મોટો ખુલાસો : પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમને રૂમમાં 'કેદ' કરી હતી, ઘરે પહોંચી વ્યથા વ્યક્ત કરી

શ્રીલંકાની ટીમે ટી-20 સીરીઝમાં ક્લીન સ્વીપ કર્યુ હતું.

2009માં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી હતી

 • Share this:
  લાહોર : લાંબા સમય બાદ પાકિસ્તાન (Pakistan)માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ. 2009માં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદથી જ બાકી ટીમોએ પણ પાકિસ્તાનનો પ્રવાસ કરવાની ના પાડી દીધી હતી. તેના 10 વર્ષ બાદ શ્રીલંકા ટીમ (Sri lanka Team)એ મોટું પગલું ભરતાં હાલમાં જ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો. જોકે, સુરક્ષા કારણોને લીધે શ્રીલંકા ટીમના 10 મોટા ખેલાડી પ્રવાસ પર નહોતા ગયા. પાકિસ્તાને શ્રીલંકાને ઉચ્ચ કક્ષાની સુરક્ષા પૂરી પાડી હતી. કડક સુરક્ષાની વચ્ચે પાકિસ્તાને ત્રણ વનડે મેચોની સીરીઝ 2-0થી પોતાના નામે કરી હતી, પરંતુ ટી-20 સીરીઝમાં શ્રીલંકાની યુવા ટીમે ક્લિન સ્વીપ કર્યુ હતું. આ સીરીઝ ખતમ થયા બાદ શ્રીલંકાની ટીમ અને અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા માટે મેજબાનનો આભાર વ્યક્ત કર્યો. સમગ્ર દુનિયામાં આ સીરીઝની ચર્ચા થઈ, પરંતુ શ્રીલંકાની ટીમ ઘર પહોંચતાં ત્યાંની હકીકત સામે આવી.

  પાકિસ્તાનના એક પત્રકારે ટ્વિટ કરીને જણાવ્યું કે, શ્રીલંકન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શમ્મી સિલ્વા (Shammi Silva) આ બધાથી ખુશ નથી. સિલ્વાનું કહેવું છે કે કડક સુરક્ષાના કારણે શ્રીલંકાની ટીમને પૂરો સમય હોટલના રૂમમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તેઓએ આ સમયની પોતાની નિરાશા વિશે પણ જણાવ્યું, જ્યારે તેઓ પાકિસ્તાનમાં રોકાયા હતા.

  કડક સુરક્ષાના કારણે શ્રીલંકાની ટીમને હોટલના રૂમમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું હતું.


  શ્રીલંકાની ટીમને આઈસીસી ટેસ્ટ ચેમ્પિયશિપ (ICC Test Championship) હેઠળ પાકિસ્તાનની સાથે ત્રણ મેચોની સીરીઝ રમવાની છે. સિલ્વાએ કહ્યુ કે, તેઓ ખેલાડીઓ અને સ્ટાફ સાથે વાત કર્યા બાદ તેની પર કોઈ નિર્ણય લેશે. ટેસ્ટ સીરીઝ જોકે યૂએઈમાં રમાશે, પરંતુ જો શ્રીલંકાની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરવા માંગશે તો સીરીઝને ત્યાં શિફ્ટ કરી દેવામાં આવશે. સિલ્વાએ કહ્યુ કે આ પ્રવાસ પર ત્રણથી ચાર દિવસ રૂમમાં રહીને પરેશાન થઈ ગયા હતા.

  આ પણ વાંચો,

  સર્જરી બાદ હાર્દિક પંડ્યા આવી રીતે ચાલ્યો Baby Steps
  દુનિયાના ડરથી છુપાવી રાખ્યો સંબંધ, હવે આ બે ક્રિકેટરે કરી સગાઈની જાહેરાત
  Published by:Mrunal Bhojak
  First published: