Home /News /sport /પત્નીએ દગો આપ્યો; 3 વાર આત્મહત્યાની કોશિશ કરી, જ્યારે મેદાનમાં પરત ફર્યો તો ભલભલાને પરસેવો છોડાવી દીધો

પત્નીએ દગો આપ્યો; 3 વાર આત્મહત્યાની કોશિશ કરી, જ્યારે મેદાનમાં પરત ફર્યો તો ભલભલાને પરસેવો છોડાવી દીધો

ખૂબ જ સંઘર્ષથી ભરેલી છે આ ક્રિકેટરની કહાની

અમરોહાના અલીનગર ગામમાં શેરડીના ખેતર વચ્ચે મોહમ્મદ શમીનું ફાર્મહાઉસ છે. તે રજાના દિવસોમાં અહીં સમય વિતાવે છે. જો કે, શમી ઘર પર ખાલી એક જ દિવસ આરામ કરે છે અને બાદમાં તેની બોલિંગ પ્રેક્ટિસ શરુ થઈ જાય છે.

નવી દિલ્હી: ફાસ્ટ બોલિંગ મોહમ્મદ શમીના ઝીનમાં છે. પિતા તૌસીફ અલી અને ભાઈ હસીબ બંને ફોસ્ટ બોલર હતા. જો કે, આ બંને જિલ્લા લેવલથી આગળ વધી શક્યા નથી, પણ શમી ભારત માટે રમી રહ્યો છે. બાકી બધા માટે ક્રિકેટ એક શોખ રહ્યો, પણ શમી માટે આ જૂનૂન બન્યું. પિતાએ 10 વર્ષના દીકરાની અંદર ચિંગારી અનુભવી તો તેના કોચ બદરુદ્દીન પાસે લઈ ગયા. કોચ બાળકને જોઈને પ્રભાવિત તો ન થયા, પણ તેની બોલ ફેંકવાની સ્પિડ તરફ તેમનું ધ્યાન ચોક્કસ ખેંચાયું.

આ પણ વાંચો: PHOTOS: એક સાથે 347 ભાભાની મેરેજ એનિવર્સરી મનાવી, ફુલેકામાં દીકરા-દીકરીઓ પણ હાજર રહ્યાં

અમરોહાના અલીનગર ગામમાં શેરડીના ખેતર વચ્ચે મોહમ્મદ શમીનું ફાર્મહાઉસ છે. તે રજાના દિવસોમાં અહીં સમય વિતાવે છે. જો કે, શમી ઘર પર ખાલી એક જ દિવસ આરામ કરે છે અને બાદમાં તેની બોલિંગ પ્રેક્ટિસ શરુ થઈ જાય છે. શમીની બોલિંગ પ્રત્યેની દિવાનગી જોઈને તેમના ભાઈઓએ ઘરે જ પિચ બનાવી દીધી હતી. 22 ગજ માટે પાંચ ફુટ ઊંડો ખાડો ખોદ્યો. માટી બદલીને પાણી નાખી તેને સપાટ કરી. ઘાંસ ઉગ્યા બાદ તેને કાપવામાં આવ્યું. આ દરમિયાન પુરુ એક વર્ષ વીતી ગયું. શમીની ટ્રેનિંગ રીતે એકદમ દેશી છે. પહેલા તે ટ્રેક્ટરથી ખેતી કરતો હતો અને પગ એક ફુટ નીચે ઢસડાવા લાગ્યો તો, તે તેના પર દોડવા લાગ્યો.

યૂપીની ટીમમાં સિલેક્ટ ન થતાં ઉદાસ થઈ ગયો


મોહમ્મદ શમીએ 17 વર્ષની ઉંમરમાં યૂપીની અંડર 19 ટીમ માટે ટ્રાયલ આપી, પણ તેનું સિલેક્શન થયું નહીં. તેનાથી શમીને ઊંડો આઘાત લાગ્યો. આ દરમિયાન શમીના કોચ બદરુદ્દીન પાસે કલકત્તાથી તેમના મિત્રનો ફોન આવ્યો, જે ફાસ્ટ બોલરને શોધી રહ્યા હતા. બંગાળ પહોંચતા જ શમીનું ભાગ્ય બદલાયું.

રિસ્ટ પોઝીશન માટે કરે છે આકરી મહેનત


ટી 20 વર્લ્ડ કપ દરમિયાન એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં મોહમ્મદ શમી પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રીદીને ટિપ્સ આપી રહ્યો હતો. તેમાં શમીને શાહીન કહે છે કે, જ્યારથી મેં બોલિંગ સ્ટાર્ટ કરી છે, ત્યારથી તમને ફોલો કરુ છું. આપની રિસ્ટ પોઝિશનનો કોઈ જવાબ નથી. શમીની અપરાઈટ સીમ તેની બોલિંગની ખાસિયત છે અને તેના માટે તેણે વર્ષોની મહેનત કરી છે.


શમીના કોચ બદરુદ્દીને ઈંડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, શમીએ પોતાની રિસ્ટ પોઝિશન પર કામ કરવા માટે ખૂબ મહેનત કરી છે. ઘરની દીવાલ બોલના નિશાનથી લાલ થઈ ગઈ છે. શમી ઘરે હોય ત્યારે એક સ્ટંપ પર બોલિંગનો અભ્યાસ કરે છે. આજકાલના ફાસ્ટ બોલર જિમમાં રસ ધરાવે છે. પણ શમીએ ક્યારેય એવું નથી કર્યું. જિમ ફક્ત આપના શરીરને આકાર આપે છે. પણ મેદાન આપને સહનશક્તિ આપે છે. આપને જણાવી દઈએ કે, શમીને પત્ની હસીન શહા સાથે વિવાદના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બંનેનો કેસ હાલમાં કોર્ટમાં છે. તેણે ત્રણ વાર સુસાઈડની કોશિશ પણ કરી હતી.
First published:

Tags: Cricketers, Mohammad shami, Sports news