ટ્વિટર પર ફરી ટ્રેન્ડ થવા લાગ્યું #dhoniretires, સાક્ષી ધોનીએ જણાવી સાચી હકીકત

News18 Gujarati
Updated: May 28, 2020, 12:22 PM IST
ટ્વિટર પર ફરી ટ્રેન્ડ થવા લાગ્યું #dhoniretires, સાક્ષી ધોનીએ જણાવી સાચી હકીકત
ધોનીની પત્ની સાક્ષીએ લખ્યું કે, આ માત્ર અફવા છે. હું જાણું છું કે લૉકડાઉનમાં લોકો માનસિક રીતે પરેશાન છે

ધોનીની પત્ની સાક્ષીએ લખ્યું કે, આ માત્ર અફવા છે. હું જાણું છું કે લૉકડાઉનમાં લોકો માનસિક રીતે પરેશાન છે

  • Share this:
નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) છેલ્લા લગભગ એક વર્ષથી ક્રિકેટ મેદાનથી દૂર છે. ઈગ્લેન્ડ (England)માં વર્ષ 2019માં યોજાયેલા વર્લ્ડ કપની સેમીફાઇનલ મેચ બાદ તે મેદાન પર ઉતર્યા નથી. આ દરમિયાન તેની નિવૃત્તિને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. જોકે ધોની (MS Dhoni)એ પોતે આ વિશે કંઈ નથી કહ્યું. ફરી એકવાર બુધવારે સોશિયલ મીડિયા પર #dhoniretires ટ્રેન્ડ થવા લાગ્યું. પ્રશંસકો ધોનીને શુભેચ્છાઓ આપવા લાગ્યા, એવામાં ધોનીની પત્ની સાક્ષી જવાબ આપવા સામે આવી.

સાક્ષીએ આપ્યો જવાબ

સોશિયલ મીડિયા પર #dhoniretires ટ્રેન્ડ જોઈને સાક્ષી પોતાને રોકી ન શકી. તેણે ટ્વિટ કર્યું કે, આ માત્ર અફવા છે. હું જાણું છું કે લૉકડાઉનમાં લોકો માનસિક રીતે પરેશાન છે. જોકે, ટ્વિટ થોડા સમય બાદ ડીલીટ કરી દેવામાં આવ્યું.


આ પણ વાંચો, IPL ઓક્ટોબરમાં યોજાશે, ટી20 વર્લ્ડ કપ 2020 સુધી મોકૂફ

આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આઈપીએલમાં મેદાન પર ધોની વાપસી કરશે. ત્યારબાદ તેણે પ્રેક્ટિસ સેશનમાં સામેલ થવાની શરૂઆત કરી દીધી હતી. પરંતુ લૉકડાઉનના કારણે આઈપીએલ અનિશ્ચિતકાળ માટે ટાળી દેવાતાં તેની વાપસી પર ફરી સવાલ ઊભા થઈ રહ્યા છે.આ પણ વાંચો, કોરોના મહામારીનો એક બીજાને સાથ આપી આવી રીતે કરો સામનો

Coronavirus કેવી રીતે બદલી શકે છે આપનું જીવન? આ સર્વેમાં લો હિસ્સો
First published: May 28, 2020, 12:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading