મહેન્દ્રસિંહ ધોનીને મોટો આંચકો, BCCIના વાર્ષિક કૉન્ટ્રાક્ટમાંથી બાદબાકી

News18 Gujarati
Updated: January 16, 2020, 4:12 PM IST
મહેન્દ્રસિંહ ધોનીને મોટો આંચકો, BCCIના વાર્ષિક કૉન્ટ્રાક્ટમાંથી બાદબાકી
BCCIના વાર્ષિક કૉન્ટ્રાક્ટમાં ધોનીને કોઈ પણ ફોર્મેટમાં સામેલ નથી કરવામાં આવ્યો, સંન્યાસની અટકળો તેજ

BCCIના વાર્ષિક કૉન્ટ્રાક્ટમાં ધોનીને કોઈ પણ ફોર્મેટમાં સામેલ નથી કરવામાં આવ્યો, સંન્યાસની અટકળો તેજ

  • Share this:
મુંબઈ : મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) જુલાઈ 2019 બાદથી ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)થી બહાર છે. તેણે અંતિમ મેચ વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ રમી હતી અને ત્યારથી તેના ક્રિકેટના ભવિષ્યને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. આ દરમિયાન બીસીસીઆઈ વાર્ષિક કૉન્ટ્રાક્ટ (BCCI Annual Contract)થી ધોની બહાર થઈ ગયો છે. તેને કૉન્ટ્રાક્ટમાં કોઈ પણ યાદીમાં સામેલ નથી કર્યો. તેને ગયા વર્ષે એ-ગ્રેડ કૉન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ ગ્રેડમાં વાર્ષિક બીસીસીઆઈ (BCCI) તરફથી 5 કરોડ રૂપિયા મળે છે.

બીસીસીઆઈ કૉન્ટ્રાક્ટ યાદીમાં ધોનીનું નામ ન આવતાં હવે લાગી રહ્યું છે કે તેનો સંન્યાસ ઘણો નજીક છે. આ કૉન્ટ્રાક્ટ ઑક્ટોબર 2019થી સપ્‍ટેમ્બર 2020 સુધી માટે છે. બીજી તરફ, આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2020 ઑક્ટોબરેમાં રમાશે.

ધોની આઈપીએલ રમશે

ધોનીની ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમમાં પસંદગી નહોતી કરવામાં આવી. એવામાં હવે તેની પાસે આઈપીએઇલમાં રમવાની તક છે. કહેવામાં આવી રહ્યું છે કે તે હવે ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ થવા માટે દાવેદાર છે. થોડા દિવસો પહેલા ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ઇન્ટરવ્યૂમાં ઈશારો કર્યો હતો કે ધોની ટૂંક સમયમાં સંન્યાસ લઈ શકે છે. પરંતુ તેણે આંતરરાષ્ટ્રીય ટી20 માટે તેની તરફદારી કરી હતી.

બીસીસીઆઈ કૉન્ટ્રાક્ટમાં 4 ગ્રેડ

બીસીસીઆઈના કૉન્ટ્રાક્ટમાં ચાર ગ્રેડ હોય છે જેમાં ખેલાડીઓને વહેંચવામાં આવે છે. ગ્રેડ A+ માં સામેલ ખેલાડીઓને વાર્ષિક સાત કરોડ રૂપિયા આપવામાં આવે છે અને તેમાં ત્રણેય ફોર્મેટમાં રમનારા ખેલાડી સામેલ થાય છે. ગ્રેડ Aના ખેલાડીઓને પાંચ કરોડ રૂપિયા આપવામાં આવે છે. બીજી તરફ, ગ્રેડ Bમાં ત્રણ કરોડ રૂપિયા અને ગ્રેડ Cના ખેલાડીઓને એક કરોડ રૂપિયા આપવામાં આવે છે. હજુ ગ્રેડ A+માં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહના નામ છે.

બીસીસીઆઈ કૉન્ટ્રાક્ટ યાદી

>> ગ્રેડ A+ (7 કરોડ રૂપિયા) : વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ

>> ગ્રેડ A (5 કરોડ રૂપિયા) : આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા, ઈશાંત શર્મા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, શિખર ધવન અને વિકેટકિપર ઋષભ પંત.

>> ગ્રેડ B (3 કરોડ રૂપિયા) : ઋદ્ધિમાન સાહા, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા અને મયંક અગ્રવાલ.

>> ગ્રેડ C (1 કરોડ રૂપિયા) : કેદાર જાધવ, મનીષ પાંડે, હનુમા વિહારી, શ્રેયસ અય્યર, દીપક ચાહર, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર અને વૉશિંગટન સુંદર.

આ પણ વાંચો, ભારતીય ટીમના વડીલ પ્રશંસક ચારૂલતા પટેલનું નિધન, વર્લ્ડ કપમાં કોહલી-રોહિત પર વરસાવ્યો હતો પ્રેમ
First published: January 16, 2020, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading