ENG vs PAK 3rd ODI: ઈંગ્લેન્ડના આ બોલરે ઈમામ ઉલ હકને ખતરનાક ફિરકીમાં ફસાવી કર્યો બોલ્ડ, જુઓ VIDEO

ઈંગ્લિશ બોલર પાર્કિન્સને ઈમામ ઉલ હકને ખતરનાક ફિરકીમાં ફસાવી મચાવી સનસની, આવી શેન વોર્નની યાદ

ઈંગ્લિશ બોલર પાર્કિન્સને ઈમામ ઉલ હકને ખતરનાક ફિરકીમાં ફસાવી મચાવી સનસની, આવી શેન વોર્નની યાદ

  • Share this:
    England vs Pakistan, 3rd ODI: ઈંગ્લેન્ડ (England) અને પાકિસ્તાન (Pakistan)ની વચ્ચે ચાલી રહેલી વનડે સીરીઝ (ODI Series)ની ત્રીજી અને છેલ્લી મેચમાં મેજબાન ટીમના સ્પિનર મેથ્યૂ પાર્કિન્સન (Matthew Parkinson)નું જોરદાર કૌવત જોવા મળ્યું. પાર્કિન્સનની ફિરકીએ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ શેન વોર્ન (Shane Warne)ની યાદ આપવી દીધી. પાકિસ્તાનના બેટ્સમેન ઈમામ ઉલ હક (Imam-ul-Haq)ને ખબર જ ન પડી કે બોલ ક્યારે સ્ટમ્પ્સમાં ઘૂસી ગયો.

    પોતાની કારકિર્દીની પાંચમી વનડે ઇન્ટરનેશનલ રમી રહેલો મેન્યૂ પાર્કિન્સન (Matthew Parkinson) 26મી ઓવરમાં 56 રન કરીને ક્રીઝ પર જામી પડેલા ઈમામ ઉલ હકને બોલિંગ કરી રહ્યા હતો. આ દરમિયાન પાર્કિન્સનનો ફિરકી બોલે ઓફ સ્ટમ્પની બહાર ટપ્પો ખાધો. ઈમામ બોલને છોડવાનું વિચારી રહ્યો હતો. બોલ ટપ્પો ખાતા જ જોરદાર ટર્ન થઈ ગયો.

    આ પણ વાંચો, કારની બોનેટ પર બેસીને લગ્ન કરવા પહોંચી દુલ્હન, વીડિયો વાયરલ થતાં પોલીસે કરી કડક કાર્યવાહી

    બોલ બેટ અને પેડની વચ્ચેથી નીકળીને સીધો મિડલ સ્ટમ્પ પર જઈને ટકરાયો. ઈમામ (Imam-ul-Haq)ને સમજાયું જ નહીં કે તે કેવી રીતે આ બોલ પર આઉટ થઈ ગયો. આ વિકેટે વર્ષ 2005 એશિસ (The Ashes 2005) સીરિઝ દરમિયાન શેન વોર્ન (Shane Warner to Andrew Straus)ની ફિરકીની યાદ અપાવી દીધી. તે સમયે ઈંગ્લેન્ડના એન્ડ્રૂ સ્ટ્રોસ પણ વોર્નની ફિરકીની જાળમાં ફસાઈને ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.

    આ પણ વાંચો, ક્રિસ ગેલ 14 હજાર ટી20 રન પૂરા કરનાર પહેલા ખેલાડી બન્યો, 5 વર્ષમાં ફટકારી પહેલી અડધી સદી

    ઈમામ ઉલ હકે બનાવ્યો રેકોર્ડ, સર વિવ રિચર્ડ્, શિખર ધવન પર પાછળ રહી ગયા

    આ મેચમાં ઈમામ ઉલ હકે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. ઈમામ વનડે ક્રિકેટમાં સૌથી ઝડપથી બે હજાર રન કરવાના મામલામાં પાંચમા સ્થાન પર આવી ગયો છે. તેણે પોતાની 64મી વનડે મેચમાં બે હજાર રન પૂરા કર્યા. આ યાદીમાં પહેલા સ્થાન પર સાઉથ આફ્રિકાનો હાશિમ આમલા છે જેણે આ સિદ્ધિ 40 ઇનિંગમાં મેળવી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: