પાકિસ્તાનનો આ મોટો ક્રિકેટર બોલ્યો- જય શ્રીરામ, પ્રશંસકોએ કહ્યું, આખું ભારત તારી સાથે!

News18 Gujarati
Updated: December 30, 2019, 2:00 PM IST
પાકિસ્તાનનો આ મોટો ક્રિકેટર બોલ્યો- જય શ્રીરામ, પ્રશંસકોએ કહ્યું, આખું ભારત તારી સાથે!
દાનિશ કનેરિયાએ યૂટ્યૂબ વીડિયોમાં કહ્યું, જય શ્રીરામ. (ફાઇલ તસવીર)

પોતાની સાથે થયેલા ભેદભાવની વાત કરનારો દાનિશ કનેરિયા YouTube ચેનલના વીડિયોની શરૂઆતમાં જય શ્રીરામ બોલી રહ્યો છે

  • Share this:
નવી દિલ્હી : પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો સ્પિનર દાનિશ કનેરિયા (Danish Kaneria) ફરી એકવાર ચર્ચામાં છે. દાનિશ કનેરિયાએ પોતાના યૂ-ટ્યૂબ ચેનલ (YouTube Channel) પર એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં તે જય શ્રીરામ (Jai Shri Ram) કહેતા જોવા મળે છે. રવિવારે અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં દાનિશ કનેરિયાએ જય શ્રીરામ કહીને વીડિયોની શરૂઆત કરી. દાનિશ કનેરિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Social Media Viral) થઈ ગયો છે જેમાં ભારતના પ્રશંસકો તેનું સમર્થન કરી રહ્યા છે. અનેક પ્રશંસકોએ કોમેન્ટ કરી કહ્યું કે, સમગ્ર હિન્દુસ્તાન તમારી સાથે છે. નોંધનીય છે કે, દાનિશ કનેરિયા પહેલા પણ અનેક વીડિયોમાં જય શ્રીરામ કહી ચૂક્યો છે.

શું દાનિશનું નામ દિનેશ હતું?

નોંધનીય છે કે, દાનિશ કનેરિયા પાકિસ્તાન માટે રમનારો માત્ર બીજો હિન્દુ ક્રિકેટર છે. પોતાના નવા વીડિયોમાં દાનિશ કનેરિયાએ પોતાના નામને લઈ પ્રશંસકોને જવાબ આપ્યો. દાનિશ કનેરિયાએ જણાવ્યું કે, અનેક પ્રશંસકો તેને પૂછી રહ્યા હતા કે શું તેણે પાકિસ્તાનમાં રહેવાના કાણે પોતાનું નામ બદલ્યું? શું તેનું નામ દિનેશ હતું? જેની પર દાનિશ કનેરિયાએ પોતાની વાત પ્રશંસકો સામે રજૂ કરી.

દાનિશ કનેરિયાએ કહ્યું કે, મેં ક્યારેય મારું નામ બદલ્યું નથી. મારા માતા-પિતા અને મારા પિતાના મિત્ર, જેઓએ પહેલીવાર મારી લેગ સ્પિનની પ્રતિભાને ઓળખી, તેઓએ મારું નામ દાનિશ રાખ્યું હતું. દાનિશ એક ફારસી નામ છે.

પીસીબીએ દાનિશની મદદ ન કરી

દાનિશ કનેરિયાએ પોતાના વીડિયોમાં વધુમાં કહ્યું કે, જ્યારે 2010માં મારું નામ મેચ ફિક્સંગમાં આવ્યું હતું તો મને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કેન્દ્રીય અનુબંધ આપ્યું હતું. ઈંગ્લેન્ડમાં ફિક્સિંગ કેસમાં ફસાયા બાદ મેં પીસીબી ઑફિસમાં ફોન કર્યો પરંતુ તેઓએ મારી મદદ ન કરી અને કહ્યું કે આ તમારો અંગત મામલો છે, જાતે જ તેનો સામનો કરો.
દાનિશ કનેરિયા પાકિસ્તાનનો સૌથી સફળ ટેસ્ટ સ્પિનર છે. (ફાઇલ તસવીર)


દાનિશે આગળ કહ્યું કે, મેં પીસીબીને પિતાતુલ્‍ય સમજ્યું, મને આશા હતી કે પીસીબી મુશ્કેલીના સમયમાં મારી સાથે ઊભી રહેશે. હવે તો મેં તમામ આરોપ માની લીધા છે. જે રીતે પીસીબી બીજા ફિક્સિંગમાં ફસાયેલા ખેલાડીઓનો સાથ આપી રહી છે તેવી જ રીતે થોડોક મને પણ આપો.

દાનિશના ખુલાસાથી પાકિસ્તાનમાં હોબાળો

ઉલ્લેખનીય છે કે, દાનિશ કનેરિયાના ખુલાસા બાદથી હાલમાં પાકિસ્તાનમાં હોબાળો થઈ ગયો છે. મૂળે, દાનિશ કનેરિયાએ ખુલાસો કર્યો હતો કે જ્યારે તે પાકિસ્તાનની ટીમમાં હતો તો કેટલાક ખેલાડી તેની સાથે ભેદભાવ કરતાં હતાં. તેને હિન્દુ હોવાના કારણે ખરાબ વ્યવહાર સહન કરવો પડ્યો. શોએબ અખ્તરે સૌથી પહેલા દાનિશ કનેરિયા વિશે ખુલાસો કર્યો હતો. જોકે, ત્યારબાદ તે પોતાની વાતથી ફરી ગયો હતો.

આ પણ વાંચો,

દીકરી કરી રહી હતી હિન્દુઓની જેમ આરતી, શાહિદ આફ્રિદીએ ગુસ્સામાં તોડી દીધું ટીવી
સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન, 'પહેલી નજરે જ હરભજન સિંહ સાથે પ્રેમ થઈ ગયો હતો!'
First published: December 30, 2019
વધુ વાંચો
अगली ख़बर