INDvsBan Preview: ઈડન ગાર્ડન્સ પર ઈતિહાસ રચાશે, ભારતીય ક્રિકેટનો 'ગુલાબી' અધ્યાય લખવા 'વિરાટ સેના' ઉતરશે

News18 Gujarati
Updated: November 22, 2019, 8:35 AM IST
INDvsBan Preview: ઈડન ગાર્ડન્સ પર ઈતિહાસ રચાશે, ભારતીય ક્રિકેટનો 'ગુલાબી' અધ્યાય લખવા 'વિરાટ સેના' ઉતરશે
વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે (ફાઇલ તસવીર)

પહેલીવાર પિંક બૉલથી રમી રહેલી ટીમ ઈન્ડિયા સામે આ હશે પડકારો

  • Share this:
કોલકાતા : 142 વર્ષનો ટેસ્ટ ઈતિહાસ, 2368 મેચ અને 87 વર્ષથી આ ફોર્મેટમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે... કોલાકાતા (Kolkata)ના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ (Eden Gardens) પર ભારતીય ક્રિકેટ (Indian Cricket)નો ગુલાબી ઈતિહાસ લખવામાં ટીમ ઈન્ડિયા (Team India)ને થોડુંક જ અંતર કાપવાનું છે. 2015માં ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડની વચ્ચેની મેચથી શરૂ થયેલી ડે-નાઇટ ટેસ્ટ (Day Night Test)ની આ સફર ભારતીય જમીન સુધી આવતાં-આવતાં ચાર વર્ષ લાગી ગયા. પરંતુ લાંબી રાહ જોયા બાદ આખરે ટીમ ઈન્ડિયા ગુલાબી બૉલ (Pink Ball)થી પોતાની પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે. બાંગ્લાદેશ (Bangladesh)ની વિરુદ્ધ આ મેચ શુક્રવારે 22 નવેમ્બરથી ઈડન ગાર્ડન્સ પર રમાશે. રસપ્રદ વાત એ છે કે ભારતની જેમ બાંગ્લાદેશની પણ આ પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ હશે.

સીરીઝ જીતવા પર ટીમ ઈન્ડિયાની નજર

ભારતીય ટીમ બે મેચોની સીરીઝમાં 1-0ની આગળ છે. બંને ટીમોની વચ્ચે 14 નવેમ્બરથી ઈન્દોરમાં પહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઇનિંગ અને 130 રનના મોટા અંતરથી જીત મેળવી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે મેચમાં ઓપનર મયંક અગ્રવાલ (Mayank Agarwal)એ બેવડી સદી ફટકારી હતી. આ મેચ ત્રણ દિવસમાં જ પૂરી થઈ ગઈ હતી. હવે ટીમ ઈન્ડિયાની નજર કોલકાતા ટેસ્ટ જીતીને સીરીઝ 2-0થી પોતાના નામે કરવા પર છે.

પિચની માથાકૂટ

સૂકી પિચ પર પિંક બૉલને ઘસારો નડતા તથા રંગ ઉતરવાના કારણે ઓછો દેખાવાનો ખતરો રહે છે તેથી પિર પર પૂરતી માત્રામાં લીલું ઘાસ રાખવામાં આવે છે. જોકે, આ ગ્રીનટૉપ પિચ નહીં હોય પરંતુ પિંક બૉલને ધ્યાને લઈ પિચ પર 44 એમએમનું ઘાસ રાખવામાં આવી શકે છે. ચિંતાની વાત એટલા માટે નથી કારણ કે 2015માં એડીલેડમાં રમાયેલી દુનિયાની પહેલી ડે-નાઇટ ટેસ્ટમાં પિચ પર 11 એમએમ ઘાસ રાખવામાં આવ્યું હતું. જોકે, આ મેચ ત્રણ દિવસથી ઓછા સમયમાં ખતમ થઈ ગઈ હતી.

ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ એસજી પિંક બૉલથી રમવામાં આવશે.
ઝાકળનું મહત્વ

ઝાકળ આ મેચમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે, જોકે તેની કેટલી અસર હશે, તે કહી ન શકાય. માનવામાં આવી રહ્યું છે કે ત્રીજા અને અંતિમ સત્રમાં ઝાકળ ખેલાડીઓને પરેશાન કરી શકે છે. એવામાં બૉલ પર પકડ બનાવી રાખવી ઘણી મુશ્કેલ થઈ જશે. જોકે, ઝાકળનો સામનો કરવા માટે ઝાકળ નિરોધક સ્પ્રે છાંટવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો, ડે-નાઇટ ટેસ્ટમાં ફાસ્ટ બૉલર્સનો દબદબો, આવો છે પિંક બૉલ ટેસ્ટનો રેકોર્ડ

મેચ કેટલા વાગે શરૂ થશે?

મેચ બપોરે એક વાગ્યે શરૂ થઈ જશે. પહેલું સત્ર બપોરે ત્રણ વાગ્યે ખતમ થશે. બીજું સત્ર બપોરે 3.40 વાગ્યે શરૂ થઈને 5.40 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ અંતિમ સત્ર સાંજે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. આ મેચનું સીધું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ પર કરવામાં આવશે.

આ પણ વાંચો, IND vs BAN: ઐતિહાસિક ટેસ્ટ પહેલાં Eden Gardens પિંક લાઇટમાં ઝળહળ્યું
First published: November 22, 2019, 8:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading