હૈદરાબાદ : અડધી સદી ફટકાર્યા બાદ બેટ્સમેનનું હાર્ટ અટેકથી મોત

News18 Gujarati
Updated: November 18, 2019, 11:42 AM IST
હૈદરાબાદ : અડધી સદી ફટકાર્યા બાદ બેટ્સમેનનું હાર્ટ અટેકથી મોત
મેચ દરમિયાન ક્રિકેટરનું થયું મોત. (પ્રતીકાત્મક તસવીર)

અમ્પાયરે આઉટ આપતાં વીરેન્દ્ર નાઇકે નારાજગી વ્યક્ત કરી હતી, પેવેલિયન પરત ફરતાં જ આવ્યો હાર્ટ અટેક

  • Share this:
હૈદરાબાદ : ક્રિકેટ (Cricket)ના મેદાન પર અનેકવાર દુર્ઘટનાઓ થતી રહે છે જેમાં ખેલાડી પોતાનો જીવ ગુમાવી દે છે. હૈદરાબાદ (Hyderabad)માં પણ એક ક્લબ મેચ દરમિયાન એક ક્રિકેટરનું મોત (Cricket Player Death) થઈ ગયું જોકે તેનું કારણ કોઈ દુર્ઘટના કે ઈજા નહોતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રવિવારે એક વનડે લીગ મેચ દરમિયાન 41 વર્ષીય બેટ્સમેન વીરેન્દ્ર નાઇક (Virendra Naik)નું મોત થયું. તેઓ હૈદરાબાદમાં મારડપલ્લી સ્પોર્ટિંગ ક્લબનો ખેલાડી હતા અને તેઓએ રવિવારે શાનદાર અડધી સદી પણ ફટકારી હતી પરંતુ આઉટ થયા બાદ તેઓ પેવેલિયન પરત ફર્યા અને ત્યાં તેમનું મોત થઈ ગયું.

હાર્ટ અટેકના કારણે થયું મોત!

અંગ્રેજી અખબાર ડેક્કન ક્રૉનિકલના અહેવાલ મુજબ, વીરેન્દ્ર નાઇકના મોતનું કારણ હાર્ટ અટેક છે. વીરેન્દ્રના ભાઈ અવિનાશે પોલીસને જણાવ્યું કે, વીરેન્દ્ર બ્લડપ્રેશરની દવાઓ લઈ રહ્યો હતો. વીરેન્દ્ર નાઇકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વીરેન્દ્ર નાઇક મહારાષ્ટ્રના સાવંતવાડીના રહેવાસી હતા, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વીરેન્દ્ર નાઇકનું હૈદરાબાલ ક્લબ ક્રિકેટમાં પ્રચલિત નામ હતું. (ફાઇલ તસવીર)


મોત પહેલા ફટકારી અડધી સદી

રિપોર્ટ મુજબ, વીરેન્દ્ર નાઇકે રવિવારે રમાયેલી મેચમાં 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી. વીરેન્દ્ર નાઇક વિકેટ પાછળ કેચ આઉટ થયા હતા. અહેવાલો મુજબ, વીરેન્દ્ર નાઇક અમ્પાયરના આ નિર્ણયથી નાખુશ હતા. તેમને લાગી રહ્યું હતું કે, બોલ તેમના બેટના કિનારાને નથી અડ્યો. વીરેન્દ્ર જેવા પેવેલિયન પહોંચ્યા તેમનું માથું દીવાલ સાથે ટકરાયું અને તેઓ નીચે પડી ગયા. ત્યારબાદ તેમના સાથી ખેલાડી તમને કારમાં હૉસ્પિટલ લઈ ગયા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. વીરેન્દ્રએ સિકંદરાબાદની યશોદા હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.આવું પહેલીવાર નથી બન્યું કે ક્રિકેટના મેદાન પર હાર્ટ અટેકના કારણે કોઈ ક્રિકેટરનું મોત થયું હોય. હૈદરાબાદમાં જ ગયા વર્ષે 27 જાન્યુઆરીએ એક ડે-નાઇટ મેચ દરમિયાન એન્થનીનું મોત થયું હતું. ગયા વર્ષે ભોપાલમાં પણ અરવિંદ હનોતિયા નામના ક્રિકેટરે મેદાન પર ઢળી પડ્યો હતો.

આ પણ વાંચો,

આ બોલરની વિચિત્ર એક્શન દુનિયાભરમાં છવાઈ, વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો
સ્મિથ, વોર્નર પછી બૉલ સાથે છેડછાડના મામલામાં આ ખેલાડી ફસાયો, Video વાયરલ!
First published: November 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading