Home /News /sport /ભારતીય ક્રિકેટરોને માત્ર કોવિશીલ્ડ વેક્સીન લેવાની સલાહ, જાણો શું છે કારણ

ભારતીય ક્રિકેટરોને માત્ર કોવિશીલ્ડ વેક્સીન લેવાની સલાહ, જાણો શું છે કારણ

ટીમ ઈન્ડિયાને આગામી મહિને WTC ફાઇનલ રમવા ઈંગ્લેન્ડ જવાનું છે. (ફાઇલ તસવીર- AFP)

કોવિશીલ્ડ વેક્સીન લેવી માત્ર એવા જ ક્રિકેટરોને જરૂરી છે જે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ઈંગ્લેન્ડ સીરીઝનો હિસ્સો હોઈ શકે છે

    નવી દિલ્હી. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 14મી સીઝન સમયથી પહેલા સમાપ્ત થઈ ગઈ. હવે ભારતીય ખેલાડીઓને આગામી મહિને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)ની ફાઇનલ મેચ રમવા ઈંગ્લેન્ડ (England) જવાનું છે. આ પહેલા ભારતીય ખેલાડીઓ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી શકશે. આ દરમિયાન એવી ચર્ચા ચાલી રહી છે કે ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડના પ્રવાસે જતાં પહેલા કોરોના વાયરસની વેક્સીન (Corona Vaccine) લઈ શકે છે. એક રિપોર્ટ મુજબ ભારતીય ખેલાડી સંભવતઃ કોવિશીલ્ડ (Covishield)ની વેક્સીન લેશે. ભારત સરકારે પહેલી મેથી 18 વર્ષથી ઉપરના લોકોને પણ વેક્સીન આપવાની શરૂઆત કરી છે. તેનાથી ભારતીય ખેલાડી પણ તેના વ્યાપમાં આવી ગયા છે. પહેલા કહેવામાં આવતું હતું કે ભારતીય ખેલાડીઓને (Team India) આઇપીએલની વચ્ચે જ વેક્સીન આપવામાં આવશે. પરંતુ આઇપીએલ સ્થગિત થવાના કારણે આ યોજના ખોરંભાઈ ગઈ હતી.

    વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જતાં પહેલા શું બીસીસીઆઇની ભારતીય ક્રિકેટરોને વેક્સીન આપવાની કોઈ યોજના છે? તેની પર સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હવે તેમની પાસે સમય છે. તેઓ વ્યક્તિગત રીતે પોતાનું વેક્સીનેશન કરાવી શકે છે, કારણ કે રાજ્ય સરકારો આ કરી રહી છે. તમામ ખેલાડી પોતપોતાના ઘરે જતા રહ્યા છે, તેથી એ જ સરળ અને યોગ્ય રીત છે. જોકે ખેલાડીઓને માત્ર કોવિશીલ્ડ વેક્સીન લેવાની સલાહ આપવામાં આવી છે. કોવિશીલ્ડ લેવી માત્ર એવા જ ક્રિકેટરોને જરૂરી છે જે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ઈંગ્લેન્ડ સીરીઝનો હિસ્સો હોઈ શકે છે. જો ભારતીય ખેલાડી અહીં કોવિશીલ્ડનો પહેલો ડોઝ ભારતમાં લે છે તો તેમની પાસે બીજો ડોઝ લેવાનો સમય નહીં હોય. જોકે કોવિશીલ્ડ ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સીન છે તો ઈંગ્લેન્ડમાં રહેવા દરમિયાન ભારતીય ખેલાડી તેનો બીજો ડોઝ લઈ શકે છે.

    આ પણ વાંચો, ડિવિલિયર્સ આગામી મહિને કરશે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી, ગ્રીમ સ્મિથે કહી આ વાત!

    'ટાઇમ્સ ઓફ ઈન્ડિયા' અખબારમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, એવી સલાહ આપવામાં આવી છે કે ખેલાડી ભારતમાં કોવિશીલ્ડ લે કારણ કે તે ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સીન છે. ખેલાડીઓને ઇંગ્લેન્ડમાં બીજો ડોઝ મળી શકે છે.

    આ પણ વાંચો, Monsoon 2021 Update: કેરળમાં પહેલી જૂને ચોમાસું કરશે ‘મંગળ પ્રવેશ’, 98% સુધી વરસાદનું અનુમાન

    " isDesktop="true" id="1094341" >


    નોંધનીય છે કે, કોવિડ-19 વેક્સીનેશન ગાઇડલાઇન્સ મુજબ કોરોના વાયરસની કોઈ પણ વેક્સીનના બે ડોઝ લેવા અનિવાર્ય છે. જો કોઈએ કોવેક્સીનનો પહેલો ડોઝ લીધો છે તો તેને બીજો ડોઝ પણ કોવેક્સીનનો જ લેવો પડે. તેથી ભારતીય ક્રિકેટરોને કોવિશીલ્ડ વેક્સીન લેવા માટે કહેવામાં આવી રહ્યું છે. ભારતીય ટીમ લગભગ ચાર મહિના ઈંગ્લેન્ડમાં રહેશે તો એવામાં ત્યાં તેઓ સરળતાથી કોવિશીલ્ડનો બીજો ડોઝ લઈ શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Corona vaccine, Covishield, England, Oxford AstraZeneca vaccine, Sourav ganguly, Team india, ક્રિકેટ, બીસીસીઆઇ, સ્પોર્ટસ

    विज्ञापन
    विज्ञापन