T20 World Cup બાદ હવે ભારત ન્યુઝીલેન્ડ, આફ્રિકા સહિતના દેશ સાથે રમશે, એક પછી એક છે ટુર્નામેન્ટ

T20 World Cup બાદ હવે ન્યુઝીલેન્ડ, આફ્રિકા અને શ્રીલંકા સહિતના દેશ સાથે રમશે ભારત, આ રહ્યું સેડ્યુલ

Cricket News : ટીમ ઇન્ડિયા નવેમ્બર 2021થી જુલાઈ 2022 વચ્ચે 6 સિરીઝમાં 6 ટેસ્ટ, 9 વન ડે અને 21 ટી-20 ઈન્ટરનેશનલ રમવાની છે. જેમાં 2 સિરીઝ બહાર અને 4 સિરીઝ ઘરઆંગણે રમાશે.

  • Share this:
    ટી20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2021)માંથી ભારતીય ટિમ (Team India) ખૂબ જ શરમજનક રીતે બહાર ફેંકાઈ ગઈ છે. વર્લ્ડ કપમાં આગળ રમવાની સઘળી આશા અફઘાનિસ્તાન પર નિર્ભર હતી અને અફઘાનિસ્તાનની હાર સાથે જ ભારત વર્લ્ડ કપમાંથી બહાર નીકળી ગયું છે. આ સાથે જ ભારતીય ટિમ થોડા દિવસોમાં ન્યુઝીલેન્ડ (India vs New Zealand) સામે ઘરઆંગણે મેચ રમશે. આગામી વર્ષ ભારતીય ક્રિકેટ ટિમ માટે ખૂબ જ વ્યસ્ત રહેશે.

    ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન સામે ન્યુઝીલેન્ડની આઠ વિકેટની જીત બાદ ચાર સેમિફાઈનલિસ્ટના નામ નક્કી છે. ન્યુઝીલેન્ડનો પણ પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની યાદીમાં સમાવેશ થઈ ગયો છે.

    ન્યૂઝીલેન્ડનો પ્રવાસ

    ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ માટે ભારતીય ટીમની થોડા સમયમાં જ જાહેરાત થશે. વિરાટ કોહલીએ કેપ્ટન્સી છોડી દીધી હોવાથી T-20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં ભારતનું નેતૃત્વ કોણ કરશે તે નક્કી કરવા માટે પસંદગીકારોની બેઠક મળશે. ભારતીય ખેલાડીઓના વ્યસ્ત કાર્યક્રમમાં 2021-22ની ઘણી સિરીઝ અને એપ્રિલથી મેની સંભવિત IPLનો સમાવેશ થાય છે.

    આવો છે ટિમ ઇન્ડિયાનો વ્યસ્ત કાર્યક્રમ

    ટીમ ઇન્ડિયા નવેમ્બર 2021થી જુલાઈ 2022 વચ્ચે 6 સિરીઝમાં 6 ટેસ્ટ, 9 વન ડે અને 21 ટી-20 ઈન્ટરનેશનલ રમવાની છે. જેમાં 2 સિરીઝ બહાર અને 4 સિરીઝ ઘરઆંગણે રમાશે. ભારત આગામી સમયમાં ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને સાઉથ આફ્રિકાની યજમાની કરશે. ત્યારબાદની સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામેને મેચમાં ભારત મહેમાન બનશે. તમામ ટેસ્ટ મેચ ICC ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વનડે મેચ ICC વનડે સુપર લીગનો ભાગ રહેશે.

    ભારત VS ન્યુઝીલેન્ડનો કાર્યક્રમ

    પ્રથમ ટી-20 મેચ – 17 નવેમ્બર, જયપુર
    બીજી ટી-20 મેચ – 19 નવેમ્બર, રાંચી
    ત્રીજી ટી-20 મેચ – 21 નવેમ્બર, કોલકાતા
    પ્રથમ ટેસ્ટ – 25-29 નવેમ્બર, કાનપુર
    બીજી ટેસ્ટ – 3-7 ડિસેમ્બર, મુંબઈ

    આ પણ વાંચો : વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર કેપ્ટન કોણ? જાણો વિરાટ કોહલીનો કેટલો છે પગાર, તેનાથી વધુ કમાય છે આ કેપ્ટન

    ભારત VS દક્ષિણ આફ્રિકાનો કાર્યક્રમ (2021-2022)

    પ્રથમ ટેસ્ટ – 17-21 ડિસેમ્બર, જોહાનિસબર્ગ
    બીજી ટેસ્ટ – 26-30 ડિસેમ્બર, સેન્ચુરિયન
    ત્રીજી ટેસ્ટ – 3-7 જાન્યુઆરી, કેપટાઉન
    પ્રથમ વન ડે – 11 જાન્યુઆરી, પાર્લી
    બીજી વન ડે – 14 જાન્યુઆરી, કેપ ટાઉન
    ત્રીજી વન ડે – 16 જાન્યુઆરી, કેપ ટાઉન
    પ્રથમ ટી-20 મેચ – 19 જાન્યુઆરી, કેપ ટાઉન
    બીજી ટી-20 મેચ – 21 જાન્યુઆરી, કેપ ટાઉન
    ત્રીજી ટી-20 મેચ– 23 જાન્યુઆરી, કેપ ટાઉન
    ચોથી ટી-20 મેચ - 26 જાન્યુઆરી, પાર્લી

    ભારત VS વેસ્ટઇન્ડિઝ કાર્યક્રમ (2022)

    પ્રથમ વન ડે – 6 ફેબ્રુઆરી, અમદાવાદ
    બીજી વન ડે – 9 ફેબ્રુઆરી, જયપુર
    ત્રીજી વન ડે – 12 ફેબ્રુઆરી, કોલકાતા
    પ્રથમ ટી-20 મેચ – 15 ફેબ્રુઆરી, કટક
    બીજી ટી-20 મેચ – 18 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ
    ત્રીજી ટી-20 મેચ – 20 ફેબ્રુઆરી, ત્રિવેન્દ્રમ

    ભારત VS શ્રીલંકા કાર્યક્રમ (2022)

    પ્રથમ ટેસ્ટ – 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ, બેંગલુરુ
    બીજી ટેસ્ટ – 5-9 માર્ચ, મોહાલી
    પ્રથમ ટી-20 મેચ - 13 માર્ચ, મોહાલી
    બીજી ટી-20 મેચ – 15 માર્ચ, ધર્મશાલા
    ત્રીજી ટી-20 મેચ – 18 માર્ચ, લખનઉ

    ભારત VS સાઉથ આફ્રિકા કાર્યક્રમ (2022)

    પ્રથમ ટી-20 મેચ - 9 જૂન, ચેન્નાઈ
    બીજી ટી-20 મેચ – 12 જૂન, બેંગલુરુ
    ત્રીજી ટી-20 મેચ – 14 જૂન, નાગપુર
    ચોથી ટી-20 મેચ – 17 જૂન, રાજકોટ
    પાંચમી ટી-20 મેચ – 19 જૂન, દિલ્હી

    આ પણ વાંચો :  T20 World cup 2021: સેમિફાઇનલમાં કઈ ટીમ કોની સામે ટકરાશે? જો મેચ ટાઇ થાય અને સુપરઓવર ન ફેંકાય તો કોણ પહોંચશે ફાઇનલમાં

    ભારત VS ઇંગ્લેન્ડ (2022)

    રિસેડ્યુલ ટેસ્ટ – 1-5 જુલાઈ, બર્મિંગહામ
    પ્રથમ ટી-20 મેચ – 7 જુલાઈ, સાઉથેમ્પ્ટન
    બીજી ટી-20 મેચ – 9 જુલાઈ, બર્મિંગહામ
    ત્રીજી ટી-20 મેચ – 10 જુલાઈ, નોટિંગહામ
    પ્રથમ વન ડે – 12 જુલાઈ, લંડન
    બીજી વન ડે – 14 જુલાઈ, લંડન
    ત્રીજી વન ડે – 17 જુલાઈ, માન્ચેસ્ટર
    Published by:Jay Mishra
    First published: