Home /News /sport /રમીઝ રાજાનો BCCI અધિકારીઓ પર મોટો આરોપ, 'ભારતમાં તમામ BJP માનસિકતા'

રમીઝ રાજાનો BCCI અધિકારીઓ પર મોટો આરોપ, 'ભારતમાં તમામ BJP માનસિકતા'

રમીઝ રાજાનો BCCI પર મોટો આરોપ

રમીઝ રાજાને થોડા દિવસો પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ખુરશી ખાલી કરવી પડી હતી. તે ઘણીવાર ભારતીય ક્રિકેટ પર વિવિધ નિવેદનો આપતો હતો. ફરી એકવાર BCCI અધિકારીઓ પર વિવાદાસ્પદ નિવેદન આપતા તેમણે કહ્યું છે કે, ભારતમાં ભાજપની માનસિકતા છે.

    નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ PCB ચીફ રમીઝ રાજાને થોડા દિવસ પહેલા જ તેમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. આમ છતાં તે ભારતીય ક્રિકેટ પર કોઈને કોઈ ટિપ્પણી કરતો રહે છે. તે અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તેણે ફરી એકવાર BCCI અધિકારીઓ પર આરોપો લગાવ્યા છે. રમીઝ રાજાએ BCCIના અધિકારીઓની ભારતીય જનતા પાર્ટી (BJP)ની માનસિકતા હોવાનું ગણાવ્યું છે.

    લાહોરમાં એક કોલેજ ઈવેન્ટ દરમિયાન રમીઝ રાજાએ કહ્યું કે, “દુર્ભાગ્યે, ભારતમાં ભાજપની માનસિકતા છે. અમે જે પ્રોપર્ટીની જાહેરાત કરી છે, તે પાકિસ્તાન વુમન્સ લીગ હોય કે પાકિસ્તાન જુનિયર લીગ હોય, તે એટલા માટે કરવામાં આવી હતી કે, અમે પૈસા કમાવવાની પ્રોપર્ટી બનાવી શકીએ જે સીધી રીતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભંડોળ પૂરું પાડે. આ પહેલ અમને ICC ફંડિંગથી દૂર લઈ જશે. જેની અત્યારે ખૂબ જ જરૂર છે.

    આ પણ વાંચો: શું તમે બહાર ફરવાનું વિચારી રહ્યા છો? ભારત પાકિસ્તાનની આ બોર્ડર તમારો પ્રવાસ બનાવી દેશે રોમાંચિત

    રમીઝે વધુમાં કહ્યું કે, ભારત પાસે ICCને આપવા માટે સંસાધનો અને સૌથી વધુ પૈસા છે. તેની સામે પાકિસ્તાનની કોઈ ગણતરી નથી. જો ભારતની માનસિકતા પાકિસ્તાનનું ભંડોળ ઘટાડવાની હશે તો આપણે ન તો અહીં રહીશું અને ન ત્યાં.

    રમીઝના આ નિવેદનથી ગુસ્સે થઈને ઇનસાઇડ સ્પોર્ટના એક અધિકારીએ કહ્યું કે, “રમીઝ એક હતાશ માણસ છે. કંઈપણ બોલતા પહેલા તેમની પાસે કોઈ તર્ક નથી હોતો. રાજકારણને ક્રિકેટ સાથે ભેળવવું ખૂબ જ ખરાબ છે. તેણે ભૂતકાળમાં પણ આવું કર્યું છે અને જો તે આવા કાર્યો કરવાનું ચાલુ રાખે છે, તો અમે તેના નિવેદનથી કોઈપણ રીતે ચિંતિત નથી."
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Indian cricket news, Pakistan cricket team, Ramiz raja

    विज्ञापन
    विज्ञापन