અહીં ક્રિકેટની પિચને સૂકવવા માટે હજુ પણ ઉપયોગમાં લેવાય છે કોલસાવાળી ઈસ્ત્રી!

News18 Gujarati
Updated: January 20, 2020, 10:51 AM IST
અહીં ક્રિકેટની પિચને સૂકવવા માટે હજુ પણ ઉપયોગમાં લેવાય છે કોલસાવાળી ઈસ્ત્રી!
BCCI દુનિયાનું સૌથી અમીર બોર્ડ છતાંય કોલસાવાળી ઈસ્ત્રીથી પિચને સૂકવવાના પ્રયાસ

BCCI દુનિયાનું સૌથી અમીર બોર્ડ છતાંય કોલસાવાળી ઈસ્ત્રીથી પિચને સૂકવવાના પ્રયાસ

  • Share this:
અમિત ગંજૂ, કાનપુર : ક્રિકેટમાં બીસીસીઆઈ (BCCI)ને સમગ્ર વિશ્વમાં સૌથી અમીર બોર્ડ માનવામાં આવે છે, એવામાં તેની પાસે સંસાધનોની કોઈ જ કચાશ નથી. પરંતુ બીસીસીઆઈની કૂચબિહાર ટ્રૉફી મેચમાં આશ્ચર્યમાં મૂકનારી તસવીરો સામે આવી છે. જ્યાં ગ્રાઉન્ડ્સમેન કપડા પ્રેસ કરનારી કોલસાની ઈસ્ત્રીથી ભીની પિચને સૂકવતાં જોવા મળ્યા. આ હાલ કમલા ક્લબ મેદાનનો છે. જેને સમગ્રપણે ફિટ જણાવીને ગ્રીનપાર્કથી મેચ શિફ્ટ કરવામાં આવી હતી.

મૂળે, કાનપુર (Kanpur)ના કમલા ક્લબ ગ્રાઉન્ડ (Kamala Club Ground) પર ઉત્તર પ્રદેશ અને દિલ્હીની વચ્ચે કૂચબિહાર ટ્રૉફીની મેચ ચાલી રહી છે. પરંતુ મેચ પહેલા સોમવાર સવારથી જ ગ્રાઉન્ડ્સમેન મુખ્ય વિકેટને ઈસ્ત્રીથી સૂકવતાં રહ્યા. બીજી તરફ, અન્ય કર્મી કીચડને રેતીથી ઢાંકતા જોવા મળ્યા. બીસીસીઆઈ તરફથી દર વર્ષે 20થી 30 કરોડ સંસાધનો માટે ફાળવવા છતાંય યૂપીસીએ (UPCA)ના આ ગ્રાઉન્ડમાં વરસાદના કારણે ભીના મેદાનને સૂકવવા માટે કાનપુરના ઈતિહાસમાં પહેલીવાર ઈસ્ત્રીથી પિચ સૂકવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

કોલસાવાળી ઈસ્ત્રીનો ઉપયોગ ક્રિકેટના શરૂઆતના દિવસોમાં થતો હતો જ્યારે સંસાધનોનો અભાવ હતો. આજે બીસીસીઆઈ (BCCI)એ યૂપીસીએ (UPCA)ને એક સુપર સૉપર, ડ્રાયર, એર બ્લોઅર, કટ ગ્રાસ, સવા ડસ્ટ જેવા આધુનિક સંસાધન મેદાન અને વિકેટને સૂકવવા માટે આપ્યા છે. આ મામલામાં યૂપીસીએના કોઈ પણ અધિકારી કંઈ પણ બોલવાથી બચતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો, પિચ સૂકવવા માટે ઇસ્ત્રી, હેર ડ્રાયરનો ઉપયોગ, ગાંગુલીની BCCIનું નાક કપાયું, દુનિયાએ ઉડાવી મજાક!
First published: January 20, 2020, 10:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading