એક ઓવરમાં 6 છગ્ગા ખાનારા આ ઈંગ્લેન્ડ બોલરનું નિધન

News18 Gujarati
Updated: August 1, 2019, 5:36 PM IST
એક ઓવરમાં 6 છગ્ગા ખાનારા આ ઈંગ્લેન્ડ બોલરનું નિધન
મૈક્લમ નૈશ એ બોલર છે, જેમની ઓવરમાં 1968માં વેસ્ટ ઈન્ડીઝના મહાન ખેલાડી ગૈરી સોબર્સે છ છગ્ગા ફટકાર્યા હતા

ઈંગ્લેન્ડના જ એક અન્ય ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં પણ છ છગ્ગા ફટકાર્યા હતા. ત્યારે 2007માં ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ભારતના બેટ્સમેન યુવરાજ સિંહે બ્રોડના છ બોલ પર છ છગ્ગા લગાવ્યા હતા.

  • Share this:
ક્રિકેટ ઈતિહાસમાં નોંધાઈ ચુકેલા ઈંગ્લેન્ડના બોલર મૈક્લમ નૈશનું 74 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. જોકે, તેમને આ પ્રદર્શન માટે યાદ કરવામાં આવે છે, જેને કોઈ પણ બોલર યાદ રાખવા નથી માંગતો. મૈક્લમ નૈશ એ બોલર છે, જેમની ઓવરમાં 1968માં વેસ્ટ ઈન્ડીઝના મહાન ખેલાડી ગૈરી સોબર્સે છ છગ્ગા ફટકાર્યા હતા. એટલું જ નહી, મૈક્લમ નૈશની એક ઓવરમાં કાઉન્ટી ટીમ લંકાશાયરના બેટ્સમેન ફ્રેંક હેસે પણ પાંચ છગ્ગા અને ચોગ્ગો ફટકાર્યો હતો.

9મે 1945ના રોજ મોમાઉથશાયરમાં જન્મેલા ગ્લેમોર્ગન માટે કાઉન્ટી ક્રિકેટ રમનાર મૈક્લમ નૈશ લંડનમાં ડિનર કર્યા બાદ પડી ગયા. હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. મૈક્લમ નૈશને મધ્યમ ગતિના એવા બોલર માટે ઓળખવામાં આવે છે, જેમની પાસે કમાલની વૈવિધતા હતી. તેમણે 1966થી લઈ 1983 વચ્ચે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 17 સિઝન રમી હતી. મૈક્લમ નૈશ ડાભા હાથના બોલર હતા.

ગ્લેમોર્ગેનના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર એચ. મોરિસે કહ્યું કે, મૈક્લમ નૈશ ક્લબના લીજેન્ડ હતા. તેમનું નામ ગેરી સોબર્સ સાથે જોડાયેલું છે. તે કમાલના ક્રિકેટર હતા, જે ક્લબના ઈતિહાસના અભિન્ન ભાગ હતા. તેમની ટીમે 1969માં કાઉન્ટી ચેમ્પિયનશિપ જીતી હતી.



336 મેચમાં 993 વિકેટ
ઈંગ્લેન્ડ માટે મૈક્લમ નૈશને ક્યારે રમવાનો મોકો નથી મળ્યો. જોકે, તેમણે ઘરેલુ ક્રિકેટમાં પોતાનું શાનદાર પ્રદર્શન બતાવેલું છે. મૈક્લમ નૈશે 336 ફર્સ્ટ ક્લાસ મેચમાં 7129 રન બનાવ્યા. તેમનો સર્વાધિક સ્કોર 130 રનનો છે. તેમણે બે સદી અને 25 અડધીસદી લગાવી છે. મૈક્લમ નૈશે 148 કેચ પણ પકડ્યા છે. આ મુકાબલાઓમાં તેમણે 993 વિકેટ લીધી. જ્યારે 271 એ લીસ્ટ મેચોમાં તેમણે 2303 રન બનાવ્યા, જ્યારે 324 વિકેટ પોતાના નામે કરી હતી.
Loading...

ઈંગ્લેન્ડના જ સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં પણ લાગ્યા હતા છ છગ્ગા
ઈંગ્લેન્ડના જ એક અન્ય ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં પણ છ છગ્ગા ફટકાર્યા હતા. ત્યારે 2007માં ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ભારતના બેટ્સમેન યુવરાજ સિંહે બ્રોડના છ બોલ પર છ છગ્ગા લગાવ્યા હતા.
First published: August 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...