ધોનીએ પોસ્ટ કર્યો જીવાનો બરફમાં ગીત ગાતો વીડિયો, લાખો પ્રશંસકોએ જોયો

News18 Gujarati
Updated: January 6, 2020, 9:43 AM IST
ધોનીએ પોસ્ટ કર્યો જીવાનો બરફમાં ગીત ગાતો વીડિયો, લાખો પ્રશંસકોએ જોયો
મહેન્દ્રસિંહ ધોની અને જીવા

વીડિયોમાં જોઈ શકાય છે કે જીવા ગિટારના તારોને છેડીને અંગ્રેજીમાં કંઈક ગાઈ રહી છે

  • Share this:
નવી દિલ્હી : મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) હાલમાં પરિવારની સાથે ઉત્તરાખંડના મસુરીમાં રજાઓ માણી રહ્યો છે. પત્ની સાક્ષી અને દીકરી જીવા (Ziva) તેની સાથે છે અને મસુરીમાં બરફવર્ષાનો તેઓ આનંદ માણી રહ્યા છે. રવિવારે તેણે એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં જીવા ગિટાર વગાડી રહી છે અને અંગ્રેજીમાં ગાઈ રહી છે. લોકોએ આ વીડિયો ઘણો પસંદ પડી રહ્યો છે. એક કલાકની અંદર તેને 9 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ પહેલા ધોનીનો જીવાની સાથે બરફમાં સ્નોમેન બનાવવાનો વીડિયો સામે આવ્યો હતો. તેનાથી તેના પ્રશંસકોએ ઘણો પસંદ કર્યો હતો.

અંગ્રેજીમાં ગાઈ રહી છે જીવા

ધોનીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, બરફ જોતાં જ તેના અંદરની સારી વસ્તુ સામે આવી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જીવા ગિટારના તારોને છેડીને અંગ્રેજીમાં કંઈક ગાઈ રહી છે. તેને કોઈ રેકોર્ડ કરી રહી છે તેની ચિંતા કર્યા વગર જીવા મુક્ત મને ગાઈ રહી છે.
 
View this post on Instagram
 

Snow brings the best out of her @ziva_singh_dhoni


A post shared by M S Dhoni (@mahi7781) on


સાક્ષીએ પોસ્ટ કર્યો હતો સ્નોમેન બનાવવાનો વીડિયો

આ પહેલા સાક્ષી ધોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ધોની તથા જીવાની સાથે મળી સ્નોમેન બનાવવાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. તે દીકરીના વખાણ કરતાં કહે છે કે જીવા તેં તો કમાલનું કામ કર્યું છે. 
View this post on Instagram
 

Holiday mode ! ❄️


A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on


ધોની 6 મહિનાથી ક્રિકેટથી દૂર છે

નોંધનીય છે કે, ધોની 6 મહિનાથી ક્રિકેટથી દૂર છે. તે છેલ્લીવાર ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયા માટે રમ્યો હતો. ત્યારબાદ તેણે ક્રિકેટથી બ્રેક લીધો હતો એન તેણે સેનાની સાથે કામ કર્યું હતું. જુલાઈમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ મેચ બાદથી તે ક્રિકેટથી સમગ્રપણે દૂર છે. નવેમ્બરમાં તેણે પ્રેક્ટિસ શરૂ કરી હતી પરંતુ સ્પષ્ટ કરી દીધું હતું કે જાન્યુઆરી સુધી તેને ક્રિકેટ વિશે કંઈ પૂછવું નહીં.

આ પણ વાંચો, પિચ સૂકવવા માટે ઇસ્ત્રી, હેર ડ્રાયરનો ઉપયોગ, ગાંગુલીની BCCIનું નાક કપાયું, દુનિયાએ ઉડાવી મજાક!
First published: January 6, 2020
વધુ વાંચો
अगली ख़बर