એક જ છેડે પહોંચ્યા 2 પાકિસ્તાની બેટ્સમેન, રન આઉટનો આ વીડિયો જોઈ હસી-હસીને પેટ દુઃખી જશે

એક જ છેડે પહોંચ્યા 2 પાકિસ્તાની બેટ્સમેન, રન આઉટનો આ વીડિયો જોઈ હસી-હસીને પેટ દુઃખી જશે
ઝિમ્બાબ્વે સામે ઈમામ-ઉલ-હક એવી રીતે રન આઉટ થયો કે તેનો વીડિયો સોશિયલ મીડિયા થયો વાયરલ

ઝિમ્બાબ્વે સામે ઈમામ-ઉલ-હક એવી રીતે રન આઉટ થયો કે તેનો વીડિયો સોશિયલ મીડિયા થયો વાયરલ

 • Share this:
  રાવલપિંડીઃ કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણ દરમિયાન પહેલીવાર પાકિસ્તાન (Pakistan)માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાઈ રહ્યું છે. ઝિમ્બાબ્વે (Zimbabwe)ની વિરુદ્ધ વનડે સીરીઝની પહેલી મેચમાં પાકિસ્તાનને 26 રનથી જીત મળી ગઈ. આ મેચમાં પાકિસ્તાનની જીતની સાથે ચર્ચા ઈમામ ઉલ હક (Imam-ul-Haq)ના રન આઉટની થઈ રહી છે. એક એવો રન આઉટ જેને જોઈને તમે પોતાના હાસ્ય પર કાબૂ નહીં રાખી શકો. રન આઉટનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

  આ કેવો રન આઉટ?  પાકિસ્તાનની ઇનિંગની 26મી ઓવર ચાલી રહી હતી. બેટિંગના મોરચે હતો ઇમામ-ઉલ-હક અને હારિસ સોહેલ. જ્યારે બોલિંગની જવાબદારી સંભાળી રહ્યો હતો, ઝિમ્બાબ્વેનો સિકંદર રજા. ઇમામ ઉલે રજાના બોલને બેકવર્ડ પોઇન્ટની તરફ રમ્યો. નોન સ્ટ્રાઇકર પર ઊભેલા સોહેલ એક રન માટે દોડ્યો. ઈમામને પણ તેણે દોડવાનો ઈશારો કર્યો. પરંતુ ત્રણ-ચાર ડગલા ભાગ્યા બાદ ઈમામને લાગ્યું કે તે રન પૂરો નહીં કરી શકે. એવામાં તે પોતાની ક્રીઝ તરફ પરત ફરવા લાગ્યો, પરંતુ સોહેલ રોકાયો નહીં. જેથી બંને બેટ્સમેન એક જ છેડે પહોંચી ગયા. ત્યારબાદ તો એવું લાગ્યું કે બંનેની વચ્ચે ક્રીઝમાં પહોંચવા માટે હોડ લાગી ગઈ છે. પૂરી તાકાત લગાવ્યા બાદ પણ ઈમામ ક્રીઝમાં ન પહોંચી શક્યો.

  આ પણ વાંચો, 4 વર્ષની બાળકીએ ગાયું વંદે માતરમ, PM મોદીએ વીડિયો શૅર કરી કહ્યું- ગર્વ છે

  વાયરલ થયો વીડિયો- રન આઉટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકો ખૂબ શૅર કરી રહ્યા છે.

  આ પણ વાંચો, LPG રાંધણ ગેસ સિલેન્ડરના ભાવ જાહેર, ફટાફટ જાણો શું છે નવેમ્બરના નવા Rates

  પાકિસ્તાનની જીત

  પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં આઠ વિકેટ પર 281 રન કર્યા. પાકિસ્તાન તરફથી હારિસ સોહેલે 71 જ્યારે ઈમામ ઉલ હકે 58 રનની ઇનિંગ રમી. ઝિમ્બાબ્વે તરફથી બ્લેસિંગ મુજરબાની અને તેંડઇ ચિસોરોએ બે-બે વિકેટ ઝડપી. તેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ બ્રેન્ડન ટેલર (112)ની સદી ઉપરાંત વેસ્લી માધવેરે (55) અને ક્રેગ ઇરવિન (41)ની ઇનિંગને કારણે લક્ષ્યની નજીક પહોંચી, પરંતુ આફ્રિદી (49 રન આપી 5 વિકેટ) અને વહાબ (41 રન આપી 4 વિકેટ)એ અંતે મહેમાન ટીમને 49.4 ઓવરમાં 255 રને ઓલ આઉટ કરી દીધી.
  Published by:Mrunal Bhojak
  First published:November 01, 2020, 11:20 IST

  ટૉપ ન્યૂઝ