Home /News /sport /

રવિન્દ્ર જાડેજાનું દર્દ છલકાયું, ભારતીય ટીમથી બહાર થતાં દોઢ વર્ષ સુધી ઊંઘી નહોતો શક્યો

રવિન્દ્ર જાડેજાનું દર્દ છલકાયું, ભારતીય ટીમથી બહાર થતાં દોઢ વર્ષ સુધી ઊંઘી નહોતો શક્યો

રવિન્દ્ર જાડેજા હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારીમાં વ્યસ્ત છે. (PIC: PTI)

ટીમ ઈન્ડિયામાંથી ડ્રોપ થયા બાદ રવિન્દ્ર જાડેજાએ આવી રીતે કરી હતી જોરદાર વાપસી, કોચ રવિ શાસ્ત્રીએ પણ કર્યા હતા વખાણ

  નવી દિલ્હી. ભારતીય ટીમ (Team India)ના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસ (England Tour)ની તૈયારીમાં વ્યસ્ત છે. વર્ષ 2018ના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા જાડેજા ઘણા સમય સુધી ભારતીય ટેસ્ટ અને વનડે ટીમથી બહાર હતો. આ સમયગાળાએ જાડેજાની કારકિર્દીને બદલી દીધી. હવે આ ખેલાડી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતવા માટે આતુર છે. જાડેજા ભારતીય ટીમના એ પસંદગીના ખેલાડીઓ પૈકી એક છે જે ત્રણેય ફોર્મેટમાં રમે છે. જાડેજાએ હાલમાં જ આઇપીએલ 2021માં જોરદાર પ્રદર્શન કરી પોતાનું ફોર્મ પરત મેળવ્યાના સંકેત આપી દીધા છે.

  ‘દોઢ વર્ષ સુધી નિરાંતે ઊંઘી ન શક્યો’

  રવિન્દ્ર જાડેજાએ પોતાની કારકિર્દી સાથે જોડાયેલા પાસાઓ પર અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરી. જાડેજાને પૂછવામાં આવ્યું કે, 18 મહિના સુધી તમે વનડે અને ટેસ્ટ ટીમથી બહાર રહ્યા. પોતાની આવી જોરદાર વાપસી કેવી રીતે કરી? આ સવાલના જવાબમાં જાડેજાએ કહ્યું કે, ‘સાચું કહું તો દોઢ વર્ષ સુધી રાતની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આ સમયગાળામાં મને યાદ છે કે હું સવારે 4-5 વાગ્યા સુધીમાં ઉઠી જતો હતો. હું વિચારી રહ્યો હતો કે શું કરું, હું વાપસી કેવી રીતે કરું? હું નિરાંતે ઊંઘી શક્યો નહીં. હું માત્ર પડ્યો રહેતો હતો, પરંતુ ઊંઘ નહોતી આવતી. હું ટેસ્ટ ટીમમાં હતો, પરંતુ રમી નહોતો રહ્યો. હું વનડે નહોતો રમતો. હું ડોમેસ્ટિક ક્રિકેટ પણ નહોતો રમતો, કારણ કે હું ભારતીય ટીમની સાથે પ્રવાસ કરી રહ્યો હતો. મને પોતાની જાતને સાબિત કરવા માટે કોઈ તક નહોતી મળી રહી. હું વિચારતો રહેતો કે હું મેદાન પર પરત કેવી રીતે આવીશ.’

  આ પણ વાંચો, ઈરફાન પઠાણની પત્નીની તસવીર પર થયો વિવાદ, કહ્યુ- ‘હું તેનો માલિક નથી, સાથી છું’

  ઓવલ ટેસ્ટે બદલી જાડેજાની ગેમ

  2018 ઓવલ ટેસ્ટમાં 332 રનનો પીછો કરતાં એક સમયે ભારતીય ટીમ 6 વિકેટ પર 160 રન કરીને સંઘર્ષ કરી રહી હતી. જાડેજાએ આ મેચમાં શાનદાર 86 રન ફટકાર્યા. તેના પ્રદર્શન પર કોચ રવિ શાસ્રીએ કહ્યું હતું કે આ ઓલરાઉન્ડર દુનિયામાં ક્યાં પણ રમી શકે છે. આ મેચને યાદ કરતાં જાડેજાએ કહ્યું કે, તે ટેસ્ટે મારા માટે બધું બદલી દીધું. સમગ્ર ગેમ. મારું પ્રદર્શન, મારો આત્મવિશ્વાસ, બધું જ.

  આ પણ વાંચો, વિરાટ કોહલીનો ક્વૉરન્ટિન લુક થયો વાયરલ, ‘Money Heist’ના પ્રોફેસર સાથે થઈ સરખામણી  રવિન્દ્ર જાડેજાએ વધુમાં કહ્યું કે, જ્યારે તમે સર્વશ્રેષ્ઠ બોલરોના આક્રમણની વિરુદ્ધ બ્રિટિશ પરિસ્થિતિમાં સ્કોર કરો છો તો તે આપના આત્મવિશ્વાસને ખૂબ પ્રભાવિત કરે છે. તે આપને અનુભવ કરાવે છે કે આપની ટેકનીક દુનિયામાં ક્યાંય પણ સ્કોર કરવા માટે ઘણી સારી છે. બાદમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થઈ ગયો અને મેં વનડેમાં વાપસી કરી. ત્યારથી મારું પર્ફોન્સ સારું રહ્યું છે. મને યાદ છે કે જ્યારે હું ટેસ્ટમાં બોલિંગ માટે ગયો હતો તો પહેલાથી કોઈ યોજના નહોતી. મેં મારો સમય લીધો અને ડેબ્યૂ કરી રહેલા હનુમા વિહારીને પણ આવું જ કરવા કહ્યું હતું.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Ipl 2021, Team india, ક્રિકેટ, બીસીસીઆઇ, રવિન્દ્ર જાડેજા, સ્પોર્ટસ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन