Home /News /sport /

ધોનીએ વનડેમાં કર્યુ જોરદાર કામ, આવું કરનાર પહેલો ભારતીય

ધોનીએ વનડેમાં કર્યુ જોરદાર કામ, આવું કરનાર પહેલો ભારતીય

    ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર મહેન્દ્રસિંહ ધોની સાઉથ આફ્રિકા સામે કેપટાઉન વનડેમાં સ્પિનર કુલદીપ યાદવના બોલ પર એડેન માર્કરમને સ્ટમ્પ કરવાની સાથે વનડે ક્રિકેટમાં 400 કરવામાં સફળ થઈ ગયા છે. તે આવું કરનાર ભારતના પહેલા અને દુનિયાના માત્ર ચોથા વિકેટ કીપર છે. ટીમ ઈન્ડિયાના આ વિકેટ કીપરે અત્યાર સુધી રમેલ 315 મેચોમાં 400ને આઉટ કર્યા છે જેમાં 294 કેચ અને 106 સ્ટંપિંગ સામેલ છે.

    આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં ધોનીએ 23 ડિસેમ્બર 2004ના રોજ બાંગ્લાદેશ સામે રમ્યા હતાં પરંતુ તે મેચમાં વિકેટકીપર તરીકે કોઈ સફળતા મળી ન હતી. 26 ડિસેમ્બર 2004ના રોજ એકવાર ફરી બાંગ્લાદેશ સામે તેમને રમવાની તક મળી જેમાં તેમણે નફીસ ઈકબાલનો કેચ પકડ્યો જે તેમનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો પહેલો કેચ હતો. ધોની એ 2 સપ્ટેમ્બર 2007ના રોજ ઈંગ્લેન્ડ સામે લીડસમાં 6 જણને આઉટ (5- કેચ અને 1 સ્ટમ્પ) કરીને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.



    એલીટ ક્લબનો ભાગ બન્યા માહી
    ધોનીએ પહેલા આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં 400થી વધારે શિકાર કરનાર વિકેટકીપરમાં શ્રીલંકાના કુમાર સંગાકારા,ઓસ્ટ્રેલિયાના એડમ ગિલ ક્રિસ્ટ અને સાઉથ આફ્રિકાના માર્ક બાઉચર સામેલ હતાં. સંગાકારાએ 404 વનડે મેચમાં 482ને આઉટ કર્યા જે વર્લ્ડ રેકોર્ડ છે. તેમના આ રેકોર્ડમાં 383 કેચ અને 99 સ્ટંપિંગ હતાં.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Mahendra singh dhoni, Record

    આગામી સમાચાર