Home /News /sport /

VIDEO: શેન વોર્ને આજે જ ફેંક્યો હતો બોલ ઓફ ધ સેન્ચુરી, 90 ડિગ્રી ફર્યો હતો બોલ

VIDEO: શેન વોર્ને આજે જ ફેંક્યો હતો બોલ ઓફ ધ સેન્ચુરી, 90 ડિગ્રી ફર્યો હતો બોલ

શેન વોર્ને ટેસ્ટ ક્રિકેટમાં 708 વિકેટ લીધી છે. (તસવીર સાભાર- shanewarne23)

એશિઝ શ્રેણીમાં વોર્ને ઇંગ્લેન્ડના બેટ્સમેન માઇક ગેટિંગને ક્લીન બોલ્ડ કર્યો હતો, આ બોલે 90 ડિગ્રી ટર્ન લીધા હતો, જુઓ વીડિયો

નવી દિલ્હી. ઑસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્ન (Shane Warne)એ 14 વર્ષ પહેલા છેલ્લી ટેસ્ટ રમી હતી, પરંતુ આજે પણ તેની 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી' (Ball of the Century) વિશે ઘણી વાર ચર્ચા થાય છે. ટેસ્ટ ક્રિકેટ (Test Cricket)માં 700થી વધુ વિકેટ લેનાર વોર્ન એકમાત્ર લેગ સ્પિનર (Leg Spinner) છે. આજથી 28 વર્ષ પહેલા માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ (England) સામેની માન્ચેસ્ટરમાં રમાયેલી એશિઝ શ્રેણી (Ashes Series)ની ટેસ્ટ મેચમાં વોર્ને ઇંગ્લેન્ડના બેટ્સમેન માઇક ગેટિંગ (Mike Gatting)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ બોલે 90 ડિગ્રી ટર્ન લીધા પછી ગેટિંગના ઓફ સ્ટમ્પને ઉખાડી નાંખ્યો હતો.

વોર્ને 1992માં સિડનીમાં ભારત સામે ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી. તે પ્રથમ ટેસ્ટમાં વધારે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો અને માત્ર એક વિકેટ ઝડપી હતી. એશિઝ શ્રેણીમાં ડેબ્યુ કરતા પહેલા વોર્ન એવરેજ લેગ સ્પિનર હતો અને તેણે 11 ટેસ્ટમાં 32 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તે ફક્ત એક જ વાર પાંચ કે તેથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. 1992ના બોક્સીંગ ડે ટેસ્ટમાં વોર્ને વેસ્ટ ઇન્ડીઝ સામે 52 રનમાં 7 વિકેટ લીધી હતી. વોર્નની વાસ્તવિક પ્રતિભા એશિઝ શ્રેણીમાં સામે આવી હતી. તેની પ્રથમ એશિઝ સિરીઝમાં વોર્ને 5 ટેસ્ટમાં 29 વિકેટ લીધી હતી, પરંતુ તેના પહેલા બોલની વધુ ચર્ચા થઈ હતી.


વોર્ન એશિઝ ટેસ્ટની પ્રથમ ઓવરમાં બોલ ઓફ ધ સેન્ચુરી ફેંકી

ઇંગ્લેન્ડ પ્રવાસ પર એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઑસ્ટ્રેલિયાની આખી ટીમ પ્રથમ દાવમાં 289 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઓપનર ગ્રેહામ ગૂચ અને માઇક આર્થટને ઈંગ્લેન્ડ માટે પ્રથમ વિકેટ માટે 71 રન બનાવ્યા હતા. આ સ્કોર પર આર્થટન આઉટ થયો હતો. જે બાદ માઇક ગેટિંગ બેટિંગ કરવા આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એલન બોર્ડરે શેન વોર્નને બોલ સોંપ્યો હતો. મેચમાં વોર્નની આ પહેલી ઓવર હતી. ગેટિંગ 4 રને રમી રહ્યો હતો. વોર્ને આંચકો મારતો બોલ ફેંક્યો. જે લેગ સ્ટમ્પની બહાર પડ્યો હતો. બધાને લાગ્યું કે બોલ લેગ સ્ટમ્પની બહાર જશે. પરંતુ, જે બન્યું તે જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. ગેટિંગના ઓફ સ્ટમ્પ પર બોલ અથડાયો. બાદમાં આ બોલને સદીના મહાન બોલનું બિરુદ આપવામાં આવ્યું.

આ પણ વાંચો, 1000 રૂપિયા સસ્તું થયું સોનું, ચાંદીના ભાવમાં 2000નો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ્સ

આ બોલ દ્વારા ગેટિંગ ઇતિહાસનો એક ભાગ બન્યો

ગેટિંગ થોડી વાર ત્યાં ઉભો રહ્યો. વોર્ન પણ સમજી શક્યા નહીં કે શું થયું. પરંતુ, ત્યાં સુધીમાં વોર્ને ઇતિહાસ રચી દીધો હતો. પછી ગેટિંગે પણ આ બોલ વિશે કહ્યું હતું કે આ બોલ ઠીકઠાક લાગી રહ્યો હતો. મારે તે બોલ સ્વીપ કરવાનો હતો. પછીથી મેં વોર્નને પણ પૂછ્યું કે, જો તમને આ પ્રકારનો બોલ મળ્યો હોત તો તમે શું કરત. તો તેણે એમ પણ કહ્યું કે હું પણ તેના પર સ્વીપ શોટ રમ્યો હોત અને કદાચ કેચ આઉટ થયો હોત. હું આ ક્ષણ હંમેશા યાદ રાખીશ. કારણ કે આ બોલ થકી હું ઇતિહાસનો એક ભાગ બની ગયો. પછી વોર્ને પણ આ બોલને તુક્કો ગણાવ્યો હતો.

આ પણ વાંચો, HBD બેન સ્ટોકસ: મારામારી કરી જેલ જનાર કેવી રીતે બન્યો મહાન ઓલરાઉન્ડર, ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાં અપાવી જીત

વોર્ને કહ્યું હતું કે તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તે પણ આવી બોલ ફેંકી શકે છે. વોર્ને કહ્યું કે હું ફક્ત લેગ બ્રેક કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ બોલ 90 ડિગ્રી ટર્ન થયો, જે આશ્ચર્યજનક હતું. શેન વોર્ને પણ બોલ ઓફ ધ સેન્ચ્યુરીને તેમના જીવનની સૌથી ખાસ ક્ષણ ગણાવ્યો છે.
First published:

Tags: Ashes, Ashes series, Australia, England, Shane warne, ક્રિકેટ, સ્પોર્ટસ

આગામી સમાચાર