IND Vs ENG: કે.એલ.રાહુલે છઠ્ઠી સદી ફટકારીને સર્જી 6 રેકોર્ડની હારમાળા, રોહિત-કોહલી સાથે કર્યો કમાલ

India vs England 2nd Test: કે.એલ. રાહુલે ઈંગ્લેન્ડની વિરુદ્ધ બીજી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી. (તસવીર-AP)

KL Rahul 6 Records: કે.એલ. રાહુલને પોતાની ટેસ્ટ કારકિર્દીમાં મેળવી અનોખી સિદ્ધિ, જાણો તેના 6 રેકોર્ડ વિશે

  • Share this:
India vs England 2nd Test: ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ (India vs England 2nd Test)માં ભારતે જીત માટેની તૈયારી કરી લીધી છે. લોર્ડસ (Lords Test)માં રમાઈ રહેલી આ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ભારતીય ટીમે (Team India) 3 વિકેટ ગુમાવીને 276 રન કર્યા. કે.એલ. રાહુલ (KL Rahul)એ ટેસ્ટ મેચમાં 127 રન કરીને ભારતીય ટીમની જીત નક્કી કરી લીધી છે. આ મેચમાં તેણે સદી ફટકારીને 6 નવા રેકોર્ડ (KL Rahul 6 Records) બનાવ્યા છે.

પહેલો રેકોર્ડ- કે.એલ. રાહુલે તેમના ટેસ્ટ મેચના કરિયરમાં છઠ્ઠી સદી (KL Rahul Century) ફટકારી છે. ટેસ્ટ મેચમાં સૌથી વધુ સદી કરવાના મામલે ભારતીય બેટ્સમેનમાં 24મા નંબર પર છે. જેમાં એમ.એસ.ધોની અને મંસૂર અલી ખાન પટૌડીએ 6-6 સદી ફટકારી છે.

બીજો રેકોર્ડ - કે.એલ. રાહુલ અને રોહિત શર્મા (Rohit Sharma)એ ઓપનિંગ બેટીંગ કરતા 126 રનની ભાગીદારી નોંધાવી હતી. વિરાટ કોહલી (Virat Kohli)એ ત્રીજી વિકેટ માટે 117 રન જોડ્યા હતા. પહેલી વાર એવું બન્યું છે, કે કોઈ ભારતીય ખેલાડીઓએ લોર્ડ્સ ખાતે એક મેચમાં બે સદીની ભાગીદારી નોંધાવી છે.

ત્રીજો રેકોર્ડ- વિદેશમાં સદી ફટકારવાની વાત કરવામાં આવે તો કે.એલ. રાહુલે વિદેશમાં ચોથી સદી ફટકારી છે. એશિયાની બહાર સૌથી વધુ 15 સદી સુનીલ ગાવસ્કરે ફટકારી છે, ત્યાર બાદ કે.એલ. રાહુલનો નંબર આવે છે. રોહિત શર્માએ ચાર સદી ફટકારી છે અને હવે તે કે.એલ. રાહુલની બરાબરીએ છે.

ચોથો રેકોર્ડ- લોર્ડ્સના ઐતિહાસિક ગ્રાઉન્ડ પર સદી ફટકારનાર કે.એલ. રાહુલ 10મા ભારતીય છે. આ ઐતિહાસિક ગ્રાઉન્ડ પર દિલીપ વેંગસરકર સૌથી વધુ 3 સદી ફટકારનાર એકમાત્ર ભારતીય છે. સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, અઝહરુદ્દીન, ગુંડપ્પા વિશ્વનાથ, આજિંક્ય રહાણે અને અજિત અગરકરે પણ આ ગ્રાઉન્ડ પર સદી ફટકારી છે.

આ પણ વાંચો, Shoaib Akhtar HBD: દુનિયાના સૌથી ફાસ્ટ બોલરનું સન્માન, વોર્ન-મુરલી-અકરમથી વધુ ઘાતક હતો

પાંચમો રેકોર્ડ- લોર્ડસના ઐતિહાસિક ગ્રાઉન્ડ પર સદી ફટકારનાર કે એલ રાહુલ ત્રીજા ભારતીય ઓપનર છે. આ પહેલા ભારતીય ઓપનર તરીકે વીનૂ માંકડ અને રવિ શાસ્ત્રીએ આ ગ્રાઉન્ડ પર સદી ફટકારી હતી. સદી ફટકારતાં હવે કે.એલ. રાહુલ પાસે સૌથી વધુ સ્કોર કરનાર ભારતીય બનવાનો મોકો છે. આ ગ્રાઉન્ડ પર સૌથી વધુ ભારતીય તરીકે સ્કોર કરવાનો રેકોર્ડ વીનૂ માંકડ (184)ના નામ પર છે.

છઠ્ઠો રેકોર્ડ- ઉલ્લેખનીય છે કે, કે.એલ. રાહુલે 107મા બોલ પર માત્ર 22 રન કર્યા હતા અને 108મા બોલ પર પહેલી સિક્સર ફટકારી હતી. કે.એલ. રાહુલે મોઈન અલીના બોલ પર સિક્સર ફટકારી હતી અને પહેલીવાર બોલ બાઉન્ડ્રીની બહાર ગયો હતો.
First published: