દીકરી કરી રહી હતી હિન્દુઓની જેમ આરતી, શાહિદ આફ્રિદીએ ગુસ્સામાં તોડી દીધું ટીવી

News18 Gujarati
Updated: December 30, 2019, 9:05 AM IST
દીકરી કરી રહી હતી હિન્દુઓની જેમ આરતી, શાહિદ આફ્રિદીએ ગુસ્સામાં તોડી દીધું ટીવી
શાહિદ આફ્રિદીએ કરેલા ચોંકાવનારા ખુલાસાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. (ફાઇલ તસવીર)

શાહિદ આફ્રિદી ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, તેના નિવેદનથી પાકિસ્તાનની ધર્મનિરપેક્ષતા પર સવાલ ઊઠ્યા છે

  • Share this:
કરાચી : દાનિશ કનેરિયા (Danish Kaneria)નો મામલો સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થતાં ભેદભાવનો ખુલાસો થયો હતો, પરંતુ હવે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Shahid Afridi)એ એક એવી વાત જણાવી છે જેનાથી ફરી એકવાર પાકિસ્તાનની ધર્મનિરપેક્ષતા પર સવાલ ઊભા થયા છે. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં શાહિદ આફ્રિદીએ ખુલાસો કર્યો કે એક વાર તેની દીકરી આરતી કરી રહી હતી, તે જોઈ શાહિદ આફ્રિદી ભડકો ગયો અને તેણે ગુસ્સામાં આવીને ટીવી તોડી દીધું.

આફ્રિદીનું વિવાદાસ્પદ નિવેદન

શાહિદી આફ્રિદી એ પાકિસ્તાનની ચેનલ ARY ન્યૂઝ પર મહેમાન તરીકે બેઠો હતો, જ્યાં તેણે શૉની હૉસ્ટ નિદા નાસિરને જણાવ્યું કે કેવી રીતે તેણે પોતાની દીકરીને આરતી કરતાં જોઈ તો ગુસ્સામાં આવીને ટીવી તોડી દીધું હતું. આફ્રિદીએ ખુલાસો કર્યો કે તેની દીકરી ભારતીય ટીવી શૉ જોયા બાદ આરતીની થાળી લઈને તેને ફેરવી રહી હતી, જેનાથી તેનો પારો ચઢી ગયો હતો. આફ્રિદીના આ ખુલાસા બાદ હૉસ્ટથી લઈને તમામ લોકો હસવા લાગ્યા.

દાનિશ મામલે પાકિસ્તાનમાં બબાલ

નોંધનીય છે કે, શાહિદ આફ્રિદીનો આ વીડિયો 2017નો છે, પરંતુ આ વીડિયો હાલ દાનિશ કનેરિયા (Danish Kaneria)ના મામલા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હાલમાં જ પાકિસ્તાનના લૅગ સ્પીનર દાનિશ કનેરિયાએ ખુલાસો કર્યો હતો કે જ્યારે તે પાકિસ્તાનની ટીમમાં હતો, તો કેટલાક ખેલાડી તેની સાથે ભેદભાવ કરતા હતા. કનેરિયાથી પહેલા આ વાત શોએબ અખ્તર (Shoaib Akhtar)એ કહી હતી, ત્યારબાદ તે પોતાની વાતથી ફરી ગયો હતો. પાકિસ્તાનના બીજા અનેક મોટા ક્રિકેટર્સ જેમ કે ઈન્ઝમામ ઉલ હક (Inzamam-ul-Haq) અને વકાર યૂનિસ (Waqar Younis)એ પણ દાનિશ કનેરિયાના દાવાનો ખોટો કરાર કર્યો હતો.

દાનિશ કનેરિયાએ પાકિસ્તાન માટે 61 ટેસ્ટ અને 18 વનડે રમી છે. (ફાઇલ તસવીર)


નોંધનીય છે કે, દાનિશ કનેરિયા પાકિસ્તાન માટે રમનારો બીજો હિન્દુ ક્રિકેટર (Hindu Cricketer) હતો. પોતાના મામા અનિલ દલપત (Anil Dalpat) બાદ પાકિસ્તાન માટે રમનારા બીજા હિન્દુ કનેરિયાએ પાકિસ્તાન માટે 61 ટેસ્ટમાં 261 વિકેટ ઝડપી છે. કનેરિયા 2009માં કાઉન્ટી મેચ દરમિયાન સ્પૉટ ફિક્સીંગનો દોષી પુરવાર થયો હતો. દાનિશ અસેક્સ માટે કાઉન્ટી ક્રિકેટ રમતો હતો.

આ પણ વાંચો,

સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન, 'પહેલી નજરે જ હરભજન સિંહ સાથે પ્રેમ થઈ ગયો હતો!'
ઈશાંત શર્માએ ધોનીની કેપ્ટન્સી પર સવાલ ઉઠાવ્યા, કહ્યું- વિરાટની કેપ્ટન્સીમાં મજા આવે છે!
First published: December 30, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading