એશિયા કપ 15 સપ્ટેમ્બરથી યૂએઈમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ માટે પાંચ ટીમોએ ડાયરેક્ટ એન્ટ્રી લીધી છે, અને એક ટીમ ક્વોલિફાયર થઈ ટૂર્નામેન્ટમાં સામેલ થશે. આ ટૂર્નામેન્ટ માટે ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. જ્યારે પાકિસ્તાને હજુ ટીમની જાહેરાત કરવાની બાકી છે. પાકિસ્તાન પોતાની પહેલી મેચ ક્વોલિફાયર વિરુદ્ધ 16 સપ્ટેમ્બરે રમશે. આ બધા વચ્ચે પાકિસ્તાન ટીમના ઓલરાઉન્ડર ઈમામ વસીમ યો યો ટ્સેટમાં ફેઈલ થઈ ગયો છે. આજકાલ ક્રિકેટર્સના ફિટનેસ પર વધારે ધ્યાન આપવામાં આવે છે અને આ દિશામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પમ પોતાના નિયમ સખત કરી દીધા છે. પાકિસ્તાન ક્રિકેટે યો યો ટેસ્ટ માટે મર્યાદા 17.4ની નક્કી કરી છે. ઈમામ વસીમ 0.2ના માર્જિનથી આ ટેસ્ટમાં ફેઈલ થઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 29 વર્ષીય ઈમામ વસીમ એક દિવસ બાદ ફરીથી ફિટનેસ ટેસ્ટમાં સામેલ થશે. સોમવારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના 18 ખેલાડી ફિટનેસ કેમ્પમાં સામેલ થયા જેમાં 17 ખેલાડી યો યો ટેસ્ટ પાસ કરવામાં સફળ રહ્યા. યો યો ટેસ્ટ લગભગ દરેક ક્રિકેટ રમનાર દેશમાં સિલેક્શનના ક્રાઈટએરિયા તરીકે લાગૂ કરી દેવામાં આવ્યો છે. ભારતમાં યો યો ટેસ્ટનો સ્કોર પાકિસ્તાન કરતા ઓછો 16.1 છે, પરંતુ તો પણ કેટલાએ ખેલાડી આ ટેસ્ટને પાસ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આમ તો ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ ક્રિકેટ બોર્ડે આના સ્ટાન્ડર્ડને 19 સુધી સેટ કરેલી છે.
જેમ કે એશિયા કપ માટે લગભગ દોઢ અઠવાડિયાનો સમય બાકી રહી ગયો છે. એવામાં ઈમામ વસીમ પૂરૂ જોર લગાવીને ટેસ્ટ પાસ કરવા માંગશે. વસીમ હાલમાં જ સીપીએલમાં આંદ્રે રસેલની કપ્તાનીવાળી ટીમ જમૈકા તાલાવાહમાં રમ્યો હતો. તે સમયે તેણે 7 મેચમાં 6 વિકેટ લીધી હતી. આ સિવાય તે ટીમનો સારો ખેલાડી પણ સાબિત થયો હતો. તેણે 6.74ના રન રેટથી જ રન ખર્ચ કર્યા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર