હસીન જહાંએ સોશિયલ મીડિયામાં મંદિર નિર્માણ માટે આપી શુભેચ્છા તો મળી રેપની ધમકી આપી

હસીન જહાંએ સોશિયલ મીડિયામાં મંદિર નિર્માણ માટે આપી શુભેચ્છા તો મળી રેપની ધમકી આપી
હસીન જહાં

હસીન જહાંએ જે પોસ્ટ શેર કરી તેની પર શ્રીરામ અને રામ મંદિરની તસવીર બનેલી હતી.

 • Share this:
  ભારતીય બોલર મોહમ્મદ શમીની એક્સ પત્ની હસીન જહાંથી તે ખૂબ સમય પહેલા જ અલગ થઇ ગયા હતા. જો કે તેમ છતાં હસીન જહાં કોઇને કોઇ કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાના ડાન્સ વીડિયાના કારણે તો ક્યારેક બોલ્ડ ફોટોશૂટના કારણે તે ચર્ચામાં રહે છે. લોકડાઉના વચ્ચે હસીન જહાં પોતાના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે. ત્યારે હાલમાં જ તેણે રામ મંદિરના નિર્માણ મામલે તેના હિંદુ ફેન્સને શુભકામના આપે તેવા ઇમોજી મૂક્યા હતા. પણ આમ કરતા કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી હતી.

  હસીન જહાંએ જે પોસ્ટ શેર કરી તેની પર શ્રીરામ અને રામ મંદિરની તસવીર બનેલી હતી. આ ઉપર લખ્યું છે કે અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભૂમિપૂજન માટે સમસ્ત હિંદુ સમાજને દીલી મુબારકબાદ. ખૂબ શુભકામના. હસીન જહાંએ કેપ્શનમાં અન્ય ઇમોજીનો પણ ઉપયોગ કર્યો છે. જ્યાં તેમના કેટલાક ફેન્સ તેમને આ માટે શુભકામના આપી આભાર વ્યક્ત કર્યો તો અન્ય કેટલાક લોકોએ તેને આમ ન કરવાનું કહ્યું. જો કે કેટલાક તેવા પણ લોકો હતા જેમણે હસીન જહાંને રેપ અને મારી નાંખવાની ધમકી પણ આપી.  હસીન જહાંની પોસ્ટ


  વર્ષ 2018માં હસીન જહાંએ તે વખતે સમાચારોમાં છવાઇ હતી જ્યારે તેણે મોહમ્મદ શમી પર ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો. હસીન આ વાત પર બીસીસીઆઇ પણ તપાસ કરવાનો વારો આવ્યો હતો. જો કે તે પછી તેને ક્લીન ચીટ આપવામાં આવી હતી.

  વધુ વાંચો :  Rajasthan : જેસલમેરમાં રેતીના તોફાન તસવીરો આવી સામે, વાવાઝોડાએ શહેરને લીધું માથે

  આ સિવાય હસીન જહાંએ શમીના ભાઇ પર પણ રેપ જેવા ગંભીર આરોપ સગાવ્યા હતા. અને શમીને અનેક મહિલાઓ સાથે સંબંધ હોવાની વાત પણ કરી હતી. જો કે તપાસમાં કંઇ સાબિત નહતું થયું.

  બીજી તરફ મોહમ્મદ કેફ પણ પોતાના ફેન્સને અપીલ કરી હતી કે આ એક ખાસ ક્ષણ છે અને આ દરમિયાન કોઇ નફરતને વધારો ન આપવો જોઇએ. સાથે જ કૈફે ટ્વિટમાં લખ્યું કે હું ઇલાહબાદ જેવા શહેરમાં મોટો થયો છું જ્યાં ગંગા-જમુના સંસ્કૃતિ છે. મને રામલીલા ખૂબ જ પસંદ છે. અને ભગવાન રામ દરેક વ્યક્તિમાં સારી વસ્તુ જુઓ છે. આપણે પણ તેમની વિરાસતને આગળ વધારવી જોઇએ. હું તમને બધાને અનુરોધ કરું છું કે નફરતના એજન્ટોને પ્રેમ અને એકતાના રસ્તામાં ન આવવા દે.
  Published by:Chaitali Shukla
  First published:August 06, 2020, 14:42 pm