RR vs MI: મુંબઈ હાર્યું, રાજસ્થાનની પાંચ વિકેટે શાનદાર જીત

આઈપીએલના ઈતિહાસમાં બંને ટીમ અત્યાર સુધીમાં 19 વખત એકબીજા સામે ટકરાઈ ચુકી છે, જેમાં મુંબઈએ 10 અને રાજસ્થાને 9 મેચમાં જીત નોંધાવી છે.

આઈપીએલના ઈતિહાસમાં બંને ટીમ અત્યાર સુધીમાં 19 વખત એકબીજા સામે ટકરાઈ ચુકી છે, જેમાં મુંબઈએ 10 અને રાજસ્થાને 9 મેચમાં જીત નોંધાવી છે.

  • Share this:
    આઈપીએલમાં ખરાબ ફોર્મ સાથે ઝઝૂમી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ શનિવારે પોતાના હોમ ગ્રાઉન્ડ જયપુરમાં મુંબઈ ઈન્ડીયન્સ સાથે મુકાબલો કરી રહી છે. આઠ મેચોમાં 6 હાર અને બે મેચમાં જીત સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા નંબર પર ચાલી રહી છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લઈ મુંબઈ ઈન્ડીયન્સને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. મુંબઈએ 20 ઓવરમાં 05 વિકેટના નુકશાને 161 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19.1 ઓવરમાં 05 વિકેટના નુકશાને 162 રન બનાવી શાનદાર રીતે પાંચ વિકેટે જીત મેળવી છે.

    મુંબઈ - કોણ કેટલા રન બનાવી કેવી રીતે આઉટ થયું

    રોહિત શર્મા 07 બોલમાં 05 રન બનાવી શ્રેયસ ગોપાલની ઓવરમાં ગોપાલના હાથે જ કેચ આઉટ થયો.

    સૂર્ય કુમાર યાદવ 33 બોલમાં 34 રન બનાવી સ્ટુઅર્ચ બિન્નીની ઓવરમાં ધવલ કુલકર્ણીના હાથે કેચ આઉટ થયો

    ડી કોક 47 બોલમાં 65 રન બનાવી શ્રેયશ ગોપાલની ઓવરમાં બેન સ્ટોક્સના હાથે કેચ આઉટ થયો

    કીરોન પોલાર્ડ સાત બોલમાં 10 રન બનાવી જયદેવ ઉનડકટની ઓવરમાં ક્લિન બોલ્ડ થયો

    હાર્દિક પંડ્યા 15 બોલમાં 23 રન બનાવી જોફ્રા આર્ચરની ઓવરમાં એલબીડબલ્યૂ આઉટ થયો.

    આ રીતે મુંબઈ ઈન્ડીયન્સે 20 ઓવરમાં પાંચ વિકેટે  161 રન બનાવ્યા

    રાજસ્થાન - કોણે કેટલા રન આપી કેટલી વિકેટ લીધી

    સ્ટુઅર્ટ બિન્નીએ 03 ઓવરમાં 19 રન આપી 01 વિકેટ લીધી

    ધવલ કુલકર્ણીએ 03 ઓવરમાં 31 રન આપી એક પણ વિકેટ ન લીધી

    શ્રેયસ ગોપાલે 04 ઓવરમાં 21 રન આપી 02 વિકેટ લીધી

    જોફ્રા આર્ચરે 04 ઓવરમાં 22 રન આપી 01 વિકેટ લીધી

    જયદેવ ઉનડકટે 04 ઓવરમાં 46 રન આપી 01 વિકેટ લીધી

    રિયાન પરાગે 02 ઓવરમાં 17 રન આપી એક પણ વિકેટ ન લીધી

    રાજસ્થાન - કોણ કેટલા રન બનાવી કેવી રીતે આઉટ થયું

    આજિંક્ય રહાણે 12 બોલમાં 12 રન બનાવી રાહુલ ચહરની બોલિંગમાં સૂર્યકુમાર યાદવના હાથે કેચ આઉટ થયો

    સંજૂ સેમસન19 બોલમાં 35 રન બનાવી રાહુલ ચહરની ઓવરમાં કેરોન પોલાર્ડના હાથે કેચ આઉટ થયો

    બેન સ્ટોક્સ 02 બોલમાં એક પણ રન બનાવ્યા વગર રાહુલ ચહરની ઓવરમાં ક્લીન બોલ્ડ થયો.

    સ્ટીવ સ્મિથ 29 બોલમાં 43 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં રિયાન પરાગના હાથે રન આઉટ થયો

    એશ્ટન ટર્નર 01 બોલમાં એક પણ રન બનાવ્યા વગર બુમરાહની ઓવરમાં એલબીડબલ્યૂ આઉટ થયો

    મુંબઈ - રાજસ્થાન - કોણે કેટલા રન આપી કેટલી વિકેટ લીધી

    હાર્દિક પંડ્યાએ 04 ઓવરમાં 31 રન આપી એક પણ વિકેટ ન લીધી

    કૃણાલ પંડ્યાએ 02 ઓવરમાં 24 રન આપી એક પણ વિકેટ ન લીધી

    લશિથ મલિંગાએ 3.1 ઓવરમાં 27 રન આપી એક પણ વિકેટ ન લીધી

    રાહુલ ચહરે 04 ઓવરમાં 29 રન આપી 03 વિકેટ લીધી

    જસપ્રિત બુમરાહે 04 ઓવરમાં 21 રન આપી 01 વિકેટ લીધી

    મયંક માર્કેંડેએ 02 ઓવરમાં 24 રન આપી એક પણ વિકેટ ન લીધી

    રાજસ્થાન ટીમ
    આજિંક્ય રહાણે, કૃષ્ણપ્પા ગૌતમ, સંજૂ સેમસન, શ્રેયસ ગોપાલ, આર્યમાન બિડલા, એસ, મિધુન, પ્રસાંત ચોપડા, સ્ટુઅર્ચ બિન્ની, રાહુલ ત્રિપાઠી, બેન સ્ટોક્સ, સ્ટીવ સ્મિથ(કપ્તાન), જોસ બટલર, જોફ્રા આર્ચર, ઈસ સોઢી, ધવલ કુલકર્ણી, મહિપાલ લોમરોર, જયદેવ ઉનડકટ, વરૂણ આરોન, ઓશેન થોમસ, શશાંક સિંહ, લિયામ લિવિંગસ્ટોન, શુભમ રંજને, મનન વોરા, એશ્ટન ટર્નર, રિયાન પરાગ.

    મુંબઈ ઈન્ડીયન્સ
    રોહિત શર્મા (કપ્તાન), હાર્દિક પંડ્યા, યુવરાજ સિંહ, કઋણાલ પંડ્યા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, મયંક માર્કેંડેય, રાહુલ ચાહર, અનૂકુલ રોય, સિદ્ધેશ લાડ, આદિત્ય તારે, ક્વિંટન ડિ કોક, ઈવિન લુઈસ, કીરોન પોલાર્ડ, બેન કટિંગ, મિશેલ મૈક્લેનધન, એડમ મિલ્ને, જેસન બેહરેનડોર્ફ, અનમોલપ્રિત સિંહ, બરિંદર સરાં, પંકજ જયસ્વાલ, રસિક સલામ, જસપ્રિત બુમરાહ.
    Published by:kiran mehta
    First published: