IPL 2018માં થઇ રહ્યો છે સિક્સનો વરસાદ, તૂટ્યો છ વર્ષનો રેકોર્ડ

News18 Gujarati
Updated: May 20, 2018, 11:47 AM IST
IPL 2018માં થઇ રહ્યો છે સિક્સનો વરસાદ, તૂટ્યો છ વર્ષનો રેકોર્ડ
IPL 2018 સિઝન 11નો રોમાંચ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ સિઝનમાં અનેક રેકોર્ડ બનવાની સાથે કેટલાક ખેલાડીઓ હીરો બની ગયા તો કેટલાક ઝિરો થઇ ગયા છે.

IPL 2018 સિઝન 11નો રોમાંચ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ સિઝનમાં અનેક રેકોર્ડ બનવાની સાથે કેટલાક ખેલાડીઓ હીરો બની ગયા તો કેટલાક ઝિરો થઇ ગયા છે.

  • Share this:
IPL 2018 સિઝન 11નો રોમાંચ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ સિઝનમાં અનેક રેકોર્ડ બનવાની સાથે કેટલાક ખેલાડીઓ હીરો બની ગયા તો કેટલાક ઝિરો થઇ ગયા છે. આઈપીએલ સિઝન 11 પોતાના છેલ્લા પડાવમાં છે. આ વર્ષે ખેલાડીઓની ટીમ બદલાવાની સાથે સાથે રમતમાં જબદસ્ત ફેરફારો પણ થઇ રહ્યા છે.

આ જ કારણ છે કે આ સિઝનમાં સિક્સનો વરસાદ ભારે વરસાદ થઇ રહ્યો છે. અહીં રસપ્રદ વાત તો એ છે કે આઇપીએલ 11 સિઝનમાં ગત છ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયર્સ વચ્ચે થયેલી આઇપીએલની 51મી મેચમાં 24 સિક્સ ફટકારી હતી. આ સાથે જ આઇપીએલ 2012નો રેકોર્ડ તૂટી ગયો હતો.

આ સિઝનમાં હજી છ મુકાબલા થવાના બાકી છે. અત્યાર સુધી 54 મેચો થઇ ગઇ છે. અત્યાર સુધીમાં 771 રેકોર્ડ સિક્સો લગાવવામાં આવી છે. વર્ષ 2012માં 75 મેચોમાં 727 સિક્સ લગાવવામાં આવી હતી. આ પહેલા આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધારે સિક્સો વર્ષ 2012માં 148 ઇનિંગમાં કુલ 727 સિક્સ નોંધાઇ હતી. વર્ષ 2014માં 120 ઇનિંગમાં 714 સિક્સ અને વર્ષ 2017ની આઇપીએલ મેચોમાં 705 સિક્સ નોંધાઇ હતી.
First published: May 20, 2018, 11:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading