ટીમ ઈન્ડીયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાંના વિવાદની મોટાભાગના લોકોને ખબર છે. આ વિવાદ કેટલાએ સમયથી મીડિયામાં ચર્ચામાં રહ્યો. જહાંએ મોહમ્મદ શમી પર દગો આપવાનો, હત્યાની કોશિસ કરવાનો અને લગ્ન બાદ બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો, જેની તપાસ હાલમાં ચાલી રહી છે. આ સમયમાં જહાંને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અને તેણે દર મહિને પતિ પાસેથી 10 લાખ રૂપિયાના ભથ્થા માટે કોર્ટની શરણ લીધી છે.
તેણે પોતાની દીકરી માટે ફરીથી મોડલિંગ કરિયરને આગળ વધારવાનો નિર્ણય લીધો છે. 2014માં શમી સાથે લગ્ન કર્યા બાદ વ્યવસાયે મોડલ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ચીયરલીડર્સ રહેલી જહાંએ મોડલિંગ છોડી દીધુ હતું. હસીને કહ્યું કે, મે મોહમ્મદ સમી માટે પોતાનું કરિયર છોડી દીધુ. તેને મારૂ કામ પસંદ ન હતું. તેણે મને દગો દીધો છે. હું ફરી મારી જૂની જાહોજલાલી પાછી મેળવવાની કોશિસ કરી રહી છું.
હાલમાં તે મુંબઈ અને કોલકાતા વચ્ચે કામને લઈ મુસાફરી કરતી રહે છે. હસીન જહાંએ ફરી પોતાના જુના મિત્રોનો સંપર્ક સાધવાનું શરૂ કરી દીધુ છે. એટલું જ નહીં, તે મોડલિંગ સિવાય એક્ટિંગમાં પણ નસીબ અજમાવવાની તૈયારી કરી રહી છે. તેણે એક આઠ મિનીટની મર્ડર મિસ્ટ્રી ફિલ્મ 'સ્ક્રિપ્ટ'માં કામ કર્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર