રાશિદે 20 વર્ષની ઉંમરમાં રચ્યો ઈતિહાસ, ટેસ્ટમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

News18 Gujarati
Updated: September 9, 2019, 7:00 PM IST
રાશિદે 20 વર્ષની ઉંમરમાં રચ્યો ઈતિહાસ, ટેસ્ટમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
અફઘાનિસ્તાનના કપ્તાન રાશિદ ખાને ઈતિહાસ રચ્યો

અફઘાનિસ્તાનના પોસ્ટર બોય રાશીદ ખાને પોતાની ત્રીજી ટેસ્ટમાં ઈમરાન ખાન અને એલન બોર્ડર જેવા દિગ્ગજોની ક્લબમાં સ્થાન મેળવ્યું છે

  • Share this:
એક એવો દેશ જેને આતંકવાદે ઘણો પાયમાલ કર્યો છે, એક એવો દેશ જેના ખેલાડી બીજા દેશમાં પ્રેક્ટિસ કરે છે, એક એવો દેશ જેના ક્રિકેટ બોર્ડ પાસે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડની જેમ ખુબ પૈસા પણ. આજે એવા જ દેશ અફઘાનિસ્તાનના કપ્તાન રાશિદ ખાને ઈતિહાસ રચ્યો છે. રાશિદ ખાનને માત્ર 20 વર્ષની ઉંમરમાં કપ્તાનીનો મોકો મળ્યો, તે સૌથી ઓછી ઉંમરનો કપ્તાન બન્યો અને કપ્તાન તરીકેની પોતાની પ્રથમ મેચમાં જ તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. રાશિદ ખાનની કપ્તાનીમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને ચટગ્રામમાં રમવામાં આવેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં હરાવી દીધુ છે. અફઘાનિસ્તાનને 224 રનથી જીત મળી છે, અને આ ઐતિહાસિક જીતમાં રાશિદ ખાને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

રાશીદ ખાને રચ્યો ઈતિહાસ
20 વર્ષીય રાશીદ ખાન પહેલી ટેસ્ટમાં જીત મેળવનાર સૌથી યુવા કપ્તાન બની ગયો છે. સાથે તે દુનિયાનો પ્રતમ કપ્તાન ચે જેણે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં એક અડધી સદી અને અને 10થી વધારે વિકેટ લીધી. રાશીદ ખાને ટી-20 સ્પેશ્યલિસ્ટ બોલર માનવામાં આવે છે. પરંતુ, તેણે સાબિત કરી દીધુ કે, તે ક્રિકેટની લાંબી ફોર્મેટમાં પણ શાનદાર પ્રદર્શન કરી શકે છે.

રાશીદ ખાને અત્યાર સુધીમાં માત્ર 3 ટેસ્ટ મેચ રમી છે અને 3 વખત એક પારીમાં 5 અથવા તેનાથી વદારે વિકેટ મેળવી છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ચટગ્રામ ટેસ્ટમાં રાશીદ ખાને બંને પારીમાં 5 વિકેટ મેળવી છે.

ઈમરાન અને એલન બોર્ડરના ક્લબમાં સામેલ રાશિદ ખાન
અફઘાનિસ્તાનના પોસ્ટર બોય રાશીદ ખાને પોતાની ત્રીજી ટેસ્ટમાં ઈમરાન ખાન અને એલન બોર્ડર જેવા દિગ્ગજોની ક્લબમાં સ્થાન મેળવ્યું છે. રાશિદ ખાને એક કપ્તાનીન જવાબદારી સાથે આ મેચમાં કુલ 11 વિકેટ લીધી અને પ્રથમ પારીમાં અડધીસદી પણ ફટકારી. આ પહેલા પાકિસ્તાનના ઈમરાન ખાન અને ઓસ્ટ્રેલિયન દિગ્ગજ એલન બોર્ડરે એક કપ્તાન તરીકે એક ટેસ્ટમાં 10 વિકેટ સાથે અડધી સદી ફટકારી હતી.
First published: September 9, 2019, 7:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading