ક્રિકેટના મેદાનમાં તમે કેટલાએ રેકોર્ડ બનતા જોયા હશે, અને તૂટતા પણ જોયા હશે, પરંતુ નેપાળના ક્રિકેટર મહેબૂબ આલમના નામે એક એવો વર્લ્ડ રેકોર્ડ છે, જે આજદીન સુધી કોઈ ક્રિકેટર તોડી નથી શક્યો અને કદાચ કોઈ તોડી પણ નહી શકે. મહબૂબ આલમના નામે વન-ડે મેચમાં તમામ 10 વિકેટ લેવાનો રેકોર્ડ છે. તેનો આ રેકોર્ડ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલો છે. ડાભા હાથનો મીડિયમ પેસ બોલર મહબૂબ આલમે આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન 5માં આ રેકોર્ડ બનાવ્યો હતો.
મહબૂબ આલમે મોઝામ્બિક વિરુદ્ધ માત્ર 7.5 ઓવરમાં 12 રન જ આપી 10 વિકેટ લઈ લીધી હતી. આ મેચમાં મોઝામ્બિકની ટીમ માત્ર 19 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ લિમિટેડ ઓવરમાં બોલરનું બેસ્ટ પ્રદર્શન કહેવાય છે. ટેસ્ટ મેચમાં ઓફ સ્પિનર જિમ લેકર અને ટીમ ઈન્ડીયાના અનિલ કુંબલેએ એક જ પારીમાં તમામ 10 વિકેટ લઈ રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ વન-ડેમાં આ રેકોર્ડ મહબૂબ આલમ જેવો રેકોર્ડ કોઈ નથી નોંધાવી શક્યું.
મહેબૂબ આલમ
મહેબૂબ આલમ એક સારો બોલર જ નહીં પરંતુ ધમાકેદાર બેટ્સમેન પણ હતો. વર્ષ 2003માં નેપાળમાં સપ્તારી અને ઉદયાપુર વચ્ચે રમવામાં આવેલી 40 ઓવરની મેચમાં તેણે એકલાએ જ 256 રનની પારી રમી હતી. મહેબૂબે 123 બોલમાં આ પારીમાં 26 ચોગ્ગા અને 18 છગ્ગા ફટકાર્યા હતા. નેપાળ માટે ડેબ્યૂ કર્યા બાદ આ ઓલરાઉન્ડરે 2004થી 2006 વચ્ચે પોતાની ટીમને કેટલીએ મેચો જાડી અને 7 વખત મેન ઓફ ધ મેચ ઓવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર