Bio bubble: બાયો બબલના થાકથી ખેલાડીઓને બચાવવા BCCIનું પ્લાનિંગ, આ ખેલાડીઓને મળી શકે છે આરામ

બાયો બબલમાં ખેલાડીઓનું લોકો સાથેનું જોડાણ કટ થઈ જાય છે જેના કારણે તેઓ માનસિક રીતે એકલતા અનુભવવા લાગે છે.

Bio bubble fatigue : કેપ્ટન વિરાટ કોહલી(Captain Virat Kohli)એ સતત બાયો બબલ(Bio Bubble Fatigue)માં રહેવાના કારણે લાગેલા થાક મુદ્દે વાત કરી હતી અને ટીમના ખરાબ પ્રદર્શનનું કારણ પણ ગણાવ્યું હતું. સ્ટાર ખેલાડીઓની આ વાત પર ધ્યાન આપતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) મોટો નિર્ણય લઇ શકે છે.

 • Share this:
  આઇસીસી ટી20 વર્લ્ડ કપ(ICC T20 World Cup 2021)માં ભારતીય ટીમ(Team India)ની સફર 8 નવેમ્બર સમાપ્ત થઇ ગઇ છે. ટીમ સમિફાઇનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ નીવડી છે. આ હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી(Captain Virat Kohli)એ સતત બાયો બબલ(Bio Bubble Fatigue)માં રહેવાના કારણે લાગેલા થાક મુદ્દે વાત કરી હતી અને ટીમના ખરાબ પ્રદર્શનનું કારણ પણ ગણાવ્યું હતું. સ્ટાર ખેલાડીઓની આ વાત પર ધ્યાન આપતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) મોટો નિર્ણય લઇ શકે છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, બીસીસીઆઇ હવે ટીમ પસંદ કરતા પહેલા ખેલાડીઓની તપાસ કરશે અને તેમના વર્કલોડ મેનેજમેન્ટ(Workload Management) પર ધ્યાન આપશે.

  ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ટીમના નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડ(New Coach Rahul Dravid) અને બીસીસીઆઇ સેક્રેટરી જય શાહ(BCCI Secretary Jay Shah) આ પ્રક્રિયામાં ભાગ લેશે. આ મહિનાની શરૂઆતમાં ક્રિકેટ એડવાઇઝરી કમિટી સામે દ્રવિડે ખેલાડીઓના થાકનો મુદ્દો ઉઠાવ્યો હતો. અત્યાર સુધી પસંદગીકરો ખેલાડીઓના આરામ અંગે નિર્ણય લેતા હતા, પરંતુ હવે ટી20 વર્લ્ડ કપમાં ટીમ બહાર થયા બાદ થાક મુખ્ય કારણ રહ્યું છે. એવામાં સુત્રો અનુસાર, બીસીસીઆઇ નથી ઇચ્છતું કે બાયો બબલની અસર ખેલાડીઓ પર પડે.

  આ ખેલાડીઓને મળશે આરામ

  બીબીસીઆઇએ મંગળવારે 17 નવેમ્બરના રોજ જયપુરમાં ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની ટી20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર કરી છે. જેમાં વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે રોહિત શર્માને સત્તાવાર રીતે કોહલીની જગ્યાએ ઇન્ડિયન ટીમના નવા ટી20 કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

  આ પણ વાંચો : ind vs nz: રોહિત શર્મા ટી-20નો નવો કેપ્ટન, ન્યૂઝીલેન્ડ સામેની ટીમ જાહેર, નવા ચહેરાઓને સ્થાન

  બીસીસીઆઇએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યા અનુસાર, ક્યા ખેલાડીને આરામ આપવો તે નિર્ણય બીસીસીઆઇ લેશે અને આ નિર્ણય ખેલાડીએ કેટલા મેચ રમ્યા છે તેના આધારે લેવામાં આવશે. અમે થાકના મુદ્દાથી વાકેફ છીએ. જે ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને તેમની જગ્યાએ આવનાર ખેલાડી સારું પ્રદર્શન કરે છે તો પણ ખેલાડીની જગ્યાને કોઇ નુકસાન થશે નથી. તેને પોતાની જગ્યા પરત મળશે.

  આ પ્રક્રિયા અંતર્ગત ટીમના ટ્રેનર ખેલાડીની ફિટનેસ રીપોર્ટ દ્રવિડને સોંપશે, દ્રવિડ રીપોર્ટની તપાસ કરીને ટીમની પસંદગી પહેલા જય શાહ સાથે તેના વિશે ચર્ચા કરશે.

  આ ખેલાડીઓને નહીં મળે આરામ!

  જો કે, આ સંદર્ભમાં બ્રોડકાસ્ટરને ધ્યાનમાં રાખવામાં આવશે અને તેથી બીજી ટીમને કોઈપણ શ્રેણી માટે પસંદ કરવામાં આવશે નહીં. ઉદાહરણ તરીકે ટી20માં ભારતના 3 દિગ્ગજ ખેલાડીઓ – વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલને કદાચ જ બ્રેક મળે. ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીઓ લાંબા સમયથી બાયો બબલમાં છે. ટીમ જૂનમાં ઇંગ્લેન્ડના પ્રવાસે ગઇ હતી અને સપ્ટેમ્બર સુધી ત્યાં બાયો બબલમાં રહી. ત્યાર બાદ આઇપીએલ-2021ના બીજા ફેઝમાં પણ આવું જ બન્યુ અને ત્યાર બાદ ખેલાડીઓને ટી20 વર્લ્ડ કપમાં રમવું પડ્યું હતું.

  આગામી મહિનાઓ માટે શિડ્યુલ છે વ્યસ્ત

  આ મહિનાના અંતમાં ન્યુઝીલેન્ડ સામે 3 ટી20 ઇન્ટરનેશનલ અને 2 ટેસ્ટ મેચ છે. ત્યાર બાદ ડિસેમ્બરમાં, ભારત ત્રણ ટેસ્ટ, ત્રણ વનડે અને ચાર T20 રમવા માટે દક્ષિણ આફ્રિકા જશે. દક્ષિણ આફ્રિકા સીરિઝ બાદ ફેબ્રુઆરીમાં તરત જ ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વનડે અને ત્રણ ટી-20 રમશે. આ સીરિઝ 20 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. તેના પાંચ દિવસ પછી ભારત 18 માર્ચ સુધી શ્રીલંકા સામે અન્ય મેચમાં મેદાનમાં ઉતરશે અને ત્યારબાદ આગામી IPLની તૈયારીઓ શરૂ થશે.

  આ પણ વાંચો : વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર કેપ્ટન કોણ? જાણો વિરાટ કોહલીનો કેટલો છે પગાર, તેનાથી વધુ કમાય છે આ કેપ્ટન

  રવિ શાસ્ત્રીએ પણ ઉઠાવ્યો બાયો બબલનો મુદ્દો

  વર્લ્ડ T20 પછી રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, બાયો-બબલનું જીવન ખેલાડીઓને નિષ્ક્રિય કરી શકે છે અને તણાવવાળી રમતોમાં પ્રદર્શનને પણ અસર કરી શકે છે. રવિ શાસ્ત્રીઓ જણાવ્યું કે, હું વિરાટના ફોર્મ વિશે વધારે જાણતો નથી. ખેલાડી કોણ છે તેની પણ મને પરવા નથી. પરંતુ જો તમે ડોન બ્રેડમેનને પણ બબલમાં મૂકશો તો તેમની સરેરાશ પણ નીચે આવશે.

  આ પણ વાંચો :  Cricket: અનુષ્કા શર્માથી લઈ નતાશા સ્ટેન્કોવિક, આ છે ભારતીય ક્રિકેટરોની સ્ટાઈલીશ પત્નીઓ

  લેફ્ટ આર્મ સ્પિનર ​​અક્ષર પટેલે થાકની ફરિયાદ કરી હતી અને T20 વર્લ્ડ કપમાં ભારત-અફઘાનિસ્તાનના મેચના એક દિવસ પહેલા તેને UAEથી ઘરે જવાની પરવાનગી આપવામાં આવી હતી. અગાઉ પટેલને ટૂર્નામેન્ટ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો.
  First published: