IPL 2021: ધોનીએ લૉન્ચ કરી ચેન્નાઇ સુપર કિંગ્સની નવી જર્સી, સેનાના કેમોફ્લેજને મળ્યું સ્થાન

IPL 2021 માટે ધોનીએ લૉન્ચ કરી CSKની નવી જર્સી (PC-CSK TWITTER)

ચેન્નાઇ સુપર કિંગ્સે ટ્વીટર પર મહેન્દ્રસિંહ ધોનીનો જર્સી લૉન્ચ કરતો વિડીયો શેર કર્યો છે

  • Share this:
નવી દિલ્હી. IPLના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings)એ IPL 2021 માટે પોતાની નવી જર્સીને લૉન્ચ કરી દીધી છે. આ જર્સી (CSK New Jersey)માં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને તેમાં સેનાને સન્માન આપતા સેનાના કેમોફ્લેજ (Army Camouflage)ને સ્થાન આપવામાં આવ્યું છે.

આ અંગે ચેન્નાઇ સુપર કિંગ્સે ટ્વીટર પર એમ એસ ધોની (MS Dhoni)નો જર્સી લૉન્ચ કરતો વિડીયો (Video) શેર કર્યો છે. જેમાં ધોની ખુબ ખુશખુશાલ મુદ્રામાં જર્સીને અનબોક્સિંગ કરી રહ્યો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે પીળા રંગની CSKની જર્સીમાં ખભાના ભાગ પર આર્મીના કેમોફ્લેજને સ્થાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો, ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાશે ટી20 સીરીઝ! પાકિસ્તાની મીડિયાનો મોટો દાવો

ધોની છે આર્મીનો લેફટનન્ટ કર્નલ

વર્ષ 2011માં દેશની ટેરિટોરીયલ આર્મીએ ધોની (Dhoni)ને લેફ્ટિનેન્ટ કર્નલની માનદ રેન્ક એનાયત કરી હતી. માનવામાં આવે છે કે, વર્લ્ડ કપ જીત્યા બાદ આ સમય ધોની માટે સૌથી શ્રેષ્ઠ હતો. ઉલ્લેખનીય છે કે, ત્યારબાદ ધોનીએ પેરા કમાન્ડોની ટ્રેનિંગ લીધી હતી અને હેલિકોપ્ટરમાંથી છલાંગ પણ લગાવી હતી. એટલું જ નહીં વર્ષ 2019માં ધોનીએ કાશ્મીર ખાતે પેરા કમાન્ડોની ડ્યૂટી પણ નિભાવી હતી. સંન્યાસ દરમિયાન પણ તેણે સૈનિકની જેમ જ પોતાના રિટાયરમેન્ટનું એલાન કર્યું હતું. ધોનીએ 15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રિય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. CSKની જર્સી પર સેનાનું સન્માન જોતા સ્પષ્ટ થાય છે કે ધોનીના દિલમાં સેનાનું ખાસ સ્થાન છે.

આ પણ જુઓ, Atum 1.0 ઇલેક્ટ્રિક બાઇકે મચાવી ધમાલ! સીંગલ ચાર્જમાં 100 KMની સફર, ડ્રાઇવિંગ લાઇસન્સની પણ જરૂર નથી

શું આ ધોનીની અંતિમ IPL હશે?

ચેન્નાઇ સુપરકિંગ્સે ગત IPL સીઝનમાં ખરાબ પ્રદર્શન કરતા પોઈન્ટ્સ ટેબલમાં 7માં સ્થાને રહી હતી. જોકે, આ સીઝનમાં આશા છે કે CSK સારું પ્રદર્શન કરશે. જોકે, જે રીતે CSKની જર્સી પર આર્મીના કેમોફ્લેજ (Camouflage)ને સ્થાન આપવામાં આવ્યું છે, તેને જોતા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે આ IPL ધોનીની છેલ્લી IPL હશે.
First published: