Cricket: ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી કરવાની ક્ષમતા ધરાવે છે પંત અને ઐયર સહિતના આ પાંચ ખેલાડીઓ

રિષભ પંત, પૃથ્વી શો અથવા તો શ્રેયસ ઐય્યર, શુબમન ગિલ કે પછી ઋતુરાજ ગાયકવાડ બની શકે છે ભવિષ્યના કેપ્ટન

Cricket News : રોહિત શર્માએ ટી-20ના ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ સાંભળ્યું છે, જ્યારે વિરાટ કોહલી અન્ય બે ફોર્મેટમાં કેપ્ટન છે. ત્યારે અહીં ભારતીય ક્રિકેટ ટીમ માટે ભવિષ્યના કેપ્ટન કોણ બની શકે તે અંગે જાણકારી આપવામાં આવી છે.

 • Share this:
  ક્રિકેટ (Cricket)ની રમતમાં ટીમની સફળતા માટે કેપ્ટન (Captain)ની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. કેપ્ટન જ ટીમ માટે સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો લે છે અને મજબૂત ટીમ બનાવે છે. કેપ્ટનની બાબતે ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) નસીબદાર છે. ટીમને કપિલ દેવ, મોહમ્મદ અઝહરુદ્દીન, સૌરવ ગાંગુલી, એમએસ ધોની જેવા મહાન કેપ્ટન મળ્યા છે. આ તમામ ક્રિકેટરોના નોંધપાત્ર યોગદાનથી ભારતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પોતાનો સિતારો બુલંદ કરી ચુકી છે. હાલ રોહિત શર્માએ ટી-20ના ભારતીય ક્રિકેટ (Future Captains of Team india)  ટીમનું નેતૃત્વ સાંભળ્યું છે, જ્યારે વિરાટ કોહલી અન્ય બે ફોર્મેટમાં કેપ્ટન છે. ત્યારે અહીં ભારતીય ક્રિકેટ ટીમ માટે ભવિષ્યના કેપ્ટન કોણ બની શકે તે અંગે જાણકારી આપવામાં આવી છે.

  રિષભ પંત

  રિષભ પંત ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો વિકેટ કીપર બેટ્સમેન છે. તેણે આઇપીએલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત સારો દેખાવ કર્યો છે. આઇપીએલ 2021 એડિશનમાં તેણે દિલ્હી કેપિટલ્સની કમાન સાંભળી હતી અને 14માંથી 10 મેચ જીતી હતી. તે આઇપીએલમાં ફાઇનલ જીતી ન શક્યો પણ તેની ભરપૂર પ્રશંસા કરવામાં આવી હતી. આઇપીએલમાં સુકાની તરીકેની તેણે હિંમતભર્યા નિર્ણયો લીધા હતા. આવી સ્થિતિમાં આઈપીએલ 2022માં દિલ્હી કેપિટલ્સ રિષભ પંતને કેપ્ટન તરીકે જાળવી રાખે તેવી શક્યતા છે. જે તેની નેતૃત્વ કુશળતા સુધારો કરવામાં વધુ મદદ કરશે.

  આ પણ  વાંચો :  Highest Paid Female Cricketer: સૌથી વધુ આવક ધરાવતી આ છે 5 મહિલા ક્રિકેટરો, જાણો સ્મૃતિ મંધાનાનો પગાર

  શ્રેયસ ઐયર

  શ્રેયસ ઐયરને નેતૃત્વની જવાબદારી લેવી ગમે છે. ઘરેલું ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિવિધ ટીમોની કેપ્ટન્સી કરવાથી તેને ક્રિકેટર તરીકે પરિપક્વ થવામાં મદદ મળી છે. તેણે ઘરેલું ટુર્નામેન્ટમાં મુંબઈનું અને આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું છે. શ્રેયસ ઐયરમાં નેતૃત્વમાં ગુણ અને કુશળતા છે. જો ભવિષ્યમાં ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરવાની તક આપવામાં આવે તો તે સારો કેપ્ટન બની શકે છે.

  પૃથ્વી શૉ

  પૃથ્વી શૉને ખૂબ પ્રતિભાશાળી ક્રિકેટર ગણવામાં છે. તેને ભારતીય ક્રિકેટના ભવિષ્ય તરીકે જોવામાં આવે છે. શૉ આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે સારું પ્રદર્શન કરી ચુક્યો છે અને તેની કારકિર્દી લાંબી ચાલે તેવી અપેક્ષા છે. તે નાની ઉંમરે સફળ કેપ્ટન રહી ચુક્યો છે. 13 જાન્યુઆરી 2018થી 2 ફેબ્રુઆરી 2018 સુધી ન્યૂઝીલેન્ડમાં યોજાયેલા અંડર-19 આઇસીસી વર્લ્ડ કપમાં તેને ભારતીય ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેના નેતૃત્વમાં ભારતે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવીને ટુર્નામેન્ટ જીતી લીધી હતી.

  આ પણ વાંચો : Aus Vs Nz: ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ ભારતીય પ્રેમિકા સાથે કરી છે સગાઈ, જાણો કોણે છે મેક્સવેલની મંગેતર

  શુભમન ગિલ

  શુભમન ગિલને પણ નેતૃત્વ કરવાનો અનુભવ છે. તે ભારતની અંડર-19 ટીમનો વાઇસ કેપ્ટન હતો. જ્યાં તે વર્લ્ડ કપ જીતવામાં મદદગાર રહ્યો હતો. તેણે ઘરેલું ટુર્નામેન્ટમાં પંજાબનું નેતૃત્વ પણ કર્યું છે. અત્યારે ગિલ કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ છે. જોકે, ભારતીય ક્રિકેટરે ટેસ્ટ ટીમમાં તેણે પોતાનું સ્થાન ગુમાવી દીધું છે. તે માત્ર 22 વર્ષનો છે અને તેના આગળ ઉજ્જવળ ભવિષ્ય છે. જેથી તે ભવિષ્યમાં કેપ્ટન તરીકે જોવા મળી શકે છે.

  શુબમન ગીલની પસંદગી તાજેતરમાં જ ટીમ ઈન્ડિયામાં થઈ છે. ફાઈલ તસવીર


  ઋતુરાજ ગાયકવાડ

  ઇન્ડિયન પ્રીમિયર લીગની 2020ની એડિશનમાં રુતુરાજ ગાયકવાડને CSK માટે મર્યાદિત તકો મળી હતી. જોકે, 2021માં તેણે અદભુત પ્રદર્શન દાખવ્યું હતું. જેમાં ગાયકવાડે 16 મેચમાં 635 રન ફટકાર્યા હતા. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી રહ્યો હતો. તેણે પોતાનું સામર્થ્ય બતાવી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેણે CSKને આઇપીએલના ઇતિહાસમાં ચોથું ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. એમએસ ધોની ટૂંક સમયમાં આઇપીએલમાંથી નિવૃત્તિ લે તેવી શક્યતા હોવાથી ગાયકવાડને તેનો અનુગામી બનાવવામાં આવી શકે છે.

  આ પણ વાંચો : વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર કોચ કોણ? જાણો રાહુલ દ્રવિડને કેટલો મળશે પગાર, સૌથી વધુ ક્યો દેશ આપે છે સેલેરી

  ઋતુરાજ ગાયકવાડ બની શકે છે ચેન્નાઈનો કેપ્ટન


  શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ગાયકવાડને ટીમમાં સ્થાન મળ્યું હતું. તેણે દેશ માટે બે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા ધરાવે છે. તે આગામી 2-3 વર્ષમાં ભારતીય ટીમમાં નિયમિત બનશે તેવી અપેક્ષા રાખી શકાય છે.
  First published: