પાકિસ્તાનના આ 18 વર્ષના બોલરે આવી રીતે જીત્યા લોકોના દિલ

પાકિસ્તાની ફાસ્ટ બોલર

હુસનૈને રવિવારે પાકિસ્તાન સુપર લીગમાં ફાઇલનમાં ત્રણ વિકેટ લઇને લોકોનું દિલ જીતી લીધું હતું.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ ગત કેટલાય દશકોથી ક્રિકેટ જગતમાં એક પરંપરા રહી છે કે પાકિસ્તાનના કોઇના કોઇ ફાસ્ટ બોલર પ્રકાશમાં રહ્યા છે. આ સિલસિલામાં એક ફાસ્ટ બોલર 18 વર્ષના મોહમ્મદ હુસનૈન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. હુસનૈને રવિવારે પાકિસ્તાન સુપર લીગમાં ફાઇલનમાં ત્રણ વિકેટ લઇને લોકોનું દિલ જીતી લીધું હતું.

  ત્રણ વિકેટ લઇને હુસનૈને ક્વેટા ગ્લેડિએટર્સના પાકિસ્તાન સુપર લીગના ચેમ્પિયન બન્યા હતા. ક્રિકેટ જગતમાં ક્વેટાગ્લેડિએટર્સનો ખિતાબ જીતથી વધારે ચર્ચામાં 18 વર્ષના મોહમ્મદ હસનૈન રહ્યા હતા. દરેક લોકો તેને પાકિસ્તાનની ક્રિકટ જગતનું ભવિષ્ય ગણાવતા હતા.

  હુસનૈનની બોલની સ્પીડ અને કંટ્રોલના લોકો વખાણ કરી રહ્યા છે. છેલ્લા દિવસોમાં ઓસ્ટ્રેલિયાના આલરાઉન્ડર શેન વોટ્સેન પણ હુસનૈનના ભારે વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોઇપણ બેટ્સમેન માટે તેમનો સામનો કરવો મુશ્કેલ પડકાર રહેશે.

  આ પણ વાંચોઃ-આ ખેલાડીએ ખોલ્યું રહસ્ય, ધોનીએ મને ઘણી વખત ડ્રોપ થવાથી બચાવ્યો

  હુસનૈન પાકિસ્તાનના હૈદરાબાદ સાથે સંબંધ ધરાવે છે. માનવામાં આવે છે કે અત્યારે તેઓ પાકિસ્તાનના તરફથી સૌથી ફાસ્ટ બોલ નાખનાર બોલર છે. વર્ષ 2016માં અંડર 19 એશિયા કપમાં પણ તેમણે ધમાલ મચાવી હતી. ગત સિઝનમાં તેમણે પાકિસ્તાન ટેલીવિઝન માટે બે ફર્સ્ટક્લાસ મેચ રમી હતી.

  હુસનૈન આ વખતના વર્લ્ડ કપમાં પણ તક મળી શકે છે. પાકિસ્તાન સુપર લીગમાં શાનદાર બોલર બાદ હુસનૈનને અત્યારે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સિરિઝમાં તક મળશે.
  Published by:ankit patel
  First published: