Home /News /sport /

IND Vs BAN T20 ફાઈનલ: હારેલી બાજી જીતીને ટીમ ઈન્ડિયા બની બાજીગર

IND Vs BAN T20 ફાઈનલ: હારેલી બાજી જીતીને ટીમ ઈન્ડિયા બની બાજીગર

    ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નિધાસ ટી-20 મેચની ફાઈનલમાં રોમાંચક જંગ થઈ હતી. એક સમય એવો આવી ગયો હતો કે મેચ ટીમ ઈન્ડિયાના હાથમાંથી નિકળી ગઈ છે. પરંતુ દિનેશ કાર્તિક મેદાનમાં આવ્યો અને ઈન્ડિયા બની ગયું બાજીગર..

    ભારતે ટોસ જીતીને બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. બાંગ્લાદેશે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના નુકશાને 166 રન બનાવીને ટીમ ઈન્ડિયાને જીતવા માટે 167 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ભારતીય સ્પિનર્સ બોલરોએ શાનદાર બોલિંગ કરતાં યૂઝવેન્દ્ર ચહલ અને વોશિંગ્ટન સુંદરે આઠ ઓવરમાં માત્ર 38 રન જ આપ્યા હતા. જેમાં ચહલે 3 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે વોશિંગ્ટનના ખાતામાં એક વિકેટ ગઈ હતી.

    જોકે, ભારત તરફથી ફાસ્ટ બોલર્સે ખુબ જ ખરાબ બોલિંગ કરી હતી. ભારતના ત્રણ બોલરો સ્પિનર્સ દ્વારા બાંગ્લાદેશને આપેલા દબાણનો પણ ફાયદો ઉઠાવી શક્યા નહતા અને 12 ઓવરમાં 126 રન લૂંટાવ્યા હતા. જ્યારે બે વિકેટ મેળવી હતી.  વિજય શંકરે ચાર ઓવર નાંખીને 48 રન આપ્યા હતા અને એકપણ વિકેટ ટીમને અપાવી શક્યો નહતો, જ્યારે શાર્દૂલ ઠાકૂરે ચાર ઓવરમાં 45 રન આપ્યા હતા અને તે પણ એકપણ વિકેટ લઈ શક્યો નહતો. તે ઉપરાંત જયદેવ ઉનાડકટે પ્રથમ ત્રણ ઓવરમાં 30 રન આપ્યા હતા. પરંતુ તેની ચોથી ઓવરમાં તેની સારી બોલિંગ કરતાં 2 વિકેટ લઈને માત્ર ત્રણ રન આપ્યા હતા. આમ ચાર ઓવરમાં તેને 33 રન આપ્યા હતા. જ્યારે બે શ્રીલંકન ખેલાડીઓ રન આઉટ થયા હતા.

    શ્રીલંકા તરફથી સબ્બીર રહેમાને શાનદાર બેટિંગ કરતાં 50 બોલમાં 7 ફોર અને 5 સિક્સ સાથે 77 રનની ઈનિંગ રમી હતી.

    શ્રીલંકાઆ આપેલા 167 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્માએ શાનદાર શરૂઆત કરાવી હતી. ટીમે બે ઓવરમાં જ 24 રન બનાવી લીધા હતા. પરંતુ ત્રીજી ઓવરમાં શિખર 10 રને કેચ આઉટ થઈ ગયો જ્યારે ચોથી ઓવરમાં રૈના શૂન્ય રને પેવેલિયન ફર્યો જેથી ટીમ પર પ્રેશર આવી ગયો હતો. પરંતુ લોકેશ રાહુલે રોહિત શર્માને સાથ થોડો સાથ આપ્યો 10મી ઓવરમાં 84 રનના સ્કોરે લોકેશ રાહુલ 24 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યાર બાદ ટીમ ઈન્ડિયાની રનરેટમાં ઘટાડો થવા લાગ્યો હતો. લોકેશ બાદ 14મી નઝમૂલ ઈસ્લામ બાદ રોહિત શર્મા 56 રને કેચ આઉટ થઈ ગયો અને ટીમ પર દબાણ આવવાનું શરૂ થઈ ગયું.

    આ દરમિયાન રોહિત શર્માએ એકદમ ખરાબ નિર્ણય લેતા દિનેશ કાર્તિકની જગ્યાએ વિજય શંકરને બેટિંગ માટે મોકલી દીધો હતો. વિજય શંકર જોઈએ તેવા રન લઈ શક્યો નહી અને જેના કારણે સામે છેડા રહેલ મનીષ પાંડે પણ દબાણમાં આવી ગયો હતો. અંતે ટીમ ઈન્ડિયા સામે હાર દેખાવા લાગી હતી. ત્રણ ઓવરમાં ટીમ ઈન્ડિયાને 35 રનની જરૂરત હતી પરંતુ વિજય શંકરે 17મી ઓવરના ચાર બોલ ડોટ કાઢ્યા અને પાંચમાં બોલે એક રન લીધો.. છઠ્ઠા બોલે મનીષ પાંડે સિક્સ લગાવવાની કોશિશમાં કેચ આઉટ થયો.

    2 ઓવરમાં 34 રનની જરૂરત હતી, દિનેશ કાર્તિક મેદાનમાં ઉતર્યો હતો. દિનેશ કાર્તિક પર ઈન્ડિયા અને દુનિયાભરના લોકોની નજર હતી, ટીમ ઈન્ડિયા અને આખુ ઈન્ડિયા એમ જ વિચારી રહ્યું હતું કે, મેચ જીતવી કઠિન છે. પરંતુ કાર્તિકે આવતાની સાથે જ એક સિક્સ ફટકારી.. દેશની આશામાં વધારો થયો.. બીજા બોલે દિનેશે ફરીથી ફોર ફટકારી.. દેશ ઉત્સાહમાં આવ્યો.. જ્યારે દિનેશ કાર્તિકે સિક્સ ફટકારી ત્યારે લાગ્યું કે, હજુ આપણે ક્યાં હાર્યા જ છીએ.. 19મી ઓવરમાં દિનેશ કાર્તિકે 22 રન ઠોક્યા.. 20મી ઓવરમાં એકવાર ફરીથી વિજય શંકરે એક બોલ ખાલી કાઢ્યો અને બીજા બોલે એક રન લીધો.. ત્રીજા બોલે યોર્કર પર દિનેશ કાર્તિકે એક રન લીધો.. ફરીથી વિજય શંકર પાસે સ્ટ્રાઈક આવી ત્યારે સ્ટેડિયમમાં શોર-શરાબો ઓછો થઈ ગયો અને બધાને લાગ્યું કે, ઈન્ડિયા હારી જશે પરંતુ વિજયે એક ફોર ફટકારી દીધી અને ત્યાર બાદ જીતવા માટે ટીમને બે બોલમાં 05 રનની જરૂરત હતી.

    બે બોલ બાકી હતા અને લોકોના જીવ મોઢામાં આવી ગયા હતા 2 બોલમાં 5 રનની જરૂરત અને વિજય શંકર સ્ટ્રાઈક પર હતો. વિજય શોર્ટ લગાવ્યો અને તે કેચ આઉટ થઈ ગયો જોકે દિનેશ કાર્તિક એકવાર ફરીથી સ્ટ્રાઈક પર આવી ગયો. ફાઈનલ જીતવા માટે એક બોલમાં 05 રનની જરૂરત હતી.. લોકોના દિલ ધડકી રહ્યાં હતા કે, હવે શું થશે તેવામાં જ દિનેશ કાર્તિકે તે બોલે  એક્સ્ટ્રા કવર પર શોર્ટ ફટકાર્યો અને બોલ બાઉન્ટ્રી બહાર... ઈન્ડિયા એક વાર ફરીથી ઝૂમી ઉઠ્યું હતું કે, નાગિન સામે હારતા-હારતા રહી ગયા. આમ કાર્તિકે છેલ્લા બોલે સિક્સ ફટકારીને ઈતિહાસ રચી દીધો અને ભારત એકવાર ફરીથી હારેલી બાજી જીતીને બાજીગર બની ગયું.

    આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 04 વિકેટથી મેચ જીતવાની સાથે-સાથે ટી-20 ટ્રાઈ સિરીઝ પર પોતાનો કબ્જો જમાવી લીધો હતો. દિનેશ કાર્તિકને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

    જ્યારે વોશિંગ્ટન સુંદરને મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી હતી. માત્ર  5.7ની ઈકોનોમી રેટથી રન આપીને સિરીઝમાં સુંદરે 8 વિકેટ પોતાના નામે કરી હતી.

    શ્રીલંકન દર્શકો ખુશ-ખુશાલ

    Published by:kiran mehta
    First published:

    Tags: Dd sports-2, Dsport, Jio tv, Live score, National, Online, Streaming, Watch, ક્રિકેટ, ક્રિકેટ ટીમ, ક્રિકેટ મેચ, બાંગ્લાદેશ, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन