MS Dhoniએ સંન્યાસનો લીધો નિર્ણય, સૌથી ખાસ મિત્રને બતાવી યોજના : રિપોર્ટ

News18 Gujarati
Updated: March 28, 2020, 3:56 PM IST
MS Dhoniએ સંન્યાસનો લીધો નિર્ણય, સૌથી ખાસ મિત્રને બતાવી યોજના : રિપોર્ટ
ગત વર્ષે યોજાયેલા વર્લ્ડ કપ બાદ ધોની ક્રિકેટથી દુર છે

રિપોર્ટ અનુસાર, ધોનીએ પહેલા જ ક્રિકેટને અલવીદા કહેવાનું મન બનાવી લીધુ છે, અને આ મુદ્દે તેણે પોતાના નજીકના લોકોને જણાવી દીધુ છે.

  • Share this:
ભારતના સ્ટાર વિકેટકિપર અને બેટ્સમેન એમએસ ધોની (MS Dhoni) ગત વર્ષે થયેલા વર્લ્ડ કપ બાદ ક્રિકેટથી દુર છે, અને તે થોડા દિવસમાં આઈપીએલ દ્વારા મેદાન પર વાપસી કરવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ કોરોના વાયરસ(Coronavirus)ના કારણે આઈપીએલને 15 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી છે. હવે સમાચાર મળી રહ્યા છે કે, ધોનીએ સંન્યાસ લેવાનો નિર્ણય કરી લીધો છે. સ્પોર્ટ્સકીડ અનુસાર, એક સૂત્રએ જણાવ્યું કે, તેણે પોતાના નિર્ણય વિશે પોતાના ખાસ મિત્ર સાથે વાતચીત પણ કરી છે.

રિપોર્ટ અનુસાર, ધોનીએ પહેલા જ ક્રિકેટને અલવીદા કહેવાનું મન બનાવી લીધુ છે, અને આ મુદ્દે તેણે પોતાના નજીકના લોકોને જણાવી દીધુ છે. જોકે, તેમણે હજુ સત્તાવાર રીતે બીસીસીઆઈ(BCCI) સાથે આ મામલે વાત નથી કરી. સૂત્રએ જણાવ્યું કે, જ્યારે સમય આવશે ત્યારે ધોની આનો ખુલાસો કરશે.

સૂત્રએ કહ્યું કે, એ વાત પણ ચર્ચામાં છેકે, ઈન્ડિયન પ્રિમીયર લીગ (IPL)માં પોતાના ફોર્મની તપાસ પહેલા તે ક્રિકેટ નહીં છોડે. જો ધોનીએ સંન્યાસ લેવો જ હોત તો તેણે પહેલા જ જાહેરાત કરી દીધી હોત. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ માલે મિત્રો અને પરિવારને જણાવી દીધુ છે, પરંતુ એ પણ સમાચાર છએ કે, તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એક અથવા બે સિઝન રમશે.

આઈપીએલ થવી મુશ્કેલ
એવું માનવામાં આવી રહ્યું હતું કે, આ આઈપીએલ બાદ ધોનીના ભવિષ્ય પર નિર્ણય લેવામાં આવશે, અને ધોનીએ આઈપીએલ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. પરંતુ કોરોના વાયરસના કારણે આઈપીએલની 13મી સિઝનને 15 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી છે, અને તેના આયોજનની સંભાવના ઓછી જોવા મળી રહી છે.

જોકે, આ પહેલા ધોનીના બાળપણના કોચ કેશવ રંજન બનરજીએ આશા વ્યક્ત કરી હતી કે, તે ભારતની ટી-20 વિશ્વકપ(T20 World Cup) ટીમમાં જગ્યા બનાવી લેશે. તેમણે કહ્યું કે, આઈપીએલ થતો જોવા નથી મળી રહ્યો અને તેમની છઠ્ઠી ઈન્દ્રી કહે છે કે, ધોનીને ટી-20 વિશ્વ કપ રમવાનો મોકો મળશે જે તેનો અંતિમ વિશ્વ કપ હશે. તેમણે કહ્યું કે, ધોની દ્વારા ચેન્નાઈથી પાછા આવ્યા બાદ તેની સાથે વાત પણ થઈ હતી. ભારતના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી(Ravi Shastri)એ પહેલા જ કહ્યું હતું કે, આઈપીએલથી ધોનીના ભવિષ્યનો નિર્ણય થશે.
First published: March 28, 2020, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading