રમત-જગત

  • associate partner

IPL 2020 RR vs KXIP: પૂરને સુપરમેનની જેમ હવામાં છલાંગ મારીને સિક્સર રોકી, સચિને કહ્યુ- અવિશ્વસનીય

News18 Gujarati
Updated: September 28, 2020, 3:13 PM IST
IPL 2020 RR vs KXIP: પૂરને સુપરમેનની જેમ હવામાં છલાંગ મારીને સિક્સર રોકી, સચિને કહ્યુ- અવિશ્વસનીય
નિકોલસ પૂરને સુપરમેનની જેમ હવામાં છલાંગ મારીને સિક્સરને બચાવી દીધી. (તસવીર- BCCI/IPL)

સચિન તેંડુલકરે નિકોલસ પૂરનના વખાણ કરતાં લખ્યું, મારા જીવનમાં આ પહેલા આવી ફિલ્ડિંગ ક્યારેય જોઈ નથી

  • Share this:
શારજાહઃ આઈપીએલ (IPL 2020) જોશ અને રોમાંચની રમત છે. દરેક મેચમાં આપણને વિશેષ કારનામા જોવા મળતા હોય છે. પરંતુ રવિવારે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ (RR vs KXIP)ની મેચમાં જે કંઈ પણ થયું તે અદભૂત હતું. રાહુલ તેવતિયાની ધમાકેદાર બેટિંગની સાથોસાથ લોકો નિકોલસ પૂરન (Nicholas Pooran)ની રોમાંચક ફિલ્ડિંગને પણ નહીં ભૂલે. એક એવી આશ્ચર્યમાં મૂકી દે તેવી ફિલ્ડિંગ જેના સચિન તેંડુલકર (Sachin Tendulkar) પણ દિવાના થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ પૂરનની ફિલ્ડિંગના વખાણ કરી રહ્યા છે.

અહીં જુઓ વીડિયો

રાજસ્થાન રોયલ્સની ઇનિંગની 8 ઓવરમાં સંજૂ સૈમસને ધમાકેદાર શોટ માર્યા. એવું લાગી રહ્યું હતું કે આ બોલ બાઉન્ડ્રીની પાર પહોંચી જશે અને તેને 6 રન મળી જશે. પરંતુ નિકોલસ પૂરને સુપરમેનની જેમ હવામાં છલાંગ લગાવી સિક્સરને બચાવી દીધી. આ વીડિયોની એક-એક ફ્રેમને તમે વારંવાર જોવાનું પસંદ કરશો. તેણે બોલને પડતાં પહેલા જ મેદાનની અંદર ફેંકી દીધો. બોલને પકડતા અને પરત મેદાનમાં ફેંકતી વખતે તેનું શરીર સંપૂર્ણપણે હવામાં હતું. તેની અદભૂત ફિલ્ડિંગથી તમામ હેરાન હતા. સૈમસનને પણ વિશ્વાસ નહોતો કે આ સિક્સર નથી.

આ પણ વાંચો, IPL 2020: KXIP સામે રાજસ્થાન રોયલ્સની ‘ચમત્કારિક’ જીતના 5 કારણો

પૂરનની ફિલ્ડિગ જોઈને સચિન તેંડુલકરે કહ્યું કે, અવિશ્વસનીય! સચિને ટ્વિટર પર પૂરનની તસવીર શૅર કરતાં લખ્યું કે, આ સૌથી ઉત્તમ ફિલ્ડિંગ છે, જેને મેં મારી જિંદગીમાં જોઈ છે. અવિશ્વસનીય!

આ પણ વાંચો, IPL 2020: એક જ ઓવરમાં ફટકારી 5 સિક્સર, સહવાગે કહ્યુ-રાહુલ તેવતિયામાં ‘માતા આવી ગયા’

આકાશ ચોપડાથી લઈને દરેક વ્યક્તિ પૂરનની આ ફિલ્ડિંગના વખાણ કરી રહ્યા છે. કોઈને વિશ્વાસ નથી થતો કે આવું કેવી રીતે થઈ શકે.

રાજસ્થાન રોયલ્સની રોમાંચક જીત

આઇપીએલની 9મી મેચમાં રવિવારે રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને રોમાંચક મેચમાં હરાવી દીધું. શારજાહમાં પહેલા બેટિંગ કરતાં પંજાબે 20 ઓવરમાં 223 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો. જેના જવાબમાં રાજસ્થાનની ટીમે 19.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પાર કરી દીધો.
Published by: Mrunal Bhojak
First published: September 28, 2020, 11:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading