નવી દિલ્હી : ભારતીય ક્રિકટ (Indian Cricket)માં મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)ના વિકલ્પ વિશે ચર્ચાઓનું બજાર ગરમ છે. આઈસીસી વર્લ્ડ કપ 2019 (ICC World Cup 2019) બાદથી જ તેના વિશે સતત નવા-નવા સમાચાર આવતા રહે છે. જોકે, ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટ કરી દીધું છે કે ધોનીના વિકલ્પ તરીકે ઋષભ પંત (Rishabh Pant) તેમની સ્વાભાવિક પસંદ છે. આ જ કારણ છે કે પંત સતત નિષ્ફળ હોવાં છતાંય તેને તક આપવામાં આવી રહી છે અને ચોથા નંબરના બેટ્સમેન તરીકે પણ પંત ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ મેળવવામાં સફળ રહ્યો છે. એ વાત અલગ છે કે પંત ક્રીઝ પર સેટ થયા બાદ પોતાની વિકેટ ગિફ્ટમાં આપી દે છે જેને કારણે તે ટીકાકારોના નિશાને રહે છે. આ મામલામાં હવે નવો ખુલાસો થયો છે કે ટીમ ઈન્ડિયા (Team India)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતે જ ઋષભ પંતને પોતાના વિકલ્પ તરીકે તૈયાર કરવા માંગે છે. આ જ કારણ છે કે તેણે હજુ સુધી સંન્યાસ નથી લીધો.
ઋષભ પંતનો બૅકઅપ પણ તૈયાર કરશે બીસીસીઆઈ
મૂળે, મહેન્દ્રસિંહ ધોનીએ આઈસીસી વર્લ્ડ કપ 2019માં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદથી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી. પર્રતુ હવે એ વાતની હકીકત સામે આવી છે કે છેવટે તેણે આવું શા કારણે કર્યુ. ડીએનએના રિપોર્ટ મુજબ, માનવામાં આવી રહ્યું હતું કે ધોની ઈંગ્લેન્ડમં આયોજિત થયેલા વનડે વર્લ્ડ કપ બાદ જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિ જાહેર કરવાનો હતો, પરંતુ એવું એટલા માટે ન કર્યુ જેથી ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ માટે બીસીસીઆઈને ઋષભ પંતને તૈયાર કરવા માટે વધુ સમય મળી જાય. આ ઉપરાંત, ધોની ઈચ્છે છે કે પંત ટી-20 વર્લ્ડ કપમાં તેના વિકલ્પ તરીકે તૈયાર કરવામાં આવે, જેથી પંતના બૅકઅપ તરીકે પણ અન્ય વિકેટકિપરોને તૈયાર કરવાનું કામ પણ બીસીસીઆઈ આ દરમિયાન કરી લે.
આ જ કારણ છે કે ધોનીએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી પોતાને દૂર રાખી ઉપરાંત દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ સ્થાનિક ટી-20 સીરીઝથી પણ દૂર રહેવાનો નિર્ણય કર્યો. આ ઉપરાંત, નવેમ્બરમાં બાંગ્લાદેશની વિરુદ્ધ યોજાનારી મર્યાદિત ઓવરોની સીરીઝ માટે પણ ધોનીએ બીસીસીઆઈને પોતાના નામ પર વિચાર ન કરવા માટે કહ્યું છે. જોકે, એ વાતની પૂરેપૂરી શક્યતા છે કે ધોની ડિસેમ્બરમાં વિન્ડીઝ વિરુદ્ધ સ્થાનિક મેદાન પર યોજાનારી સીરીઝમાં મેદાન પર જોવા મળશે. જોકે, તેને લઈને હજુ સુધી કોઈ પ્રકારની પુષ્ટિ નથી થઈ. બાંગ્લાદેશનો ભારત પ્રવાસ 3 નવેમ્બરથી શરૂ થશે, જ્યારે વિન્ડીઝની ટીમ ડિસેમ્બરમાં ભારતની વિરુદ્ધ રમશે.