ભારતીય ફેન પાસે ન્હોતા મેચ જોવાના પૈસા, આ પાકિસ્તાનીએ મોકલી ફ્લાઇટની ટિકિટ

News18 Gujarati
Updated: September 20, 2018, 8:39 AM IST
ભારતીય ફેન પાસે ન્હોતા મેચ જોવાના પૈસા, આ પાકિસ્તાનીએ મોકલી ફ્લાઇટની ટિકિટ
ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ

પાકિસ્તાનના એક ક્રિકેટ ફેને ભારતીય ક્રિકેટ ફેન માટે મેની ટિકિટ જ ખરીદી નથી પરંતુ દુબઇ આવવા જવા માટે ફ્લાઇટની ટિકિટ પણ બુક કરાવી હતી.

  • Share this:
ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઇમાં એશિયા કપ 2018 મેચ દરમિયાન બંને દેશોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચને જોવા માટે હજારો ફેન્સ પહોંચ્યા હતા. આમ બંને દેશો વચ્ચે ગરમાગરમીનો માહોલ હોય છે. પરંતુ આ દરમિયાન એક એવી ઘટના બની જે ઇન્ટરનેશનલ મીડિયામાં છવાઇ ગઇ છે. પાકિસ્તાનના એક ક્રિકેટ ફેને ભારતીય ક્રિકેટ ફેન માટે મેની ટિકિટ જ ખરીદી નથી પરંતુ દુબઇ આવવા જવા માટે ફ્લાઇટની ટિકિટ પણ બુક કરાવી હતી.

અલીઝ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ચાચા શિકાગોના નામથી પ્રખ્યાત પાકિસ્તાની ક્રિકેટ ફેન બશીરે સુધીર ગૌતમ માટે મેચ અને ફ્લાઇટ્સ ટિકિટ ખરીદી હતી. સુધીર, સચિન તેન્ડુલકરનો ફેન છે. સુધીર પાસે પૈસા ન હોવાના કારણે તેનું દુબઇ જવાનું અશક્ય લાગતું હતું. આ અંગે બશીરને xtratime.in વેબસાઇટને જણાવ્યું હતું કે, "આ પ્રેમ છે. પૈસા આવશે અને જશે. મેં સુધીરને કહ્યું કે, તમે અહીં આવો અને બાકીની વ્યવસ્થા હું કરીશ. હું અમિર નથી પરંતુ મારું દિલ સમુદ્ર જેટલું મોટું છે. હું તમારી મદદ કરીશ તો અલ્હા ખુશ થશે."

સુધીર પાસે ન્હોતા દુબઇ આવવાના પૈસા

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સુધીર ગૌતમે બશીર સામે પોતાની નબળી હાલત વિશે જણાવ્યું હતું. તે યુએઇ આવવા માટે અ સમર્થ હતો. ત્યારબાદ બશીરે તેમના માટે બધી જ વ્યવસ્થા કરી દીધી હતી. સુધીરે કહ્યું કે, "મેં વિઝાની વ્યવસ્થા કરી અને ચાચાએ મને રિટર્ન ફ્લાઇટ ટિકિટ મોકલી દીધી. હું અહીં મારી ટીમનો ઉત્સાહ વધારવા માટે આવ્યો છું. ચાચા મારા સંપૂર્ણ ખર્ચનો ખ્લા રાખી રહ્યા છે. "

ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું

ભુવનેશ્વર કુમાર અને કેદાર જાધવના તરખાટ બાદ રોહિત શર્માની અડધી સદી (51) અને શિખર ધવન (46)ની ઉપયોગી બેટિંગની મદદથી ભારતે એશિયા કપમાં પાકિસ્તાન સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 43.1 ઓવરમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ભારતે 29 ઓવરમાં 2 વિકેટે 164 રન બનાવી લીધા હતા.
First published: September 20, 2018, 8:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading