Home /News /sport /

IND vs ENG: શાર્દુલની બોલિંગમાં કોહલીનો દિલખુશ થઈ જાય તેવો શાનદાર કેચ, જુઓ - Video

IND vs ENG: શાર્દુલની બોલિંગમાં કોહલીનો દિલખુશ થઈ જાય તેવો શાનદાર કેચ, જુઓ - Video

વિરાટ કોહલીએ શાનદાર કેચ કર્યો

જોકે, આ મેચમાં ભારતીય ટીમનો ઉત્તમ ફીલ્ડર ગણાતા હાર્દિક પંડ્યાએ મેચમાં બે કેચ છોડ્યા. તો શાર્દુલ ઠાકુર અને ટી.નટરાજને પણ એક-એક કેચ છોડી દીધો હતો.

    નવી દિલ્હી : રવિવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઈ હતી. ભારતે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 329 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ એક મોટા લક્ષ્યનો પીછો કરી એક સમયે વિજય તરફ આગળ વધી હતી. પરંતુ ત્યારે જ કેપ્ટન વિરાટ કોહલીએ આદિલ રાશિદને શાનદાર કેચ પકડી પોવેલિયન ભેગો કર્યો, બસ અહીંથી ભારતની જાત માટેનો રસ્તો ખુલ્યો.

    ઇંગ્લેન્ડે 39 ઓવર પછી 7 વિકેટે 256 રન બનાવ્યા હતા. તે સમયે, સેમ કારેન 46 અને આદિલ રાશિદ 19 રન બનાવી અણનમ કમી રહ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 40મી ઓવર શાર્દુલ ઠાકુરને સોંપી, તેણે અગાઉ ત્રણ વિકેટ ઝડપી હતી. સેમ કારેને 40મી ઓવરના પ્રથમ બોલ પર એક રન બનાવ્યો. તેની બોલિંગનો અગામી બોલ આદિલ રશીદે કવરની નજીક રમવાની કોશિશ કરી, અને વિરાટ કોહલીએ તેની ડાબી બાજુ કૂદકો લગાવી એક હાથે કેચ પકડ્યો. આ સાથે જ ઈંગ્લેન્ડની આઠમી વિકેટ ઝડપીને ભારત મેચમાં પાછુ ફર્યું.

    આ પણ વાંચોઅબજોપતિ છે આ કલાકારો, આ સ્ટાર્સની કમાણીના આંકડા જોઈ આંખો ખુલ્લી રહી જશે

    વિરાટ કોહલી પોતે માનતો ન હતો કે તેણે કેચ કરી લીધો છે. આદીલ રાશિદ 22 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. તેણે આઉટ થયા પહેલા સેમ કારેન સાથે 57 રનની નિર્ણાયક ભાગીદારી નોંધાવી હતી. આ મેચમાં આદિલ રશીદ શાર્દુલ ઠાકુરનો ચોથો શિકાર બન્યો હતો. જો કે, વિરાટ કોહલીનો કેચ એટલો સારો હતો કે, કોમેન્ટરે એવું પણ કહ્યું કે, આ શાર્દુલની નહીં, કોહલીની વિકેટ હતી.



    વિરાટ કોહલીએ ભલે આદિલ રશીદનો શાનદાર કેચ પકડ્યો, પરંતુ આ મેચમાં ભારતીય ટીમની ઓલઓવર કેચિંગ ખરાબ રહી હતી. આ મેચમાં ભારતીય ટીમનો ઉત્તમ ફીલ્ડર ગણાતા હાર્દિક પંડ્યાએ મેચમાં બે કેચ છોડ્યા. તો શાર્દુલ ઠાકુર અને ટી.નટરાજને પણ એક-એક કેચ છોડી દીધો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Adil rashid, India vs england, ક્રિકેટ ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन