમય, ફટાફટ ભરી દો ITR, નહીં તો ભરવો પડશે બમણો દંડ!

  સીડની ટેસ્ટ (Sydney Test)ના બીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમ વિશાળ સ્કોર ખડકવાના મુડમાં હતી. પરંતુ જાડેજાના મગજમાં કંઇક બીજું જ ચાલી રહ્યું હતું. કેપ્ટન રહાણેએ જાડેજાને માત્ર 18 ઓવરનો જ સ્પેલ આપ્યો. પરંતુ જાડેજાની મિશ્રણભરી આ 18 ઓવર ઓસ્ટ્રેલિયાને 338 રન સુધી સિમીત રાખવા પુરતી હતી. 18 ઓવરમાં 62 રન આપીને 4 વિકેટ ઝડપી. અગાઉ આપણે જાડેજાની ફિલ્ડિંગનો ઉલ્લેખ કર્યો એને સાર્થક સાબિત કરતા સૌરાષ્ટ્રના આ ચિત્તાએ સીડનીના મોટા ગ્રાઉન્ડની બાઉન્ડ્રી ભેદીને ઓસ્ટ્રેલિયાના સદીવીર સ્મિથને અદભૂત રીતે રનઆઉટ કર્યો. સીડની ગ્રાઉન્ડની બાઉન્ડ્રીએથી જાડેજાનો રોકેટ થ્રો આવ્યો અને પીચ પર જામી ગયેલો સ્મિથ રનઆઉટ થયો. એટલે ઓસ્ટ્રેલિયાની અડધી ટીમને પેવેલિયન પરત મોકલવામાં જાડેજાની હાજરી રહી.

  આ પણ વાંચો, આ 7 Appsને ફોનમાં ડાઉનલોડ કરવાની ભૂલ ન કરતાં, મિનિટોમાં ખાલી થઈ જશે એકાઉન્ટ

  સીડનીની ઉછાળ લેતી વિકેટ પર સામાન્ય રીતે પેસ બોલર્સ તરખાટ મચાવતા હોય છે. પરંતુ જાડેજાના બોલિંગ ફીગર કંઇક અલગ જ કહી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયન વિકેટ્સ પર ટેસ્ટ મેચના પહેલા અને બીજા દિવસે એક સ્પિનર તરખાટ મચાવે એવું ભાગ્યે જ જોવા મળે. જાડેજાના કેસમાં આવું જ થયું. ટીમનો મુખ્ય સ્પિનર આર. અશ્વિન છે પરંતુ સફળતા મળી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને. કોઇ ખેલાડી જબરદસ્ત ફોર્મમાં હોય તો તેનો આત્મવિશ્વાસ આસમાને પહોંચી જતો હોય છે. બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગ એમ ક્રિકેટના તમામ પાસામાં જોરદાર દેખાવ કરી રહેલા જાડેજા પાસેથી હવે મજબૂત બેટિંગની પણ આશા છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Border Gavaskar Trophy, India vs australia, Sydney Test, Team india, રવિન્દ્ર જાડેજા

  આગામી સમાચાર