Ind vs Eng : 11 પિચમાંથી કઈ પીચ પર આવતીકાલે ઇન્ડિયા ઇગ્લેન્ડ રમશે?

Ind vs Eng : 11 પિચમાંથી કઈ પીચ પર આવતીકાલે ઇન્ડિયા ઇગ્લેન્ડ રમશે?
મુંબઈના વાનખેડે અને ચેન્નાઇના ચેકોબ પર લાલ માટીની પીચ છે જ્યારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં કાળી માટીની પીચ છે. પહેલી વાર મોટેરામાં બંને ઓપ્શન મળતા ખેલાડીઓ ખુશ

મુંબઈના વાનખેડે અને ચેન્નાઇના ચેકોબ પર લાલ માટીની પીચ છે જ્યારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં કાળી માટીની પીચ છે. પહેલી વાર મોટેરામાં બંને ઓપ્શન મળતા ખેલાડીઓ ખુશ

  • Share this:
અમદાવાદ : મોટેરા સ્ટેડિયમ માં સૌ પ્રથમ વાર મેચ રમવા જઈ રહી છે ત્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી પિન્ક ટેસ્ટ મેચ માં 11 જેટલી પીચ માંથી કઈ પીચનો ઉપયોગ થશે તે ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે દરેક સ્ટેડિયમમાં 7 થી 8 જેટલી પીચ હોય છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ઘણી જગ્યાએ લાલ માટીની પીચ તો ઘણી જગ્યાએ કાળી માટીની પીચ હોય છે પરંતુ મોટેરા સ્ટેડિયમમાં બંને ઓપ્શન આપવામાં આવ્યા છે.

મુંબઈ ના વાનખેડે અને ચેન્નાઇ ના ચેકોબ પર લાલ માટીની પીચ છે જ્યારે ઓસ્ટ્રેલિયા ના મેલબોર્ન માં કાળી માટીની પીચ છે. પહેલી વાર મોટેરામાં બંને ઓપ્શન મળતા ખેલાડીઓ ખુશ છે. મેચ ના 2 થી 3 દિવસ પહેલા ગ્રાઉન્ડ ને ગ્રીન ગ્રાસ દેખાતું હતું. એવું લાગતું હતું કે પીચ નું ગ્રીન ટોપ છે જે ફાસ્ટ બોલર માટે આશીર્વાદરૂપ બનશે એમાંય ઇંગ્લેન્ડ પાસે તો સૌથી સારા ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બોર્ડ અને એન્ડરસન છે પરંતુ એવું થવાનું નથી.



આ પણ વાંચોIND VS ENG T-20 સિરીઝ : ભારતીય ટીમની થઈ જાહેરાત, જાણીલો કોને મળ્યો મોકો, કોણ થયું બહાર

જાણીતા ક્રિકેટ એક્સપર્ટ તુષાર ત્રિવેદી ના જણાવ્યા પ્રમાણે મેચ શુરૂ થયા એ પહેલાં કઈ પીચ રાખવી તેનો નિર્ણય લઈ લેવાતો હોય છે. મેચ ના રેફરી નક્કી કરતા હોય છે ત્યારે આપણી પાસે રવિ ચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ અને અક્ષર પટેલ જેવા સ્પિન બોલર હોય અને સ્પિન બોલર પણ છે જેથી લાગી રહ્યું છે કે સ્પિન બોલિંગ થઈ શકે તેવી પીચ સિલેક્ટ કરી શકાય.

આ પણ વાંચો - હોર્સ શૉમાં અમદાવાદનો આ ઘોડો બન્યો આકર્ષણનું કેન્દ્ર, સલમાન ખાને ખરીદવા કરી 5 કરોડની ઓફર

આવતીકાલે ઉદઘાટન થાય બાદ મેચ નો પ્રારંભ

આવતીકાલે બપોરે 12 કલાકે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ દ્વારા અમદાવાદ મોટેરા સ્ટેડિયમ નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્ર મંત્રી કિરણ રિજીજુ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત હાજર રહેશે આ સાથે ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી પણ હાજર રહેશે.
Published by:kiran mehta
First published:February 23, 2021, 23:39 pm

ટૉપ ન્યૂઝ