મોટો ખુલાસોઃ ત્રણ વાર આત્મહત્યા કરવા માંગતો હતો મોહમ્મદ શમી, જાતે જણાવ્યું કારણ

હાલ ભલે મોહમ્મદ શમીએ ભારતીય ક્રિકેટમાં દમદાર વાપસી કરી હોય. પણ શમી પોતે એક સમયે ડિપ્રેશન આ દર્દમાંથી પસાર થિ ચૂક્યા છે. તેમમે પોતે જણાવ્યું કે તેમને ડિપ્રેશન વખતે અનેક વાર સુસાઇડ કરવાનો પણ વિચાર આવ્યો. પણ પરિવાર અને ટીમના સહયોગના કારણે તે મજબૂતીથી ટકી રહ્યા.

રોહિત શર્મા સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવમાં શમીએ પોતાની જિંદગીના સૌથી ખરાબ સમય વિશે વાત કરી

 • Share this:
  નવી દિલ્હીઃ ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)એ ખુલાસો કર્યો છે કે તેણે ત્રણ વાર સુસાઇડ કરવા વિશે વિચાર્યું હતું. ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma)ની સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવમાં શમીએ પોતાની જિંદગીના સૌથી ખરાબ સમય વિશે વાત કરી. તેણે કહ્યું કે, 2015 વર્લ્ડ કપમાં થયેલી ઈજા બાદ મેદાન પર વાપી કરવામાં લગભગ 18 મહિનાનો સમય લાગ્યો હતો. તે 18 મહિના તેના માટે ખૂબ તણાવપૂર્ણ હતા. શમીએ કહ્યું કે તેણે ફરીથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને પછી તેને કેટલાક અંગત કારણોનો સામનો કરવો પડયો. મૂળે 2018થી શમીના જીવનમાં ઘણી ઉથલ-પાથલ ચાલી રહી છે. તેની પત્ની હસીન જહાંએ તેની પર ઘરેલૂ હિંસાનો આરોપ લગાવ્યો હતો. તે સમયે ઘણો હોબાળો થયો હતો. જોકે બાદમાં શમીએ પરિસ્થિતિને સંભાળી લીધી. તેણે કહ્યું કે તે માત્ર પોતાના પરિવારના કારણે જ આ બધી મુશ્કેલીનો સામનો કરી શક્યો.

  શમીએ કહ્યું કે, તે 2015 વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત થઈ ગયો હતો, તો તેને બિલકુલ ફિટ થવામાં 18 મહિનાનો સમય લાગ્યો. જે તેની જિંદગીનો સૌથી કપરો સમય હતો. તે ખૂબ જ તણાવપૂર્ણ સમય હતો. જ્યારે તેણે ફરીથી રમવાનું શરૂ કર્યું તો તેને કેટલીક અંગત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તેણે કહ્યું કે તેને લાગે છે કે જો તેનો પરિવાર સોથ ન હોત તો આ સમસ્યાથી બહાર ન આવી શકત. તેણે કહ્યું કે તે દરમિયાન તેણે ત્રણ વાર આત્મહત્યા કરવા વિશે વિચાર્યું હતું.

  આ પણ વાંચો, ચીનમાં 2 મહિના બાદ ફરી ખુલ્યું એ માર્કેટ જ્યાં મળે છે ફ્રાઇડ વીંછી અને કરોળિયા

  માનસિક રીતે સ્વસ્થ નહોતો

  શમીએ જણાવ્યું કે તે દરમિયાન કોઈને કોઈ તેની સાથે 24 કલાક સાતેય દિવસ હાજર રહેતું હતું. તે માનસિક રીતે સ્વસ્થ નહોતો. તેનો પરિવાર તેની સાથે હતો. તેણે કહ્યું કે જો આપનો પરિવાર આપની સાથે છે તો તમે કોઈ પણ પરિસ્થિતિથી બહાર આવી શકો છો. તેણે જણાવ્યું કે જો પરિવાર સાથે નહીં હોત તો તે કદાચ કોઈ ખોટું પગલું ઉઠાવી શકતો હતો. લાઇવ દરમિયાન મોહમ્મદ શમી અને રોહિત શર્માએ ક્રિકેટને લઈ ઘણી વાત કરી. શમીએ રોહિત શર્મીને તેની યાદગાર ઇનિંગ, તેની ખાસ બેવડી સદીને લઈ અનેક સવાલ પૂછ્યા.

  આ પણ વાંચો, Password વગર પણ ઉપયોગ કરી શકો છો કોઈનું પણ WiFi, આ છે સરળ રીત
  Published by:Mrunal Bhojak
  First published: