આ ટીમ ટી-20 મેચમાં માત્ર 8 રન બનાવી શકી, થઈ જબરદસ્ત ફજેતી

ટીમના બેટ્સમેનની વાત કરીએ તો, તેના 6 ખેલાડી તો ખાતુ ખોલ્યા વગર આઉટ થઈ ગયા.

News18 Gujarati
Updated: October 10, 2018, 5:45 PM IST
આ ટીમ ટી-20 મેચમાં માત્ર 8 રન બનાવી શકી, થઈ જબરદસ્ત ફજેતી
ટીમના બેટ્સમેનની વાત કરીએ તો, તેના 6 ખેલાડી તો ખાતુ ખોલ્યા વગર આઉટ થઈ ગયા.
News18 Gujarati
Updated: October 10, 2018, 5:45 PM IST
ટી-20 ક્રિકેટમાં સામાન્ય રીતે બોલરની ધોલાઈ થતી હોય છે, અને બેટ્સમેનનો ખૌફ વિરોધી ટીમ પર વધારે રહે છે, પરંતુ કુઆલાલંપુરમાં આઈસીસી વર્લ્ડ ટી-20ની એશિયા રીઝન ક્વાલિફાયર્સમાં એક એવી મેચ જોવા મળી જેમાં બોલર પૂરી રીતે બેટ્સમેન પર ભારે પડ્યા હતા. આ મુકાબલો મ્યાંમાર અને મલેશિયા વચ્ચે રમવામાં આવ્યો હતો, જેમાં કુલ 20 રન જ બન્યા. પહેલી બેટિંગ કરતા મ્યાંમારની ટીમ 10.1 ઓવર્સમાં 9 વિકેટ ગુમાવી માત્ર 8 રનનો જ સ્કોર બનાવી શકી. ત્યારબાદ વરસાદે મેચમાં વિઘ્ન ઉભુ કર્યું.

મેજબાન મલેશિયન ટીમને વરસાદ બંધ થયા બાદ માત્ર 6 રનનું લક્ષ્ય મળ્યું. આ ટીમે પણ 2 વિકેટ ઝડપી ખોઈ દીધી. મલેશિયાની શરૂઆત ખરાબ રહી અને પહેલી જ ઓવરમાં તેના ઓપનર્સ ખાતુ ખોલ્યા વગર જ પોવેલિયન પાછા ફર્યા. જોકે, ત્યારબાદ સુહાન અલાગારાથનમે છગ્ગો ફટકારી મલેશિયાને 1.4 ઓવરમાં 8 વિકેટે જીત અપાવી દીધી.મ્યાંમાર ટીમના બેટ્સમેનની વાત કરીએ તો, તેના 6 ખેલાડી તો ખાતુ ખોલ્યા વગર આઉટ થઈ ગયા. મલેશિયાના ડાભા હાથના સ્પિનર પવનદીપ સિંહે 4 ઓવરમાં 1 રન આપી પાંચ વિકેટ લીધી. આ સ્પીનરે 3 ઓવર મેડન ફેંકી. મ્યાંમાર તરફથી 8 રનમાં એક પણ બાઉન્ડ્રી ના લાગી. તમામ રન સિંગલ જ આવ્યા.
First published: October 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...