આગામી 48 કલાકમાં સંન્યાસ પર નિર્ણય લઈ શકે છે મહેન્દ્ર સિંહ ધોની!

News18 Gujarati
Updated: July 16, 2019, 7:44 PM IST
આગામી 48 કલાકમાં સંન્યાસ પર નિર્ણય લઈ શકે છે મહેન્દ્ર સિંહ ધોની!
મહેન્દ્ર સિંહ ધોની (ફાઈલ ફોટો)

માનવામાં આવી રહ્યું છે કે, વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે ટીમની પસંદગી થાય તે પહેલા મહેન્દ્ર સિંહ ધોની સંન્યાસ લેવાનો નિર્ણય લઈ શકે છે.

  • Share this:
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ખતમ થઈ ચુક્યો છે. ટીમ ઈન્ડીયાએ હવે વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે જવાનું છે. ત્યાં માટે ટીમની પસંદગી 19 જુલાઈએ થવાની છે. જોકે, આ પહેલા મીડિયામાં સમાચાર છે કે, મહેન્દ્ર સિંહ ધોનીને લઈ ટુંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે ટીમની પસંદગી થાય તે પહેલા મહેન્દ્ર સિંહ ધોની સંન્યાસ લેવાનો નિર્ણય લઈ શકે છે. અગામી 48 કલાકમાં ધોની અને સિલેક્ટર્સ વચ્ચે સંન્યાસના મુદ્દા પર વાતચીત થઈ શકે છે. જોકે, આની અધિકારીક પુષ્ટી નથી થઈ.

ધોનીનું સિલેક્શન મુશ્કેલ
સમાચાર છે કે, વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે ધોનીનું સિલેક્શન નહીં કરવામાં આવે. એવામાં સિલેક્ટર્સ તેમના સંન્યાસના મુદ્દા પર વાતચીત કરી શકે છે. વિશ્વ કપમાં જે રીતે મહેન્દ્ર સિંહ ધોની ધીમી પારી રમી તેનાથી તેની બેટિંગ પર પ્રશ્ન ઉઠી રહ્યા છે.

અંગ્રેજી સમાચાર પત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડીયાએ બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રોના હવાલે જણાવ્યું ચે કે, વર્લ્ડ કપમાં ધોનીની ધીમી બેટિંગને જોતા મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદ ટુંક સમયમાં તેની સાથે વાતચીત કરશે. તેમણે કહ્યું કે, જો ધોની ખુદ સંન્યાસ નથી લેતો તો, તેને ઓટોમેટિક ટીમમાં સામેલ નહી કરવામાં આવે. તેમણે ઈસારા ઈશારામાં આ સંકેત આપ્યા છે કે, હવે ધોની ટીમ પસંદગીની યોજનામાં સામેલ નથી.

ટીમ ઈન્ડીયાનો વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ
તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડીયાનો વેસ્ટ ઈન્ડીઝનો પ્રવાસ 3 ઓગષ્ટથી શરૂ થશે. જેમાં ત્રણ ટી-20, ત્રણ વન ડે અને બે ટેસ્ટ મેચ રમવામાં આવશે. પ્રવાસની શરૂઆત ટી-20થી થશે, ત્યારબાદ વન ડે 8 ઓગષ્ટથી. અને 22 ઓગષ્ટે પહેલી ટેસ્ટ મેચ રમવામાં આવશે, બીજી ટેસ્ટ મેચ 30 ઓગષ્ટે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની પસંદગી 19 જુલાઈએ થઈ શકે છે. મળતા સમાચાર અનુસાર, શિખર ધવનનું પણ રમવું મુશ્કેલ છે. તેની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં પસંદ કરવામાં આવી શકે છે.
First published: July 16, 2019, 7:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading