મોહમ્મદ શમી વિરુદ્ધ એરેસ્ટ વોરંટ જાહેર, હવે જશે જેલમાં!

News18 Gujarati
Updated: September 2, 2019, 7:16 PM IST
મોહમ્મદ શમી વિરુદ્ધ એરેસ્ટ વોરંટ જાહેર, હવે જશે જેલમાં!
ક્રિકેટર મોહમ્મદ શમી

વર્ષ 2018માં મોહમ્મદ શમી વિરુદ્ધ તેની પત્નીએ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. શમી અને તેના ભાઈ વિરુદ્ધ આઈપીસી કલમ 498A હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

  • Share this:
ટીમ ઈન્ડીયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી એકવાર ફરી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. કોલકાતાની કોર્ટે શમી વિરુદ્ધ ધરપકડનો વોરન્ટ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ શમીને 15 દિવસની અંદર કોર્ટમાં રજુ થવાનો આદેશ મળ્યો હતો. પરંતુ, તે હાજર થયા નથી, જેથી કોર્ટે હવે ધરપકડનો વોરન્ટ જાહેર કર્યો છે.

વેસ્ટ ઈન્ડિઝમાં છે મોહમ્મદ શમી
તમને જણાવી દઈએ કે, મોહમ્મદ શમી ટીમ ઈન્ડીયા સાથે વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ પર છે. હાલમાં તે જમૈકામાં ટેસ્ટ મેચ રમી રહ્યો છે. વર્ષ 2018માં મોહમ્મદ શમી વિરુદ્ધ તેની પત્નીએ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. શમી અને તેના ભાઈ વિરુદ્ધ આઈપીસી કલમ 498A હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ અંતર્ગત કોલકાતાની કોર્ટે શમીને કોર્ટમાં હાજર રહેવા કહ્યું હતું. શમી કોર્ટમાં રજૂ થવામાં નિષ્ફળ રહ્યો અને ACJMએ તેના વિરુદ્ધ ધરપકડનો વોરન્ટ જાહેર કર્યો છે.

પોલીસનું કહેવું છે કે 27 વર્ષીય ખેલાડી પર હત્યાનું કાવતરું અને ધમકી સહિતની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ખેલાડી વિરુદ્ધ જે કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે, તે જો પુરવાર થાય, તો તેમને દસ અથવા તેનાથી પણ વધુ વર્ષ માટે જેલની સજા થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, શમીના પત્ની હસીન જહાંએ શમી વિરુદ્ધ લગ્નેત્તર સંબંધ રાખવાનો અને ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો હતો. હસીને લગ્નના ચાર વર્ષમાં કથિતરૂપે શમીએ વિવિધ મહિલાઓને જે સંદેશા મોકલ્યા હતા તેને ફેસબુક એકાઉન્ટ પર મૂકી દીધા હતા. તેમના આરોપ હતા કે શમીને કેટલીક મહિલાઓ સાથે પ્રેમ સંબંધો રહ્યા છે અને શમી તેમનું સતત શારીરિક-માનસિક શોષણ કરે છે. શમીના મોટા ભાઈ વિરુદ્ધ પણ હસીને બળાત્કારની પણ ફરિયાદ પણ કરી છે.

બીજી તરફ શમીએ આ આરોપોનો ઇન્કાર કરી બાબતને એક ષડયંત્ર ગણાવ્યું અને તેમને બદનામ કરવાની કોશિશ થઈ રહી હોવાનો દાવો કર્યો. તેમણે ટ્વીટ કર્યું, "મારા અંગત જીવન વિશે જે કંઈ પણ કહેવામાં આવ્યું છે તે સંપૂર્ણ ખોટું છે."
First published: September 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...