MS Dhoni : વિશ્વનું સૌથી મોંઘું બેટ હતું ધોની પાસે, લાખોમાં મળી હતી કિંમત, જાણીને ચોંકી જશો!

World's Costliest Bat :આ બેટની કિંમત એટલી હતી કે એમાં એક નહી અનેક એસ.યુ ખરીદી શકાય.

World's Costliest cricket Bat : ચાહકોને જાણીને નવાઈ લાગશે પરંતુ વિશ્વનું સૌથી મોંઘું બેટ એમ.એસ. ધોનીનું છે. આ બેટ ઓક્શનમાં વેચાયું ત્યારે તેની કિંમત હજારોમાં નહીં લાખોમાં આવી હતી. 

  • Share this:
     World's costliest Cricket Bat : ફૂટબોલની જેમ ક્રિકેટ (Cricket) પણ ઝનૂન સાથે સંકળાયેલ રમત છે. ક્રિકેટમાં બે ટીમોની જેમ બોલ અને બેટ વચ્ચે પણ ખેંચતાણ રહે છે. બેટ્સમેનની નાની ભૂલ પણ તેને પેવેલિયન ભેગો કરે છે. આમ તો બેટ્સમેનની સફળતા તેની સ્કિલ (Skill) સાથે સંકળાયેલ છે, પરંતુ બેટ (Bat) પણ તેની સફળતા સાથે જોડેયલું ટૂલ છે. સારા બેટ વગર સારા ક્રિકેટર બનવું મુશ્કેલ છે અને સારું બેટ પસંદ કરવું પણ કારકિર્દી (Career) સાથે જોડાયેલુ કામ છે. મોટાભાગના બેટ ઉત્પાદકો ઇંગ્લીશ વિલોનું નરમ અને તંતુમય લાકડું બેટ બનાવવા માટે પસંદ કરે છે. આ લાકડું અન્ય કરતા વધુ ખર્ચાળ હોય છે. જોકે, ચાહકોને જાણીને નવાઈ લાગશે પરંતુ વિશ્વનું સૌથી મોંઘું બેટ એમ.એસ. ધોનીનું છે. આ બેટ ઓક્શનમાં વેચાયું ત્યારે તેની કિંમત હજારોમાં નહીં લાખોમાં આવી હતી.  (World's Costliest cricket Bat)

    સામાન્ય રીતે વિલોના લાકડાના આધારે ક્રિકેટ બેટની કિંમત રૂ. 4000થી 8000 વચ્ચે હોઇ શકે છે. પરંતુ, અમુક ખાસ ક્રિકેટ બેટની કિંમત અન્ય કરતા થોડી વધારે છે. ઉદાહરણ તરીકે, 'ગ્રે-નિકોલસ લિજેન્ડ'ની કિંમત રૂ. 98,000ની આસપાસ હોય છે. આટલી વધું કિમત હોવા છતાં આ બેટ વિશ્વના સૌથી મોંઘા બેટની કિંમતની નજીક પણ નથી આવતું!

      આ પણ વાંચો : PAKvsBAN: શાહિન આફ્રિદીની શરમજનક હરકતનો Video, સિક્સ મારનાર બેટ્સમેન પર છુટ્ટો બોલ માર્યો

    વિશ્વના સૌથી મોંઘા બેટની કિંમત કેટલી?

    ઘણા લોકોને વિશ્વાસ નહીં થાય, પરંતુ વિશ્વના સૌથી મોંઘા ક્રિકેટ બેટની કિંમત 83 લાખ રૂપિયા છે! આ બેટનો ઉપયોગ ભારતના મહાન ખેલાડી અને પૂર્વ કેપ્ટન એમએસ ધોની દ્વારા થતો હતો.

    ધોનીએ આ જ બેટથી સિક્સર મારી દેશને વર્લ્ડકપ અપાવ્યો હતો

    2011 વિશ્વ કપ ટ્રોફી જીતી ધોનીએ ભારતની 28 વર્ષની રાહનો અંત આણ્યો હતો. ફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાને શ્રીલંકા સામે 6 વિકેટથી જીત અપાવી હતી. આ મેચમાં 274 રનના ટોટલનો પીછો કરતા વીરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકર જેવી મહત્વની વિકેટો શરૂઆતમાં ગુમાવી દીધી હતી. જોકે, ધોની અને ગૌતમ ગંભીર વચ્ચેની 109 રનની ભાગીદારીએ ભારતને બચાવી લીધું હતું. અંતમાં ધોનીએ જોરદાર સિક્સ ફટકારી હતી. જે ક્રિકેટ રસિકો માટે યાદગાર ક્ષણોમાંની એક છે.

    આ પણ વાંચો : ઈન્ગલેન્ડના ક્રિકેટરે સેમ બિલિંગ્સે ટેનિસ ખેલાડી સાથે માલદીવમાં સગાઈ કરી, શેર કરી રોમેન્ટિક તસવીરો

    100,000 પાઉન્ડમાં RK Global Share and Securities LTDએ ખરીદ્યું હતું

    આ વર્લ્ડ કપના અમુક મહિના બાદ ધોનીનું ખાસ બેટ ઈસ્ટ મિટ્સ વેસ્ટ (East Meets West) નામના ચેરિટી ડિનર દરમિયાન 100,000 પાઉન્ડમાં RK Global Share and Securities LTDને આપી દેવાયું હતું. આ સાથે જ સૌથી મોંઘા બેટનો ગીનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો.
    First published: