એમ એસ ધોનીને દુનિયાનો સૌથી મોટો મેચ ફિનિશર કહેવામાં આવે છે, પરંતુ સાથે વિકેટની પાછળ તેમની ચાલાકી અને વિજળી જેવી ગતીના પણ લોકો કાયલ છે. ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ પાંચમી વન ડેમાં પણ કઈંક આવું જોવા મળ્યું છે. ધોનીએ કીવી બેટ્સમેન જિમી નીશમને જબરદસ્ત અંદાજમાં રન આઉટ કર્યો, ત્યારબાદ ટીમ ઈન્ડીયાની જીત પર મોંહર લાગી ગઈ અને તેણે વન ડે સિરીઝ 4-1થી પોતાના નામે કરી. ધોની તરફથી કરવામાં આવેલા આ રન આઉટને આઈસીસીએ પણ સલામ કર્યું છે, અને તેણે ટ્વીટ કરી દુનિયાભરના બેટ્સમેનોને ચેતવણી આપી છે. આઈસીસીએ પોતાના ટ્વીટમાં લખ્યું, જ્યારે ધોની વિકેટની પાછળ ઉભો હોય ત્યારે ક્યારે પણ પોતાની ક્રિઝ ના છોડો.
ધોનીનું પરાક્રમ ધોનીએ રન આુટનું પરાક્રમ ન્યુઝિલેન્ડની પારીમાં 37મી ઓવરમાં કર્યું. તમને જણાવી દઈએ કે, કેદાર જાદવની બોલિંગમાં નીશમ અક્રોસ ધ લાઈન શોટ રમવા ગયો, પરંતુ બોલ મિસ કરી ગયો અને બોલ પેડ સાથે ટકરાયો. ત્યારબાદ તેની વિરુદ્ધ LBWની જબરદસ્ત અપીલ થઈ. અમ્પાયરે નીશમને નોટ આઉટ આપ્યો. અમ્પાયરને જોતા નીશમ આ સમયે ક્રીઝની બહાર આવી ગયો, પરંતુ ધોનીની નજર તો બોલ પર જ હતી.
તેણે જેવો નીશમને બહાર જતો જોયો. ઝપટમારી બોલ સ્ટંપ પર મારી દીધો અને આ રીતે અમ્પાયરને LBW નહી તો રન આઉટ આપવો પડ્યો. હાઈલાઈટમાં ખબર પડી કે, તે બોલ પર વાસ્તવમાં નીશમ LBW પણ આઉટ જ હતો. જોકે, નીશમ રન આઉટ થઈ ગયો, જેથી તે નિર્ણય હવે કોઈ કામનો ન રહ્યો. નીસમ 32 બોલમાં 44 રન બનાવી રન આઉટ થઈ ગયો પરંતુ જે અંદાજમાં ધોનીએ વિકેટની પાછળ કામ કર્યું. તે જોઈ બધા જ આશ્ચર્યમાં પડી ગયા.
કીવી ટીમ આ મેચ 35 રનથી હારી. આ પહેલા ટીમ ઈન્ડીયાએ આ મેચમાં પહેલા બેટીંગ કરી કીવી ટીમને 253 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે આ મેચને જીતવાની સાથે આ સીરિઝ પર 4-1થી કબજો કરી લીધો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર